Only Gujarat

FEATURED National

પૈસાદાર બાપના દીકરાએ બાળકીની ચોરી સાયકલ, કારણ એવું કે તમારી આંખો પણ ચકરાઈ જશે!

ભોપાલઃ આરકેડીએફના એન્જિનિયર સ્ટુડન્ટે પોતાના મિત્ર સાથે મળી કોલોનીમાં રહેતી એક યુવતીની 9 હજાર રૂપિયાની સાઈકલ ચોરી હતી. ડંપર સંચાલકનો દીકરો આ ચોરી કરવા માટે પોતાની 20 લાખની કારમાં ત્યાં પહોંચ્યો હતો. બંને સ્ટુડન્ટે સાઈકલ ઓએલએક્સ પર 3 હજાર રૂપિયામાં વેચી હતી. આરોપીએ મિત્રને આપેલા ઉધારની રકમ વસુલવા માટે તેને સાઈકલ ચોરીનો આઈડિયા આપ્યો અને પોતે પણ તેમાં મદદ કરવા જોડાયો હતો.

કોહેફિઝા પોલીસે બંનેની ધરપકડ કરી ચોરી કરવામા આવેલી સાઈકલ અને તેની માટે વાપરવામાં આવેલી કારને કબજે કરી હતી. આદિત્ય એવેન્યૂમાં રહેતા ધનરાજ સાહૂ (64)ની દીકરીની સાઈકલ 31 ઓક્ટોબરે ચોરી થઈ હતી. ટીઆઈ શેલેન્દ્ર શર્માએ ફરિયાદ નોંધાયા બાદ કોલોનીના સીસીટીવી ફૂટેજની તપાસ કરી હોવાનું જણાવ્યું હતું. સીસીટીવી ફૂટેજમાં લાલ રંગની જીપ કંપાસ કારમાં 2 યુવકો આવ્યા અને તેમણે સાઈકલ ચોરી કરી હોવાનું સામે આવ્યું.

2માંથી એક યુવક કાર ચલાવતો હતો અને બીજો સાઈકલ ચોરી કોલોનીની બહાર નીકળ્યો હતો. ફૂટેજના આધાર પર પોલીસ ફરિયાદ કરતા સામે આવ્યું કે, તે કાર ત્યાં જ રહેલા યશવંત મીણાની હતી. ચેહરાના આધારે ઓળખ કરી પોલીસે પહેલા આરોપીના મિત્ર અતુલ કુજુરની ધરપકડ કરી અને પછી અમુક સમય પોલીસનું ધ્યાન ભટકાવ્યા બાદ તેણે યશવંત સાથે મળીને સાઈકલ ચોરી કરી હોવાનું જણાવ્યું હતું.

પોલીસે ચોરીનું કારણ પૂછતા કહ્યું- ભૂલ થઈ ગઈ
પોલીસે જ્યારે આરોપીઓની ધરપકડ કરી તો યશવંતે સોનાની 2 ચેન અને વિંટીઓ પહેરી હતી. ચોરીની સાઈકલ પ્રવીણ બૈરાગીએ ખરીદી હતી જ્યાંથી સાઈકલ પોલીસે કબજે કરી હતી. પોલીસે આરોપી યશવંતને પ્રશ્ન કર્યો તે આટલો ધનાઢ્ય હોવા છતાં શા માટે ચોરી કરવા મજબૂર થયો તો તેણે જવાબમાં કહ્યું કે- ‘સર ભૂલ થઈ ગઈ.’

યશવંત બીઈનો સ્ટુડન્ટ છે અને અતુલ બીબીએનો અભ્યાસ કરે છે. અમુક દિવસ અગાઉ તેણે યશવંત પાસેથી 3.5 હજાર ઉધાર લીધા હતા. યશવંતે પૈસા માંગતા અતુલે પૈસા ના હોવાની વાત કરી હતી. જે પછી યશવંતે અતુલ સાથે મળી સાઈકલ ચોરી કરવાની યોજના બનાવી. અતુલના પિતા કોચ ફેક્ટ્રીમાં મિકેનિકલ એન્જિનિયર છે.

You cannot copy content of this page