Only Gujarat

National

હાર્દિક પંડ્યા બનશે પિતા, પ્રેમિકા પ્રેગ્નન્ટ થતાં લૉકડાઉનની વચ્ચે તાત્કાલિક કરવાં પડ્યાં લગ્ન!

મુંબઈ ક્રિકેટર હાર્દિક પંડ્યા તથા ટીવી એક્ટ્રેસ નતાશા પેરેન્ટ્સ બનવાના છે. હાર્દિક પંડ્યાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામમાં પત્નીના બેબી બમ્પની તસવીર શૅર કરી હતી. નતાશા પ્રેગ્નન્ટ થતાં જ હાર્દિકે તાત્કાલિક લૉકડાઉનની વચ્ચે ઘરમાં જ લગ્ન કર્યાં હતાં.

ઈન્સ્ટાગ્રામમાં શું કહ્યું? હાર્દિક પંડ્યાએ પત્નીના બેબી બમ્પની, લગ્નની તથા સગાઈની તસવીર શૅર કરીને કહ્યું હતું, નતાશા અને મારી ગ્રેટ જર્ની રહી છે. અમે અમારા જીવનનો નવા તબક્કાથી ઘણાં જ ખુશ છીએ. અમારા જીવનના આ નવા તબક્કાને લઈ તમારા આશીર્વાદની જરૂર છે.

શૅર કરેલી તસવીરોમાં એક તસવીરમાં નતાશા તથા હાર્દિક ઘરમાં જ લગ્ન કરતાં હોય તેમ લાગે છે. રવિ શાસ્ત્રી, વિરાટ કહોલી, યુઝવેન્દ્ર ચહલ સહિતના ક્રિકેટર્સે હાર્દિક પંડ્યાને આવનારા બાળકને લઈ શુભેચ્છા પાઠવી હતી.

ઉલ્લેખનીય છે કે હાર્દિક તથા નતાશાએ જાન્યુઆરીમાં દુબઈમાં યૉટમાં સગાઈ કરી હતી. સિંગર બાદશાહના સોંગ ‘ડીજે વાલે બાબુ’થી ફેમસ થયેલી અભિનેત્રી નતાશા સ્ટેનકોવિચે ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે સગાઈ કરી લીધી છે. નવા વર્ષનની ઉજવણી સાથે હાર્દિકે નતાશાને ક્રુઝ પર લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. સર્બિયામાં રહેતી નતાશા અને હાર્દિક છેલ્લા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહી છે.’

મહત્વની વાત છે કે, આ તસવીર જોતાં હાર્દિક પંડ્યા પોતાની ફિયાન્સી નતાશાને લાડમાં નટ્સ નામથી બોલાવતો હોય તેવું લાગી રહ્યું છે. હાર્દિક પંડ્યા અને નતાશાએ જ્યારે દુબઈમાં સગાઈ કરી ત્યારે કેક પણ કાપી હતી.

ઉલ્લેખનીય છે કે નતાશા સ્ટાનકોવિચે ત્રણ વર્ષની ઉંમરમાં ડાન્સ શીખવાનું શરૂ કરી દીધું હતું. 17 વર્ષની ઉંમરમાં તેણે મોડલ સ્કૂલ ઓફ બેલેમાં એડમિશન લીધું હતું. 2020માં મિસ સ્પોર્ટ્સ સર્બિયાનો ખિતાબ જીત્યા બાદ પાત્ર અને ડાન્સમાં પણ કરિયર બનાવવાનું નક્કી કરી લીધું હતું. આ સપનાં સાકાર કરવા માટે તેણે 2012માં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ક્રિકેટર હાર્દિક પંડ્યાનું નામ આ પહેલા અભિનેત્રી ઈશા ગુપ્તા, ઉર્વશી રૌતેલા અને અલી અવરામ સહિતની અભિનેત્રીઓ સાથે જોડાઈ ચૂક્યું હતું. હાર્દિક પંડ્યા તેની યુનિક સ્ટાઈલ માટે પણ જાણીતો છે.

હાર્દિક-નતાશાએ સગાઈ કરી લીધા પછી મુંબઈમા નતાશાના ફેમિલી સાથે હાર્દિક જોવા મળ્યો હતો. નતાશા સર્બિયાની મોડેલ છે. તે ફિલિપ્સ, જે હેમ્સટેડ વગેરે કંપનીની એડમાં ચમકી ચૂકી છે. આ ઉપરાંત ‘ડીજી વાલે બાબુ મેરા ગાના ચલા દે’ (બાદશાહ), ‘ઓ મેરી મહેબૂબા’ (ફુકરે રિટર્ન્સ), ‘અય્યોજી’ ( સત્યાગ્રહ), ‘બંદૂક’ (બાદશાહ) જેવા ગીતોમાં પણ જલવો વિખેરૂ ચૂકી છે.

વડોદરાના રહેવાશી હાર્દિક પંડ્યાએ શહેરની એમ.કે.શાળામાંથી અભ્યાસ કર્યો હતો. હાર્દિકના પિતા હિમાંશુ પંડ્યાએ કૃણાલ અને હાર્દિકની ક્રિકેટ કરિયર માટે પોતાનો સુરતનો બિઝનેસ બંધ કરીને વડોદરા શિફ્ટ થયા હતા. બંને ભાઈઓએ વડોદરાની કિરણ મોરે એકેડેમીમાંથી ક્રિકેટનું કોચિંગ લીધુ હતું. હાર્કિકના પિતાના કહેવા મુજબ હાર્દિક 18 વર્ષનો થયો ત્યાં સુધી સ્પિન બોલિંગ કરતો હતો. પરંતુ તેના કોચ સનથ કુમારની સલાહ પછે તેણે ફાસ્ટ બોલિંગ પર હાથ અજમાવ્યો હતો.

You cannot copy content of this page