Only Gujarat

National

લગ્નના મહિના બાદ જ પતિનું મોત, પત્ની હોસ્પિટલમાં લડી રહી છે મોત સામે

એક દિવસ પહેલાં અલવરના કઠૂમરમાં થયેલાં રોડ એક્સિડન્ટમાં માલાખેડાના જમાલપુર ગામના 5 લોકોનાં મોત થઈ ગયા હતાં. હવે તે પરિવારના ત્રણ ઘાયલોમાંથી બે મહિલાઓ જયપુર રેફર કરી દેવામાં આવી છે. જેમાં મહિલા જૂલીના પતિનું નિધન થઈ ગયું છે. તેને એ વાત પણ ખબર નથી કે પતિ સહિત પરિવારના પાંચ લોકોનાં મોત થઈ ગયા છે. ખુદ પણ પોતાની બહેન સાથે જયપુરમાં મોત અને જિંદગી અને મોત સામે લડી રહી છે.

જૂલી તેની બહેન રશ્મિ સાથે અત્યારે જયપુરની હોસ્પિટલમાં દાખલ છે. તેમના પગમાં ફ્રેક્ચર છે. આ દુર્ઘટનામાં બે બહેનો, બે ભાઈ અને એક જીજાજીનું મોત થઈ ગયું છે. ત્રણેય લોકો ઘાયલ થયેલા છે. ઘાયલોમાં જૂલી, રશ્મિ અને 10 વર્ષનું એક બાળક છે.

અલવરમાં ના થઈ શક્યું ઓપરેશન
વીરેન્દ્રની પત્ની જૂલી અને સંદિપની પત્ની રશ્મી ઘાયલ થતાં હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી હતી. તેમના પગમાં ફ્રેક્ચર છે. જિલ્લા હોસ્પિટલે સારવાર માટે હાથ ઊચાં કરી દીધા છે. હવે તેમને જયપુર રેફર કરી દેવામાં આવી છે. જિલ્લા હોસ્પિટલથી દર્દીને એમ્બ્યુલન્સ પણ ના મળી શકી. તે ખુદની એમ્બ્યુલન્સથી હોસ્પિટલ પહોંચ્યા હતાં.

બહેન-ભાઈનું મોત
આ પરિવારની પ્રથમ વર્ષમાં ભણતી વિદ્યાર્થિની નરુકા અને તેના 10 વર્ષના સગા ભાઈ અંકિતનું મોત થઈ ગયું છે. તો એક મોટા ભાઈ વીરેન્દ્રનું પણ મોત થઈ ગયું છે. જેના એક મહિના પહેલાં જ લગ્ન થયાં હતાં. આ દુર્ઘટનાથી પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો છે. આખા ગામમાં શોક છવાયો છે. દરેક લોકોની આંખો ભીની થઈ ગઈ છે.

પૂનમ બાઈ અને બના સુરેન્દ્ર સિંહના ઘરે દુર્ઘટના
આ પરિવારની મોટી દીકરી અને સીકરના નીમકાના ભાગેસર ગામની વહુ પૂનમ અને તેના પતિ સુરેન્દ્રસિંહનું મોત થઈ ગયું છે. તેમની સાથે 10 વર્ષના દીકરો પણ ઘાયલ થયો છે. જોકે, દીકરાની તબિયત સુધારી રહી છે. પણ બંને મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે. આ કારણે તેમની સારવાર જયપુરમાં કરવામાં આવી રહી છે.

You cannot copy content of this page