Only Gujarat

National

4 કલાક સૂવા દેતા, ક્યારેક ફેંક્યું ઉકળતું પાણી તો ક્યારેક વાળ ખેંચીને માર્યો માર

ઓમાનમાં આઠ મહિનાથી શેખના કબજામાં ફસાયેલી કાનપુર અને ઉન્નાવની ત્રણ મહિલાઓ હવે આઝાદ થઈ ગઈ છે. શનિવારે રાતે ત્રણેય પોતાના દેશ અને પછી ગામડે પહોંચી હતી. કાનપુર ક્રાઇમ બ્રાન્ચે તેમના નિવેદન નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દલાલોએ મહિલાઓને સારી નોકરી આપવાનું કહીને એમ્પ્લોયમેન્ટ વિઝાની જગ્યાએ ટૂરિસ્ટ વિઝા પર ઓમાન મોકલી દીધી હતી. જેને લીધે મહિલાઓ ત્યાં ફસાઈ ગઈ હતી. આ દરમિયાન તેમને હિંસાનો સામનો કરવો પડ્યો જેને લીધે તે તૂટી ગઈ હતી. એરપોર્ટ પર ઉતરતાં જ ત્રણેય ભાવુક થઈને રડવા લાગી હતી. કહ્યું કે, ‘હવે ઘર છોડીને ક્યારેય નહીં જવ. ભારત કરતાં ક્યાંય સારું નથી.’’ ઓમાન કોઈ કાળા પાણીની સજા કરતાં ઓછું નહોતું.

1. બીમાર હોવા છતાં રૂમમાં બંધ કરીને મારતાં હતાં
કાનપુરના રિજવી રોડ ફૂલવાળી ગલીની રહેવાસી 45 વર્ષની હુસ્નઆરાના પતિનું મોત થઈ ચૂક્યું છે. હુસ્નઆરાને ત્રણ બાળકો તનવીર, નાજિયા અને અશફિયા છે. બાળકોના ભરણ પોષણના ચક્કરમાં તે દલાલ મુજમ્મિલની જાળમાં ફસાઈ ગઈ હતી. દલાલે વિશ્વાસ આપ્યો હતો કે, તેને ઓમાનમાં 200 રિયાલ એટલે કે લગભગ 40 હજાર રૂપિયા પ્રતિ મહિને મળશે. દલાલે તેમને એમ્પ્લોયમેન્ટની જગ્યાએ ટૂરિસ્ટ વિઝા પર મોકલી દીધા હતાં.

આ પછી હુસ્નઆરા ત્યાં ગયા પછી વિઝાની લિમીટ પુરી થઈ ગયા પછી તે ત્યાં ફસાઈ ગઈ હતી. તેમણે કહ્યું કે, આ દરમિયાન તેની પાસે 20-20 કલાક કામ કરાવવામાં આવતું હતું. બીમાર હોવા છતાં તેને રૂમમાં બંધ કરીને મરવામાં આવતી હતી. દવા અને ખાવાની તો વાત જ જવા દો. વાળ પકડીને મારઝૂડ અને વાસી ખાવાનું મહિના સુધી ખવડાવવામાં આવતું હતું. આ જુલમની વાત કરતાં-કરતાં દીકરી અશફિયાને ગળે લગાડીને રડવા લાગી હતી. તેમની દીકરી અશફિયા અને જમાઈ અબૂ સૂફિયાને તેમના માટે લખનઉ એરપોર્ટ ક્રાઇમબ્રાન્ચ સાથે પહોંચ્યા હતાં.

2. આશા નહોતી કે, હવે જીવતી પાછી ઘરે જશે
કાંશીરામ કોલોની ઉન્નાવમાં રહેતી 44 વર્ષીય ઉમરજહાં પમ દલાલની જાળમાં ફસાઈ ગઈ હતી. પતિ મો. આલનના નિધન પછી સાહિત, શાહનવાઝ અને શાહ આલમના ત્રણ દીકરાની જવાબદારી હતી. આર્થિક તંગીને લીધે બાળકોને તે ભણાવી શકી નહીં, પણ 5 જાન્યુઆરી 2020એ ઓમાન ગયાં પહેલાં જે સપના જોયા હતાં કે, રૂપિયા કમાઈને દીકરાને બિઝનેસ સેટ કરાવી દેશે. પણ દલાલની વાતોમાં આવીને તેમને પણ ટૂરિસ્ટ વિઝા પર નોકરી કરવા માટે મોકલી દેવામાં આવ્યા હતાં.

સારી નોકરી તો ન મળી પણ ઘરમાં સાફ-સફાઈનું કામ મળ્યું હતું. ઘણાં ઘરમાં સફાઈ, ખાવાનું કોઈ ઠેકાણું નહીં, જાનવરોની જેમ કામ કરાવતાં હતાં. કામ ના કરાવતી વખતે ઢોરની જેમ મારતાં હતાં. તેમને આશા નહોતી કે, હવે તે જીવતાં પાછા ઘરે જશે. આ વાત કહેતાં-કહેતાં ઉમરજહાંનું ગળું ભરાઈ ગયું અને આંખોમાંથી આંસુ સરી પડ્યા હતાં. વિઝા પુરા થયા પછી તે પમ ફસાઈ ગઈ હતી. શેખે ઘરે દીકરા સાહિલને ફોન કરીને કહ્યું હતું કે, 4 લાખ રૂપિયા આપો તો હું તમારી મા ભારત પાછી આવી શકે છે. નહીં તો હવે તેને ઓમાનમાં જ રહેવું પડશે. આ પછી ક્રાઇમ બ્રાન્ચે આ અંગે ફરિયાદ નોંધી હતી. હવે આઠ મહિના પછી તે પોતાના ઘરે પહોંચી છે.

3. નસરીને કહ્યું, ‘જાનવરોની જેમ માર મારી જબરદસ્તી કરાવતાં હતાં’
સફીપુર ઉન્નાવની રહેવાસ 46 વર્ષીય નસરીને કહ્યું કે, તેમને પણ દલાલે નોકરી આપવાની વાત કહીને ફસાઈવીને ઓમાન મોકલી દીધી હતી. ડિસેમ્બર 2020એ તે ઉન્નાવથી ઓમાન ગઈ હતી. ત્યાં સારી નોકરી તો ના મળી, પણ જુલમ ખૂબ જ કરવામાં આવ્યા હતાં. 6થી 8 ઘરમાં તે 20-20 કલાક કામ કરાવતાં હતાં. વાસી ખાવાનું, કામ ન કરવા પર ગરમ પાણી નાખવું, માર મારવાની સજા આપવામાં આવતી હતી. એવું લાગી રહ્યું હતું કે, હવે તેમની લાશ પણ ઘરે પહોંચી શકશે નહીં.’’

ઘણીવાર તો મનમાં એવો વિચાર આવ્યો કે આત્મહત્યા જ છેલ્લો વિકલ્પ છે. એટલા રૂપિયા નથી કે, લાખો રૂપિયાની ચોરી કરીને ઘરેથી જઈ શકું. પણ દીકરા સૈફ અને પરિવારના લોકોને કેટલીક મહિલાઓને ઓમાનથી કાનપુર-ઉન્નાવ આવ્યા પછી કાનપુર ક્રાઇમ બ્રાન્ચમાં પોતાની પણ ફરિયાદ કરી હતી. આ પછી ભારતીય દૂતાવાસનો સંપર્ક કરી મહિલાઓ પાછા આવવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા અને સ્વતંત્રતા દિવસ પર ત્રણેય મહિલા પોતાના ઘરે પાછી આવી હતી.

ઓમાનમાં કાનપુર-ઉન્નાવની 20થી વઘુ મહિલા ફસાયેલી છે.
ઓમાનતી ભારત પાછ આવનારી મહિલાઓએ જણાવ્યું કે, તે માત્ર ત્રણ જ નહીં ઉન્નાવની 20થી વધુ મહિલાઓ ત્યાં ફસાયેલી છે. આ ઉપરાંત યૂપી, ગોવા, સહિત ઘણાં રાજ્યોની સેકડો મહિલાઓ ત્યાં આ રીતે બંધક છે. ત્રણેયના પરિજનોએ ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કર્યો હતો. ભારતીય દૂતાવાસ સાથે સંપર્ક કરી ઘણી મહેનતે મહિલાઓને ઓમાનથી છોડાવવમાં પોલીસને સફળતા મળી હતી. ડીસીપી ક્રાઇમ સલમાન તાજ પાટીલે જણાવ્યું કે, ત્યાં ફસાયેલી અન્ય મહિલાઓની શોધ ચાલી રહી છે. અત્યારસુધી 6 મહિલાઓને મુક્ત કરાવી ચૂક્યા છીએ.

મહિલાઓને ઓમાન મોકલનારા દલાલ જેલમાં છે.
ડીસીપી ક્રાઇમ સલમાન તાજ પાટિલે જણાવ્યું કે, ઉન્નાવની કાંશીરામ કોલોની નિવાસી મહિલાને ક્રાઇમ બ્રાન્ચે જ્યારે એપ્રિલમાં ઓમાનથી મુક્ત કરાવી હતી. ત્યારે તેમના પતિ તહરીર પર તસ્કર મજમ્મિલ અને અતિકુર્રરહમાન વિરુદ્ધ કર્નલગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી. પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું હતું કે, તેમનું ગ્રુપ કર્ણાટકમાં પણ સક્રિય છે. તે માત્ર એનજન્ટ છે. જેને બેંગલોરનો મોહમ્મદ અમીન ચલાવે છે.

આ પછી ડીસીપીએ આ ગ્રુપ લઈને તે વરિષ્ઠ અધિકારીઓ સાથે સંપર્કમાં હતો. તેમનું સાચુ લોકેશન મળ્યા પછી ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ બેંગલોર ગઈ હતી. મુજમ્મિલ અને અતિકુર્રરહમાન સાથે જ મોહમ્મદ અમીનની ધરપકડ કરી લેવામાં આવી હતી.

નોકરની લાલચમાં વિદેશમાં ફસાવી અને પછી વસૂલતા હતાં લાખો રુપિયા
ડીસીપી ક્રાઇમે જણાવ્યું કે, ગ્રુપ સારી નોકરી આપવાની વાત કહીને તેમના પાસપોર્ટ વિઝના પર પહેલાં લાખો રૂપિયા વસૂલતા હતાં. આ પછી મહિલાઓને ટૂરિસ્ટ વિઝા પર ઓમાન મોકલી દેવામાં આવતી હતી. ટૂરિસ્ટ વિઝા હોવાને લીધે મહિલા ત્યાં ફસાઈ જતી હતી. આ પછી તેમને પાછી લાવવાનો ખર્ચ તેમનો પરિવાર ઉઠાવી શકતો નહોતો. અથવા લાખો રૂપિયા આપ્યા પછી ભારત પાછા મોકલવામાં આવતાં હતાં. માનવ તસ્કરીનું ગ્રુપ સક્રિય હતું. ગ્રુપના તમામ લોકો જેલમાં છે. ગ્રુપનો લીડર દર મહિને સપ્લાય પર 25થી 30 હજાર રૂપિયા કમિશન આપતો હતો.

You cannot copy content of this page