Only Gujarat

National TOP STORIES

જાનની પરવા કર્યા વગર યુવતી એક્ટિવા પાછળ ખેંચાતી રહી, અંતે આ રીતે પકડાયો ચોર

જલંધરના કટડા વિસ્તારમાં રહેતી અંજલીની બહાદુરીની ચર્ચા થઈ રહી છે. તે ઘરેથી ક્લિનિક જઈ રહી હતી ત્યારે અચાનક એક એક્ટિવા સવાર લૂંટારાએ તેનો મોબાઇલ ઝૂંટવી લીધો હતો. આ પછી લૂંટારાનું એક્ટિવા છોકરીએ પકડી લીધું. લોહીલુહાણ થવાં છતાં તેણે એક્ટિવા છોડ્યું નહીં. તે એક્ટિવાને પકડીને તેને પાડવાનો પ્રયત્ન કરતી રહી હતી. જેને લીધે લૂંટારો એક્ટિવા પરથી બેલેન્સ ગુમાવીને સામે આવી રહેલા બીજા એક્ટિવા સાથે અથડાઈ ગયો હતો.

આ પછી ત્યાં હાજર લોકોએ બૂમાબૂમ સાંભળીને લૂંટારાને પકડીને પોલીસને સોંપી દીધો હતો. અંજલીને 7 જગ્યા પર ઈજા થઈ છે. પોલીસે આરોપી સામે ફરિયાદ નોંધી છે. કટડા મોહલ્લાની શેરી નંબર 1માં રહેતી અંજલીએ જણાવ્યું કે, ‘‘ રવિવાર સવારે હું દરરોજની જેમ ઘરેથી નીકળીને ક્લિનિક જઈ રહી હતી. સવારે લગભગ 9 વાગ્યાનો સમય હતો. હું કુટિયા રોડ પર પહોંચી અને થોડું મોડું થવાને લીધે મેં ટાઇમ જોવા માટે મોબાઇલ કાઢ્યો હતો.

હું ટાઇમ જોતી હતી ત્યારે અચાનક નંબર પ્લેટ વગરના એક્ટિવા પર યુવક આવ્યો. મારી પાસે આવી તેણે એક્ટિવા સ્લો કરી દીધું અને મોબાઇલ ઝૂંટવીને ભાગવા લાગ્યો હતો. મેં મોબાઇલ બચાવવા માટે ઘણાં પ્રયત્ન કર્યા પણ બચાવી શકી નહીં. આ પછી તે ભાગવા લાગતાં મેં પાછળથી તેનું એક્ટિવા પકડી લીધું હતું. હું એક્ટિવા સાથે ઘસડાતી રહી હતી અને તેનું એક્ટિવા સામેથી આવતાં બીજા એક્ટિવા સાથે અથડાઈ ગયું હતું. જેને લીધે તે નીચે પડી ગયો હતો.

ઘસડાવવાથી ઘણી ઈજા થઈ હતી પણ હું તેના પાછળ પડી ગઈ હતી. કેટલાય લોકોને બૂમ પાડીને કહ્યું પણ કોઈ આવ્યું નહીં. જોકે, તે પડી જતાં કેટલાક દુકાનદારો દોડીને આવ્યા અને લૂંટારાને પકડી લીધો. પોલીસ સ્ટેશન 5ના ASI બલવિંદર સિંહે કહ્યું કે, ‘‘ આરોપી અમનદીપ ઉર્ફે સૌરવ નિવાસી વસ્તી દાનિશ મંદાની ધરપકડ કરી લેવામાં આવી છે. તેના વિરુદ્ધ IPCની કલમ 379B, 511 અને 323 અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે.

ઘટનામાં ઉપયોગ કરાયેલાં નંબર વગરના એક્ટિવા તેનું પોતાની છે કે, ચોરીનું તેની તપાસ ચાલી રહી છે. આરોપીનો અત્યારસુધી કોઈ ક્રિમિનલ રેકોર્ડ મળ્યો નથી. છતાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. ’’

You cannot copy content of this page