Only Gujarat

National TOP STORIES

આકસ્મિક રીતે જ બની ગઈ હતી વિયાગ્રાની દવા, હવે કંપનીએ બનાવી કોરોનાની રસી

ફાઈઝર અને બાયોએનટેક નામની કંપનીને કોરોનાની રસી બનાવવાની મંજૂરી મળી ગઈ છે. આ કંપનીએ જાહેરાત કરી હતી કે તેઓ લેબમાં કોરોનાની એવી રસી બનાવવામાં સફળ થયા છે જે વાયરસ સામે 96 ટકા અસરકારક છે. કોરોનાની રસીના 22 વર્ષ પહેલા ફાઈઝર કંપની સમાચારોમાં આવી હતી. જ્યારે આ કંપનીએ અજાણતા વિયાગ્રાની શોધ કરી હતી.

ઈરેક્ટાઈલ ડિસફંક્શન એટલે કે નપુંસકતાથી પિડાતા લોકો માટે વિયાગ્રા ખૂબ જ અસરકારક દવા સાબિત થઈ છે. છેલ્લા 22 વર્ષમાં આ દવાનો કરોડો લોકો ઉપયોગ કરી ચુક્યા છે. ભારત, કનાડા, અમેરિકામાં તેનો ઉપયોગ થયા છે. તેની શોધ પણ રસપ્રદ રહી છે.

વિયાગ્રામાં સિલ્ડેનાફિલ નામનું કંપાઉંડ હોય છે. જેને હાઈ બ્લડ પ્રેશર અને દિલની બીમારીના કારણે થતા છાતીમાં દુખાવાની સારવાર માટે ડેવલપ કરવામાં આવ્યું હતું. જાનવરોમાં આ કંપાઉંડ એક ખાસ પ્રકારને પ્રોટીન પીડીઈ-5ને બ્લૉક કરી રહ્યું હતું જેનાથી દિલની રક્તવાહિનીઓને વધારવામાં સફળ થયું અને તેની કોઈ આડઅસર નહોતી.

જે બાદ ફાઈઝરે દિલ સાથે જોડાયેલી સમસ્યા અને હાઈ બીપીની સારવાર માટે આ ડ્રગના ટ્રાયલ્સ 1900ના શરૂઆતના સમયમાં શરૂ કર્યા. એ દરમિયાન જૉન લા મૈટિના ફાઈઝરની રિસર્ચ અને ડેવલપમેન્ટ ટીમના હેડ હતા. તેણે જણાવ્યું હતું કે એક નર્સ ટ્રાયલ દરમિયાન ધ્યાનથી દર્દીઓને નોટિસ કરી રહી હતી કે આ દર્દી ટ્રાયલ દરમિયાન પેટના બળે સુતા હતા, ખૂબ જ અનકંફર્ટેબલ ફીલ કરી રહ્યા હતા અને શરમાતા હતા.

આ નર્સે તેની જાણકારી ડૉક્ટર્સને આપી. જે બાદ એ અહેસાસ થયો કે દિલની બીમારી અને બીપી કરતા વધારે આ દવા નપુંસકતાની સામે લડવામાં સફળ થઈ રહી હતી. જે બાદ 1998માં આ દવાને અમેરિકાની એફડીએએ નપુંસકતા માટે માન્યતા આપી અને આજે તે સૌથી લોકપ્રિય દવાઓમાંથી એક છે.

આ નર્સની સતર્કતાના કારણે જ વિયાગ્રાની શોધ થઈ શકી હતી. જો કે એવું પહેલીવાર નથી થયું કે રિસર્ચર્સ અને ડૉક્ટર્સ કોઈ બીજા હેતુથી ટ્રાયલ્સ કરતા હોય પરંતુ ડ્રગ કોઈ બીજી વસ્તુ માટે કારગર સાબિત થાય.

વર્ષ 1943માં ડૉક્ટર એલ્બર્ટ હૉફમેન શ્વાસ લેવા સંબંધી કોઈ દવાની શોધ કરી રહ્યા હતા પરંતુ તેમણે ભૂલથી એલએસડીની શોધ કરી હતી. તેણે ભૂલથી આ ડ્રગને થોડી ટેસ્ટ કરી અને પછી તે પોતાની સાયકલ પર ઘરે જઈ રહ્યા હતા

ત્યારે તેમને હૈલુશિનેશન્સ અને સામાન્ય દુનિયાથી અલગ અલૌકિક ચેતનાનો અનુભવ થયો. આ ડ્રગે આગળ ચાલીને પશ્ચિમી દેશોમાં કાઉન્ટર કલ્ટર મૂવમેન્ટ, યૂથ મૂવમેન્ટ અને સાઈકેડેલિક કલ્ચરનો પાયો નાંખ્યો.

You cannot copy content of this page