Only Gujarat

FEATURED National

ઋષિકેશથી 20 દેશોમાંથી પસાર થઈ લંડન પહોંચશે આ બસ, જાણો કેટલા દિવસની છે આ મુસાફરી

ભારતીય રેસલર લાભાંશુ શર્માએ ઋષિકેશથી લંડન બસની યાત્રાને લઈને યોજના બનાવી છે. વિશ્વ પર્યટન દિન નિમિત્તે તેમણે જણાવ્યું હતું કે 75 દિવસની આ યાત્રા દરમિયાન 20 દેશોની મુલાકાત લેવામાં આવશે. એનએનઆઈના રિપોર્ટ અનુસાર, જૂન 2021થી શરૂ થઈ શકનારી આ ‘અતુલ્ય બસ યાત્રા’ નો ભાગ ફક્ત 20 મુસાફરો જ થઈ શકશે.

પ્રખ્યાત કુસ્તી ખેલાડી લાભાંશુ શર્માએ એએનઆઈને જણાવ્યું છે કે તે ઋષિકેશથી લંડન વચ્ચે વિશ્વની સૌથી લાંબી બસ મુસાફરીનું આયોજન કરવા જઈ રહ્યા છે. તેનું નામ ‘અતુલ્ય યાત્રા’ રાખવામાં આવ્યું છે. આ દરમિયાન, મુસાફરો 21,000 કિલોમીટરની અંતરની મુસાફરી દરમિયાન 20 અન્ય દેશોની મુસાફરી કરશે. આ પ્રવાસ ઉત્તરાખંડના ઋષિકેશથી શરૂ થશે અને લંડનમાં સમાપ્ત થશે.

20 દેશોની મુસાફરી
આ યાત્રા ઋષિકેશના રસ્તાથી થઈને ઇમ્ફાલ થઈને મ્યાનમારમાં પ્રવેશ કરશે. આ પછી થાઇલેન્ડ, લાઓસ, ચીન, કિર્ગિઝ્સ્તાન, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન પહોંચશે. આ પછી, યુરોપિયન દેશો રશિયા, લાતવિયા, લિથુઆનીયા, પોલેન્ડ, ચેક રિપબ્લિક, ઓસ્ટ્રિયા, જર્મની, સ્વિટ્ઝર્લેન્ડ, ફ્રાન્સ થઈને ઇંગ્લેન્ડ પહોંચશે. આ યાત્રા અહીં રોકાશે નહીં. આ ઉપરાંત મુસાફરો વેલ્સ અને સ્કોટલેન્ડની પણ મજા લઇ શકશે.

પહેલાં પણ કરી છે કમાલ
આ પ્રવાસનો મુખ્ય હેતુ ભારતીય સંસ્કૃતિનો ફેલાવો છે. અહેવાલ મુજબ, પહેલાં પણ લાભાંશુ આંતરરાષ્ટ્રીય સડક માર્ગ દ્વારા 32 દેશોમાં શાંતિ યાત્રા કાઢી ચૂક્યા છે. લાભાંશુ શર્મા અને તેના ભાઇ વિશાલ શર્માએ તાજેતરમાં જ વિશ્વ શાંતિ યાત્રાના ભાગ રૂપે હિંદુસ્તાનથી લંડન સુધીની સડક માર્ગ દ્વારા પૂર્ણ કરી છે.

પર્યટન ઉદ્યોગને પ્રોત્સાહન
આ યાત્રા દરમિયાન, દરેક પર્યટક સ્થળોએ એક પ્રેઝેન્ટેશન બતાવવામાં આવશે અને ભારતના પર્યટનને પ્રોત્સાહન આપવા ભારતના મહત્વપૂર્ણ પર્યટન કેન્દ્રો વિશે માહિતી આપવામાં આવશે. જેથી વિદેશીઓ ભારતીય પ્રવાસના સ્થળો તરફ આકર્ષિત થઈ શકે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page