મની પ્લાન્ટથી ઘરને એવું સજાવ્યું કે તમે પણ જોતા જ બોલી ઉઠશો, ઘર હોય તો આવું

દરેકને પોતાનું ઘર શણગારવું પસંદ હોય છે, જો ઘરમાં છોડ વાવેલાં હોય, તો ઘરની સુંદરતા વધી જાય છે. છોડ ઘરમાં સારા લાગવાની સાથે વાતાવરણને પણ સારું બનાવી દે છે. આ સાથે જ રિસર્ચર એવું કહે છે કે, ઇન્ડોર પ્લાન્ટ્સ ઘરની હવાને પણ શુદ્ધ બનાવે છે. પણ ઘરમાં છોડ ઉગાડવા અને તેની સારસંભાળ રાખવી એ પણ એક આર્ટ છે. આમ ઘણી એવી બાબતો છે, જેના પર ધ્યાન રાખી પોતાના ઘરની અંદર હરિયાળી લાવી શકાય છે.

લખનઉની અંકિતા રાયે આવા જ એક ઘરમાં રહે છે. જેમાં તેમણે ઘણાં ઇન્ડોર અને આઉટડોર પ્લાન્ટ લગાવ્યા છે. અંકિતાનું કહેવું છે કે, ‘ પ્રકૃતિમાં ઇન્ડોર પ્લાન્ટ્સ જેવી કોઈ વસ્તુ નથી, છોડ પ્રાકૃતિક રીતે ખુલી જગ્યામાં અને ઘરની બહાર ઉગે છે. પણ કેટલાક છોડ એવા છે, જે કોઈ ઝાડની નીચે ઉગી જાય છે અને તેને વધવા માટે વધારે પ્રમાણમાં સૂર્યના પ્રકાશની જરૂર હોતી નથી. એવા છોડને આપણે સરળતાથી ઘરમાં ઉગાડી શકીએ છીએ. ધરમાં મની પ્લાન્ટ લગાડવું એ સૌથઈ સારું ઉદાહરણ છે. ‘

અંકિતાના ઘરમાં દીવાલ, બેડરૂમ અને ઘરની સીડીઓ પર છોડ ઉગાડેલાં છે. અંકિતા છેલ્લા ત્રણ વર્ષથી ઇન્ડોર ગાર્ડનિંગ કરી રહી છે અને ઘરમાં મની પ્લાન્ટ લગાવી રહી છે. અંકિતાએ જણાવ્યું કે, ‘ છોડથી ઘરને શણગારવું તે સૌથી સરળ અને સસ્તી રીત છે. સાથે જ આ તમારા ઘરની સુંદરતા પણ વધારે છે. ‘

કેવી રીતે બનાવ્યું આટલું સુંદર ઘર
અંકિતા હંમેશાથી જ ઘર અને આર્ટ એન્ડ ક્રાફ્ટની શોખીન છે. તેમણે જણાવ્યું કે, બાળપણમાં ઘરમાં તકિયાને કેવા કવર લગાવવા છે. તે વાત પણ હું નક્કી કરતી હતી. તેમણે લગ્ન પછી લગભગ 6 વર્ષ સુધી હેન્ડમેડ જ્વેલરીનો બિઝનેસ પણ કર્યપો હતો. પણ, 2017માં પોતાના દિકરા મિરાંશના જન્મ પછી ગાર્ડનિંગ પ્રત્યે તેમની રુચી ઘણી વધી ગઈ હતી. તેમણે વધુમાં જણાવ્યું કે, ‘ મિરાંશના પહેલાં જન્મ દિવસે આવેલાં મહેમાનને અમે ગિફ્ટ તરીકે છોડ આપ્યા હતાં. આ માટે અમે ખુદ લગભગ 100 છોડના કુંડા તૈયાર કર્યાં હતાં. ‘

અંકિતાએ વધુમાં એમ પણ જણાવ્યું કે, ‘ હું મારી દીદી પાસેથી છોડ ઉગાડવાનું શીખી અને પોતાના દીકરાને શીખવાડી રહી છું. જે વાત મને સારી લાગી, તે હતી કે મિરાંશેને પણ છોડ ઉગાડવાનું પસંદ છે. જ્યારે પણ હું ગાર્ડનિંગ કરું છું, ત્યારે તે મારી સાથે રહે છે. અંકિતાએ સૌથઈ પહેલાં ઘરમાં મની પ્લાન્ટ ઉગાડવાની શરૂઆત કરી હતી. ‘

આજે તેમના ઘરમાં તમને 60થી 70 પ્રકારના મની પ્લાન્ટના છોડ જોવા મળશે. જે તેમણે અલગ-અલગ જગ્યા પર ઉગાડ્યા છે. કેટલાક હેંગિંગ પોટ્સમાં છે તો કેટલાક ઘરની અંદરના રૂમમાં લગાડેલાં છે. તેમનું કહેવું છે કે, ‘ આ સરળ રીતે લાગી જાય છે અને દેખાવમાં સુંદર છે. એટલે હું ઘરમાં મની પ્લાન્ટ લગાડવાનું પસંદ કરું છું. આ ઉપરાંત તેમણે ફિલોડેંડ્રોન, સિંગોનિયમ, મોન્સ્ટેરા સહિતાના છોડ લગાડવાનું પસંદ છે. ‘

હોમ ડેકોર કલાએ બનાવ્યા ફેમસ
અંકિતા કહે છએ કે, ‘ મેં માર્ચ 2019માં પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર છોડ અને ઘરના કેટલાક ફોટો અપલોડ કરવાનું શરૂ કર્યું હતું. લોકોને મારા ઘરનું ડેકોર ખૂબ જ પસંદ આ્વ્યું હતું. લોકો મારા ઘરમાં લગાડવામાં આવેલાં છોડના વખાણ કરતાં હતાં. ખાસ તો મારા ઘરમાં મની પ્લાન્ચ અને મારા બેડરૂમનું ડેકોર ખૂબ જ પસંદ હતું. ‘

‘ ઇન્ટસ્ટાગ્રામમાં ધીમે-ધીમે ઘણાં લોકો જોડાયા હતાં. માત્ર એક વર્ષ પછી જ તેમણે ઓનલાઇન શૉપિંગ પ્લેટફોર્મ Myntraની પ્રોડક્ટનું કેમ્પેનિંગ કરવાની તક મળી. આ પછી તેમણે Pepperfry, Amazon, Flipkart સહિતની મોટી બ્રાન્ડની પ્રોડ્કટનું કેમ્પેનિંગ કર્યું છે. અંકિતા કહે છે કે, મેં ક્યારેય વિચાર્યું નહોતું કે, મારા આ શોખથી મને રૂપિયા પણ મળશે, તે હવે ઓનલાઇન વર્કશોપ પણ કરે છે. જેમાં લોકોને તે પ્લાન્ટ કેવી રીતે રાખવા તે અંગે જણાવે છે. ‘

ઇન્ડોર ગાર્ડન સાથે જોડાયેલી જરૂરી વાત, કેવી રીતે રાખવું ઇન્ડોર પ્લાન્ટ્સનું ધ્યાન
અંકિતાએ જણાવ્યું કે, ‘ છોડ સાથે જોડાયેલી સૌથી જરૂરી વસ્તુ છે સૂર્ય પ્રકાશ, પાણી. જેનું સારી રીતે ધ્યાન રાખવામાં આવે તો, છોડ ઉગાડવા સરળ થઈ જાય છે. ઇન્ડોર પ્લાન્ટ્સ લગાવ્યા પહેલાં આ વાતોનું ધ્યાન રાખવું. પોતાના ઘરમાં એવી જગ્યાએ છોડ રાખવા જોય ઓછામાં ઓછી પાંચ મિનિટ સુધી સૂર્યનો પ્રકાશ આવતો હોય. આ માટે બારી પાસે અથવા ઘરની સીડીનો ઉપયોગ કરી શકાય છે.

છોડમાં પાણી નાખવાનો કોઈ યોગ્ય સમય નથી, તમે જરૂરિયાત મુજબ છોડને પાણી આપી શકો છો. જ્યારે માટી સુકાઈ જાય ત્યારે પણ પાણી નાખવું. વધારે પાણીથી છોડ કરમાઈ જાય છે. છોડના વિકાસ માટે 50 ટકા કોકો પિટ, 50 ટકા માટી સાથએ ઓર્ગેનિક કમ્પોસ્ટનું પોર્ટિંગ મિક્સ કરી ઉપયોગ કરી શકાય છે. તો આ વાતનું પણ પુરુ ધ્યાન રાખવું કે, કુંડાની માટીમાં એર સ્પેસ હોય. આ સાથે જ સ્થાનિક માટીનો પણ પ્રયોગ કરી શકાય છે.

‘ ફર્ને સહિતના કેટલાક છોડ, ઝરણા, નદી અથવા તળાવ જેવી નરમ જગ્યામાં ઉગે છે. આવા છોડને નરમ જગ્યાની જરૂર હોય છે. એટલે તમે પણ પોતાની સ્પ્રે બોતલનો ઉપયોગ કરી શકો છો એને દિવસમાં એક બે વાર તેનાથી પાણીનો છંટકાવ કરી શકો છો. જેનાથી છોડના પાન નરમ મળે છે. ધ્યાન રાખવું કે પાણી માટી સુધી ના પહોંચે. છોડને ખરીદતી વખતે જાણી લેવું કે કયા છોડને કેટલા સૂર્ય પ્રકાશની જરૂર હોય છે. તે મુજબ છોડ ઘરમાં રાખવા. ‘

આ ઉપરાંત અંકિતાએ એમ પણ જણાવ્યું કે,’ જો તમે એક વાત બે-ત્રણ છોડ સાથે ઉગાડો તો તે સારી રીતે વધે છે. તેનાથી પણ છોડ નરમ રહેવામાં મદદ મળે છે.’

You cannot copy content of this page