Only Gujarat

FEATURED National

આ તસવીરો જોઈને તમે દૂધ પીવાનું કરી દેશો બંધ, જોઈને કહેશો કે આવું તો કોઈ કરતું હશે

શું તમે પણ ઘરે દૂધનાં પેકેટ લાવીને તેનો ઉપયોગ કરો છો? જો હા, તો તમે આ સમાચાર પછી કદાચ એવું નહીં કરો. તુર્કીની દૂધની ફેક્ટરીમાંથી એક ઘૃણાસ્પદ વિડિઓ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેને જોઈને તમે ચોંકી જશો અને કદાચ આ દૂધનાં આ પેકેટ આગળ નહીં ખરીદો. આ ફેક્ટરીમાં મજુરો દૂધથી ભરેલા ટબમાં નહાતા જોવા મળ્યા હતા. આ પછી, તેને જ પ્લાસ્ટિકમાં ભરીને અને બજારમાં મોકલવામાં આવ્યું હતુ. જો કે, વીડિયો વાયરલ થયા પછી ફેક્ટરીએ સ્પષ્ટતા કરી હતી કે, કંપનીને બદનામ કરવા માટે કામદારોએ વીડિયો વાયરલ કર્યો હતો. તે વાસ્તવમાં દૂધમાં નહીં પણ સર્ફ અને પાણીથી નાહી રહ્યો હતો. ટિકટોક પર અપલોડ થયેલા આ વિડિઓને અત્યાર સુધીમાં લાખો લોકો જોઇ ચૂક્યા છે.

આ વીડિયો તુર્કીના સેન્ટ્રલ એન્ટોલીયન પ્રાંતના કોન્યામાં બનાવવામાં આવ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ દૂધથી ભરેલા ટબમાં નહાતો જોવા મળી રહ્યો છે. આ માણસે એક વીડિયો બનાવ્યો અને તેને તેના ટિકટોક પર શેર કર્યો.

વીડિયોના આધારે વ્યક્તિની ઓળખ કરવામાં આવી હતી. તેનું નામ એમરે સાયર છે. પોલીસે તેની ધરપકડ પણ કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, એમરેએ આ પ્રેંક ફેક્ટરીનું નામ બદનામ કરવા માટે કર્યુ હતુ.

ફૂટેજમાં, ટિકટોક યુઝર્સ ઉગુર તુર્ગુત અને સાયર (Ugar Turgut, Sayar) ફેક્ટરીના પ્રોસેસિંગ રૂમમાં જોવા મળ્યા હતા. તેમણે ટબમાં દૂધ જેવું કોઈ પ્રવાહી ભર્યુ અને તે તેનાથી પોતાના ચહેરાને ધોતો જોવા મળ્યો હતો.

વીડિયો વાયરલ થયા પછી સાયર અને તુર્ગુત બંનેની ધરપકડ કરવામાં આવી હતી. બંનેને અનહાઈજીન ફેલાવવા માટે ધરપકડ કરવામાં આવી છે. જણાવી દઈએ કે, પ્રોસેસિંગ રૂમ એ ફેક્ટરીનો એક ભાગ છે જ્યાંથી દૂધ પેક કરવામાં આવે છે અને દૂધને પેક કરીને આગળ મોકલવામાં આવે છે.

વીડિયો વાયરલ થયા પછી ફેક્ટરીએ તેની પર ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, બંને જ્યાં નહાતા હતા તે ટબમાં દૂધ ન હતુ. તે વાસ્તવમાં સર્ફ અને પાણીનું મિશ્રણ હતું જે વિડિઓમાં દૂધ જેવું લાગે છે.

પોલીસે પણ આ વાતની પુષ્ટિ કરી કે, આ વીડિયો કંપનીને બદનામ કરવા માટે બનાવવામાં આવ્યો હતો. અલી ઈરગિન, જે કોન્યાનાં Directorate of Agriculture and Forestryના હેડ છે, તેમણે જણાવ્યું હતું કે કેસની તપાસ નહીં ચાલે ત્યાં સુધી ફેક્ટરી બંધ કરી દેવામાં આવી છે.

આ પહેલી ઘટના નથી જ્યારે કોઈ કારખાનાના કામદારોએ આવી પ્રવૃત્તિઓ કરીને કારખાનાનું નામ ખરાબ કરવાનો પ્રયાસ કર્યો હોય. અગાઉ એક વીડિયો ઇક્વાડોરથી સામે આવ્યો હતો, જ્યારે ફેકટરીમાં બનતી બ્રેડમાં મજુરે તેના નાકની ગંદકી મિક્સ કરી હતી. ઇક્વાડોરમાં, મજદુરના આ કૃત્યને આતંકી પ્રવૃત્તિ ગણાવીને ધરપકડ કરવામાં આવી હતી અને તેની સજા પણ આતંકવાદી અધિનિયમ હેઠળ આપવામાં આવી હતી.

You cannot copy content of this page