Only Gujarat

FEATURED National

પ્રેમમાં પાગલ બનેલી યુવતીએ કર્યો એવો ડ્રામા કે પોલીસને નાકે આવી ગયો દમ

ઈન્દોરના પરદેશીપુરા વિસ્તારમાં હાઇ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. અહીં સગીર છોકરા સાથે લગ્ન કરવાની જીદ પર તેની ગર્લફ્રેન્ડ હોર્ડિંગના થાંભલા ઉપર ચડી હતી. લગ્ન ન થવા પર કૂદીને જીવ આપવાની ધમકી આપવા લાગી હતી. યુવતીને થાંભલા પર ચડેલી જોઈને લોકોના ટોળા સ્થળ પર એકઠા થયા હતા. લગભગ 45 મિનિટની સખત મહેનત બાદ પોલીસે યુવતીને સમજાવીને નીચે ઉતારી. જે બાદ તેનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યુ અને પરિવારના લોકો સાથે ઘરે પરત મોકલી દેવાઈ હતી.

છોકરીને થાંભલા ઉપર ચડેલી જોઈને ઘટનાસ્થળે લોકોની ભીડ જામી ગઈ હતી. લગભગ 45 મિનીટની સખત મહેનત બાદ પોલીસે સમજાવીને છોકરીને નીચે ઉતારી હતી. જે બાદ તેનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યુ હતુ અને ઘરના લોકોની સાથે પાછી મોકલી દેવામાં આવી હતી.

આ મામલો ઇન્દોરના પરદેશીપુરા પુલ પાસેનો છે. યુવતી અહીં એક જાહેરાતના હોર્ડિંગ ઉપર ચડી ગઈ હતી. યુવતીએ કહ્યું કે, જો તેના પ્રેમી સાથે લગ્ન નહીં કરે તો તે કૂદીને મરી જશે. તેની માતા બીજે લગ્ન કરાવવા માંગે છે. જ્યારે પસાર થતા લોકોએ આ દૃશ્ય જોયું ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા.

માહિતી મળતા પરદેશીપુરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અશોક પાટીદાર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. લગભગ 45 મિનિટ સુધી ચાલેલા આ હાઇ વોલ્ટેજ ડ્રામા પછી, છોકરીને હોર્ડિંગના થાંભલા પરથી નીચે ઉતારી હતી. જે બાદ પોલીસ યુવતીને લઇને પોલીસ સ્ટેશન પહોંચી હતી.

છોકરીના પરિવારના સભ્યોને પણ અહીં બોલાવવામાં આવ્યા હતા. આ દરમિયાન યુવતીનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યુ હતું. પરદેશીપુરા પોલીસ મથકના પ્રમુખ અશોક પાટીદારએ જણાવ્યું કે યુવતીની ઉંમર 18 વર્ષ છે.

તે સગીર છોકરાને પ્રેમ કરે છે અને તેની સાથે લગ્ન કરવાની જીદ પર અડગ હતી. તેમણે કહ્યું કે ઘરના લોકો તેના બીજે ક્યાંક લગ્ન કરવવા માગે છે. યુવતીને સમજાવી તેના પરિવારના સભ્યોને સોંપવામાં આવી છે.

You cannot copy content of this page