Only Gujarat

National

હરભજને હિમાયલ દેખાયાની તસવીર શું શેર કરી, લોકોએ માથું ફરી જાય તેવા કર્યા ફન્ની દાવાઓ

અમદાવાદ: દુનિયાભરમાં લોકો કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત થયા છે. અત્યારસુધીમાં આ જીવલેણ વાયરસે અંદાજે 18 લાખ લોકોને ઝપેટમાં લીધા છે. જ્યારે એક લાખથી વધુ લોકોનું મૃત્યુ થયું છે. ભારતમાં પણ ઝડપથી આ વાયરસ ફેલાઇ રહ્યો છે. ગતમહિને દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. દુનિયાના અનેક દેશ છે જ્યાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. એવામાં રસ્તાઓ સુમસામ બન્યા છે લોકો ઘરમાં કેદ છે. વાહનો અને ફેક્ટરીઓ બંધ થતા પ્રદુષણનું લેવલ નોંધપાત્ર રીતે ઘટી ગયું છે. ભારતમાં ક્રિકેટર હરભજન સિંહે પોતાના ઘરની છતથી હિમાલય દેખાવાની તસવીર શરે કરી હતી. ત્યારબાદ પ્રદુષણ ઘટવાને કારણે લોકોને શું શું દેખાવા લાગ્યું તે દેખાડવા સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો. એક શખ્સે સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી, જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સ્ટેચ્યુ ઓફ લિબર્ટી દેખાવાનો દાવો કર્યો.

કોઇએ નોએડાથી બૂર્જ ખલીફા પણ દેખાવા લાગી હોવાનું દાવો કર્યો. આ તસવીર ખુબ જ શેર કરવામાં આવી.

ઝારખંડથી બેંકોકનો નજારો કંઇ આવો દેખાયો. લોકડાઉનમાં ઘરમાં બેઠેલા લોકો કંઇક આવી રીતે પોતાની ક્રિએટિવિટી દેખાડી રહ્યાં છે.

એક યુઝર્સને તો સુદ્ધ હવામાં ભગવાન જ નજર આવવા લાગ્યા.

આ મહાશયે તો ચેન્નઇથી હિમાલય નજર આવવા લાગી. લોકો આ સીરીઝમાં એક બાદ એક વસ્તુ જોડી રહ્યાં છે.

એક શખ્સે ઇંદોરથી એફિલ ટાવર જોતા તેની તસવીર પણ શેર કરી.

આ શખ્સ તો સૌથી આગળ નીકળ્યો. તેણે તો પોતાના ઘરની બારીમાંથી ઇન્ડિયન સ્પેસ સ્ટેશન જ દેખાઇ રહ્યું હોવાનો દાવો કર્યો અને તેની તસવીર પણ શેર કરી.

You cannot copy content of this page