Only Gujarat

Bollywood

અનુષ્કા અને સાક્ષી વચ્ચે છે ખૂબ જ જૂનું કનેક્શન, તસવીર જોઈને તમે જ કહેશો- ‘વાત તો સાચી છે’

મુંબઈ: મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી ક્રિકેટની દુનિયાના બે મોટા નામ છે. બંને એક ખાસ બૉન્ડ શેર કરે છે અને ઘણી વાર બંનેને લઈને અલગ અલગ ખબરો પણ સામે આવતી રહે છે. પરંતુ શું તમે જાણો છો કે માત્ર ધોની અને કોહલી જ નહીં પરંતુ, આ બંને ખેલાડીઓની પત્નીઓ વચ્ચે પણ એક ખાસ કનેક્શન છે.

ધોનીની પત્ની સાક્ષી ધોની અને વિરાટ કોહલની પત્ની અનુષ્કા શર્મા કેટલાક સમય સુધી એક જ શાળામાં અભ્યાસ કર્યો હતો. જણાવી દઈએ કે અનુષ્કાના પિતા ભારતીય સેનાના અધિકારી હતા, એવામાં અનુષ્કાને પોતાના પરિવાર સાથે અલગ અલગ જગ્યા પર રહેવું પડતું હતું.

આ વચ્ચે જ્યારે અનુષ્કા શર્માના પિતાનું પોસ્ટિંગ અસમમાં થયું તો ત્યાંની સેન્ટ મેરી સ્કૂલમાં અનુષ્કાએ અભ્યાસ કર્યો હતો. એ શાળામાં એક વખતે સાક્ષી પણ ભણતી હતી. સોશિયલ મીડિયા પર અનેક એવી તસવીરો છે જેમાં અનુષ્કા અને સાક્ષી એક સાથે નજર આવી રહી છે.

વર્ષ 2013માં અનુષ્કા શર્માએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘સાક્ષી અને અસમમાં એક નાનકડા શહેરમાં સાથે રહેતા હતા. જ્યારે તેણે મને જણાવ્યું કે તે ક્યા રહે છે, મે કહ્યું વાહ, હું પણ ત્યાં રહું છું. તેમણે કહ્યું કે હું આ શાળામાં ભણતી હતી, મેં કહ્યું હું પણ એ જ સ્કૂલમાં જાતી હતી.’

વાત અનુષ્કાની કરીએ તો તે છેલ્લે ફિલ્મ ઝીરોમાં નજર આવી હતી. ફિલ્મમાં અનુષ્કાની સાથે કેટરીના કૈફ અને શાહરુખ ખાન મુખ્ય ભૂમિકામાં હતા. અનુષ્કાએ ફિલ્મ રબ ને બના દી જોડીથી ડેબ્યૂ કર્યું હતું.

You cannot copy content of this page