Only Gujarat

Bollywood National

સુશાંતના મોત બાદ બોલિવૂડના સ્ટાર્સની ઈમેજને લાગ્યો ધક્કો, લોકો કરી રહ્યા છે થૂ થૂ

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાએ બોલીવુડ પર અનેક સવાલો ઉભા કર્યા છે. કંગના રનૌતના નેપોટીઝમના નિવેદન બાદ કરણ જોહર, સલમાન ખાન, આલિયા ભટ્ટ જેવા બી ટાઉન સ્ટાર્સ સવાલોના ઘેરામાં છે. સુશાંત સિંહ રાજપૂતને ઈન્ડસ્ટ્રીમાંથી બહાર ફેંકી દેવાથી લઈને તેની પાસેથી ઘણી ફિલ્મો છીનવી લેવાના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે. આ સમગ્ર પ્રકરણમાં જેટલાં પણ લોકોનાં નામ સામે આવી રહ્યા છે. તે બધાનાં ફૅન ફોલોઈંગ સતત ઘટી રહી છે.

નેપોટિઝમના આરોપોનો સામનો કરી રહેલા સેલેબ્સના ફોલોઅર્સમાં ઘટાડો
ફિલ્મીજ્ઞાન વેબસાઇટ નેપોટીઝમના આરોપોનો સામનો કરી રહેલાં સેલેબ્સ અને સ્ટાર કિડ્સને સુશાંતની મોતનાં બીજા દિવસથી ફોલો કરી રહી છે. ત્યારથી લઈને, 18 જૂનથી આ બધાના ઇન્સ્ટાગ્રામ ફોલઅર્સની સંખ્યામાં ઘટાડો થયો છે. જેને દરરોજ અપડેટ કરવામાં આવી રહ્યું છે.

કંગનાએ કહ્યું હતું- નેપોટીઝમને કારણે કર્યો આપઘાત
સુશાંત સિંહના મોત બાદ કંગનાએ કરણ જોહર પર નિશાન સાધતા એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે કરણ માત્ર સ્ટાર કિડ્સને જ પ્રમોટ કરે છે. તેઓ નાના શહેરોમાંથી આવતા અને ગોડફાધર વગર બોલીવુડમાં પોતાની જગ્યા બનાવનારા સ્ટાર્સને તે ટકવા દેતા નથી. કંગનાની આ ફ્રેંકનેસ લોકોને પસંદ આવી રહી છે. જેને કારણે તેનાં ઈન્સ્ટાગ્રામ પેજ પર છેલ્લાં ચાર દિવસમાં ફોલોઅર્સમાં વધારો થયો છે. 14 જૂને કંગનાના 2 કરોડ 25 લાખ 9 હજાર 715 ફોલોઅર્સ હતા, જે 18 જૂન સુધીમાં વધીને 4 કરોડ, 23 લાખથી વધુ થઈ ગયા છે.

અનન્યા પાંડેનાં ફોલોઅર્સ
અનન્યા પાંડે તો ઇન્ડસ્ટ્રીમાં પોતાના સંઘર્ષના નિવેદન પર ટ્રોલ થતી રહે છે. આવી સ્થિતિમાં, તેમના પર સતત નેપ્ટિઝમના નામે ફિલ્મો અને મોટા પ્રોજેક્ટ્સ લેવાનો આરોપ પણ લાગ્યો છે. 18 જૂન સુધીમાં, અનન્યાના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ કુલ 1 કરોડ 22 લાખ 64 હજાર 374 જેટલા હતા, જે બે દિવસ પહેલા 16 જૂન સુધી 1 કરોડ 23 લાખથી વધુ હતા.

આલિયા ભટ્ટનાં ફોલોઅર્સ
સુશાતંની આત્મહત્યા બાદ આલિયા ભટ્ટના પિતા મહેશ ભટ્ટ અને કાકા મુકેશ ભટ્ટે પણ ચર્ચામાં રહ્યા હતા. લેખક સુહૃતાના નિવેદન અનુસાર, સુશાંત સડક 2 માં ભૂમિકા માટે ભટ્ટ કેમ્પમાં ગયો હતો, જે તેને મળ્યો ન હતો. જ્યારેકે, તેની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને પણ મહેશ દ્વારા સુશાંતથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી હતી. જો કે આલિયા પર પણ નેપોટીઝમ હેઠળ ફિલ્મો લેવાનો આરોપ છે. 18 જૂન સુધી આલિયાના ઇન્સ્ટા ફોલોઅર્સ માત્ર 4 કરોડ 77 લાખ 73 હજાર 986 રહ્યા, જે 14 જૂને 4 કરોડ 88 લાખથી વધુ હતા.

સોનમ કપૂરનાં ફોલોઅર્સ
સોનમ કપૂરે તે લોકો માટે એક પોસ્ટ કરી હતી જે સુશાંતના મોતનું કારણ રિયા ચક્રવર્તીને કહેતા હતા. આ સાથે કરણના શો પર તેનો એક વીડિયો પણ વાયરલ થયો છે, જેમાં તે સુશાંતનું નામ સાંભળીને આવી પ્રતિક્રિયા આપે છે, જાણે કે તેને ખબર પણ નથી. 18 જૂન સુધીમાં સોનમનાં 2 કરોડ 89 લાખ 42 હજાર 868 ફોલોઅર્સ રહી ગયા, જે 15 જૂને 2 કરોડ 92 લાખ 59 હજાર 496 હતા.

સલમાન ખાનનાં ફોલોઅર્સ
સલમાન ખાનના ફોલોઅર્સની સંખ્યા પણ આવી જ રીતે ઓછી થઈ. 18 જૂને રાતે 12 વાગ્યા સુધીમાં સલમાન ખાનના ઇન્સ્ટાગ્રામ પર કુલ ફોલોઅર્સ 3 કરોડ 37 લાખ 12 હજાર 616 થઈ ગયા છે. સુશાંતના મોત પછીના બીજા જ દિવસે એટલે કે 15 જૂને સલમાન ખાનના કુલ 3 કરોડ 40 લાખ 96 હજાર 466 અનુયાયીઓ હતા.

કરણ જોહરનાં ફોલોઅર્સ
સુશાંતના મૃત્યુના દિવસે એટલે કે 14 જૂન, કરણ જોહરના 1 કરોડ 10 લાખ 78 હજાર 990 ફોલોઅર્સ હતા. ચાર દિવસ પછી, 18 જૂને, તેમની સંખ્યા ઘટીને 10,65,5,765 પર આવી ગઈ. કરણના 4 લાખથી વધુ લોકોએ તેને અનફોલો કર્યો છે. આ સંખ્યા દર મિનિટે 50 ફોલોઅર્સ ઘટી રહી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page