Only Gujarat

Bollywood FEATURED

નાગાર્જુનની વહુએ વ્હાઈટ બિકીનીમાં લગાવી આગ, હોટનેસથી વધાર્યો પારો!

મુંબઈ: કોરોનાનો કહેર હજુ પણ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. આ ખતરનાક વાયરસની ઝપેટમાં લોકો આવી રહ્યા છે. જો કે, સામાન્ય લોકોની જેમ બોલીવુડ સેલેબ્સ પણ ધીમે-ધીમે કામ પર પાછા ફરી રહ્યા છે. કેટલાક સેલેબ્સ જ્યાં પોતાની આગામી ફિલ્મોનું શૂટિંગ કરી રહ્યા છે ત્યાં જ કેટલાક સેલેબ્સ હાલમાં હોલિડે માણી રહ્યા છે. કોઈ ગોવા, કોઈ માલદિવ તો કોઈ દુબઈમાં રજાઓ માણી રહ્યું છે. આમ, તમને જણાવી દઈએ કે હાલમાં સેલેબ્સની સૌથી પસંદગીની જગ્યા માલદિવ છે. અહીં અનેક સેલેબ્સ વેકેશન એન્જૉય કરી રહ્યા છે. જેમાંથી એક છે સુપરસ્ટાર નાગાર્જુનના દીકરા વહૂ નાગા ચૈતન્યા અને સામંથા અક્કિનેની. સામંથા વેકેશન એન્જૉય કરવાની સાથે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. તે રોજ રજાઓ માણતી પોતાની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.

સામંથાએ કેટલાક કલાકો પહેલા જ ઈન્સ્ટાગ્રામ પર બિકિનીમાં ફોટો શેર કર્યા છે. તે સફેદ બિકિનીમાં નીલા સમુદ્રના કિનારે મોટી હેટ લગાવીને પોઝ આપતી નજર આવી રહી છે. તેમણે ફોટો શેર કરીને લખ્યું- તમે બ્રહ્રાંડ છો, થોડી વાર માટે ખુદને માનવીના રૂપમાં વ્યક્ત કરો છો.

માલદીવમાં મોંઘા અને રૉયલ રિસોર્ટ્સની કમી નથી. એવામાં સામંથા એક આલિશાન રિસોર્ટમાં રોકાયેલી છે. તે હાલ પોતાના પતિ સાથે જોઆલી માલદિવ્સમાં રજાઓનો આનંદ લઈ રહી છે.

તે જે રિસોર્ટમાં રોકાઈ છે તેના ફોટોસ ખૂબ જ શાનદાર છે. પ્રાઈવેટ બીચથી લઈને મોટા-મોટા સ્વિમિંગ પૂલ સુધી, આ રિસોર્ટમાં તમામ સુવિધા છે. પરંતુ, જેટલો આલિશાન આ રિસોર્ટ છે, તેના રૂમની કિંમત એટલી જ વધારે છે.

જો જોઆલી માલદિવ્સની પ્રાઈઝ તમે ટ્રાવેલ સાઈટ્સ પર ચેક કરશો તો તેના અનુસાર એક રૂમના દોઢ લાખથી વધુ પણ આપવા પડી શકે છે.

પ્રાઈવેટ બીચ પર ફરતા સામંથાના પતિ નાગા ચૈતન્ય. નાગા પણ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.

માલદિવ્સની હરીયાળીમાં સાયકલનો આનંદ લેતી સામંથા. સાઈકલ ચલાવતા સમયે તેણે પિંક ટૉપ, શૉર્ટ્સ અને હેટ પહેરી હતી.

પોતાના રૂમમાં આરામ કરી રહેલી સામંથા. આ દરમિયા તેણે વ્હાઈટ ગાઉન પહેર્યું હતું.

સમુદ્ર કિનારે ઉઠતી લહેરોને જોતી સામંથા. આ દરમિયાન તે વ્હાઈટ અને રેડ સ્ટ્રાઈપ્સ વાળી ડ્રેસમાં નજર આવી.

You cannot copy content of this page