Only Gujarat

Bollywood FEATURED

પાર્ટીમાં ‘સિંઘમ’ની દીકરી ન્યાસા લાગી રૂપરૂપનો અંબાર, પિતાથી દૂર અહીંયા દિવાળી

મુંબઈઃ બોલિવૂડ એક્ટર અજય દેવગન અને કાજોલની દીકરી ન્યાસા દેવગન અત્યારે ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર તેના ફોટો અને વીડિયો વાઇરલ થતાં રહે છે. બોલિવૂડમાં એન્ટ્રી કર્યાં પહેલાં ન્યાસાની ફેન ફોલોઇંગ પણ ખૂબ જ વધી ગઈ છે. હવે ન્યાસાના કેટલાક ફોટો સામે આવ્યાં છે. જેને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યાં છે. ન્યાસા પોતાની માતા કાજોલ સાથે હાલમાં સિંગાપોરમાં છે અને તેણે અહીંયા દિવાળી મનાવી હતી તો મુંબઈમાં અજય દેવગને દીકરા યુગ તથા બહેન નીલમ સાથે દિવાળી મનાવી હતી.

ન્યાસા દેવગનના આ ફોટો દિવાળી પાર્ટીના છે. જેમાં તે વ્હાઇટ લહેંગામાં જોવા મળી રહી છે. તેમણે હાથોમાં મહેંદી લગાવી છે. આ ફોટોમાં ન્યાસા ખૂબ જ સુંદર લાગી રહી છે. તેમનો ટ્રેડિશનલ લુક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

આ ઉપરાંત દિવાળી પાર્ટીનો એક વીડિયો પણ વાઇરલ થયો છે. જેમાં ન્યાસા પોતાની ફ્રેન્ડ્સ સાથે ડાન્સ પણ કરી રહી છે. ન્યાસાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર ફેન્સ કોમેન્ટ કરી ન્યાસાના ડાન્સના વખાણ કરી રહ્યાં છે. કેટલાક લોકો કહી રહ્યાં છે કે, ‘ન્યાસાને જલદી ફિલ્મોમાં એન્ટ્રી કરી લેવી જોઈએ.’

આ પહેલાં પણ ન્યાસા પોતાની ફ્રેન્ડ્સ સાથે ડાન્સ કરતી જોવા મળી હતી. તેમનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તે પોતાની ફ્રેન્ડ્સ સાથે ‘સ્ટેન્ડ બાય મી’ ગીત પર ડાન્સ કરી રહી હતી. ન્યાસા પોતાની માતા કાજોલ સાથે હાલમાં સિંગાપોરમાં છે અને તેણે અહીંયા દિવાળી મનાવી હતી તો મુંબઈમાં અજય દેવગને દીકરા યુગ તથા બહેન નીલમ સાથે દિવાળી મનાવી હતી

ઉલ્લેખનીય છે કે, ન્યાસા માત્ર 17 વર્ષની છે અને તે સિંગાપુરમાં સ્ટડી કરી રહી છે. કોરોના વાઇરસને લીધે તે સિંગાપુરમાં ફસાઈ ગઈ હતી. જોકે પછી તે પાછી મુંબઈ આવી ગઈ હતી. ન્યાસા અંગે ઘણીવાર લોકો અજય દેવગનને ડેબ્યુ અંગે સવાલ પૂછે છે. જેના પર અજય પહેલાં સ્ટડીની વાત કહે છે. ફિલ્મોમાં એન્ટ્રી કર્યાં પહેલાં ન્યાસા પોપ્યુલર થવા લાગી છે. તેમના ઘણાં ફેન્સ એકાઉન્ટ પણ બની ગયાં છે.

You cannot copy content of this page