Only Gujarat

Bollywood FEATURED

પ્રીટિ ઝિન્ટા વિદેશી વર સાથે કરી રહી છે મસ્તી, મળો ‘ડિમ્પલ ગર્લ’ના બે ભાઈઓને

મુંબઈઃ સોમવારે દેશભરમાં ભાઈબીજનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. આ ખાસ દિવસ ઘણાં ફિલ્મી સ્ટારે પોતાના ભાઈ-બહેન સાથે ઉજવ્યો હતો. ઘણાં સ્ટાર્સે સોશિયલ મીડિયા પર પોતાની બહેન અને ભાઈ સાથે ફોટો પણ શેર કર્યો હતો. બોલિવૂડની દિગ્ગજ એક્ટ્રસ પ્રીતિ ઝિન્ટાએ પણ તેના બંને ભાઈ સાથે ભાઈબીજનો તહેવાર ખાસ રીતે ઉજવ્યો અને તેના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યાં હતાં.

પ્રીતિ ઝિન્ટાને બે ભાઈ છે જેનું નામ મનીષ અને દીપાંકર છે. મનીષ પ્રીતિ ઝિન્ટા કરતાં નાનો છે જ્યારે દીપાંકર પ્રીતિ ઝિન્ટા અને મનીષ કરતાં સૌથી મોટો છે. ભાઈબીજના અવસરે પ્રીતિ ઝિન્ટાએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ભાઈ મનીષ અને દીપાંકર સાથેનો ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં બંને ભાઈ બહેન પ્રીતિ ઝિન્ટા સાથે જેવા મળી રહ્યાં છે.

આ ફોટોને શેર કરતાં પ્રીતિ ઝિન્ટાએ ખાસ પોસ્ટ લખી હતી. ફોટો શેર કરી પોસ્ટમાં લખ્યું હતું કે, ‘દરેક ભાઈ અને બહેનને ભાઈબીજની શુભેચ્છા. હું ખૂબ જ આભારી છું કે, હું મારા ભાઈ સાથે મોટી થઈ કેમ કે ક્યારેય એવી ક્ષણ આવી જ નહીં. ત્રણ કરતાં બે સારા છે.’ સોશિયલ મીડિયા પર પ્રીતિ ઝિન્ટાનો ફોટો અને પોસ્ટ વાઇરલ થઈ રહી છે. તેમના ફેન્સ પોસ્ટને ખૂબ જ પસંદ કરી રહ્યાં છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, પ્રીતિ ઝિન્ટાનો એક ભાઈ ભારતીય સેનામાં રહી દેશની સેવા કરી રહ્યો છે, જ્યારે બીજો ભાઈ કેલિફોર્નિયામાં બિઝનેસ કરી રહ્યો છે. પ્રીતિ ઝિન્ટાનો મોટો ભાઈ દીપાંકર ભારતીય સેનામાં કમિશ્નર છે. પ્રીતિ ઝિન્ટા તેના નાના ભાઈ મનીષ વિશે કહે છે, ‘તે બિઝનેસમાં નામ કમાઈ રહ્યો છે.’ પ્રીતિ ઝિન્ટા ઘણીવાર પોતાના બંને ભાઈ સાથે ફોટો શેર કરતી રહે છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, પ્રીતિ ઝિન્ટાનો એક ભાઈ ભારતીય સેનામાં રહી દેશની સેવા કરી રહ્યો છે, જ્યારે બીજો ભાઈ કેલિફોર્નિયામાં બિઝનેસ કરી રહ્યો છે. પ્રીતિ ઝિન્ટાનો મોટો ભાઈ દીપાંકર ભારતીય સેનામાં કમિશ્નર છે.

પ્રીતિ ઝિન્ટા તેના નાના ભાઈ મનીષ વિશે કહે છે, ‘તે બિઝનેસમાં નામ કમાઈ રહ્યો છે.’ પ્રીતિ ઝિન્ટા ઘણીવાર પોતાના બંને ભાઈ સાથે ફોટો શેર કરતી રહે છે.

You cannot copy content of this page