Only Gujarat

Bollywood TOP STORIES

સુશાંતના મોત બાદ ગર્લફ્રેન્ડ રિયાની મહેશ ભટ્ટ સાથેની તસવીરો થઈ વાઈરલ

મુંબઈઃ સુશાંત સિંહ રાજપુતના મૃત્યુ મામલે પોલીસ તપાસ કરી રહી છે અને અનેક લોકોના નિવેદન પણ લીધા છે. સોશિયલ મીડિયામાં પર નેપોટિઝ્મ અંગે ચર્ચા થઈ રહી છે અને દરરોજ સુશાંત સાથે જોડાયેલા ફોટો વીડિયો સામે આવી રહ્યા છે. અત્યારે સુશાંત સિંહ રાજપુતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને ડિરેક્ટર મહેશ ભટ્ટના ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે.

સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહેલાં મહેશ ભટ્ટ અને રિયા ચક્રવર્તીના ફોટોને લીધે લોકો તેમને ટ્રોલ કરી રહ્યા છે. આ સાથે જ લોકોનું કહેવું છે કે, રિયા ચક્રવર્તીએ મહેશ ભટ્ટ સાથેના આ ફોટો ડિલીટ કેમ કર્યો? ઉલ્લેખનીય છે કે, રિયા ચક્રવર્તીએ વર્ષ 2018માં આ ફોટો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા હતા અને મહેશ ભટ્ટને જન્મદિવસની શુભેચ્છા આપી હતી.

ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયામાં જે ફોટો વાઇરલ થઈ રહ્યો છે તેમાં મહેશ ભટ્ટ રિયાના ખભા પર માથુ રાખેલાં જોવા મળે છે. બીજા ફોટોમાં રિયા ચક્રવર્તી મહેશ ભટ્ટના ખોળામાં બેસેલી જોવા મળે છે. આ ફોટો સામે આવ્યા પછી બંનેને લોકો ટ્રોલ કરી રહ્યા છે. યૂઝર્સ આ ફોટોને સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યા સાથે જોડી રહ્યા છે.

રિયા ચક્રવર્તીની પોલીસે પૂછપરછ કરી
સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યા મામલે પોલીસે તેમના મિત્રો, પરિવારના લોકો, તેમની સાથે કામ કરતાં લોકો સહિત અનેક લોકોના નિવેદન લીધા છે. ઉલ્લેખનીય છે કે, પોલીસે ગુરુવારે 11 કલાક સુધી રિયા ચક્રવર્તીની પૂછપરછ કરી હતી. આ દરમિયાન રિયાએ પોલીસ સામે સુશાંત સિંહ રાજપુત સાથે રિલેશનશીપ અંગેની વાત સ્વીકારી હતી.

સુશાંત સિંહ રાજપુત ડિપ્રેશનમાં હોવાને લીધે અંતે આત્મહત્યા કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જે પ્રમાણે ચર્ચા થઈ રહી છે કે અનેક ફિલ્મ ન મળવી અને પ્રોજેક્ટમાં પ્રોડ્યુસર બદલાતા હોવાને લીધે સુશાંતની માનસિકતા અને વિચાર આ દુનિયાથી તેમને વિમુખ કરી રહ્યા હોવાને લીધે તેમણે આત્મહત્યાનો રસ્તો અપનાવ્યો હશે. જોકે, સુશાંત સિંહ રાજપુતના નિધનથી જે નુકસાન થયું છે તેની ભરપાઈ થઈ શકે તેમ નથી. સુશાંતના નિધન પછી બોલિવૂડમાં ચાલતાં નેપોટિઝ્મ અંગે મોટા પ્રમાણમાં ચર્ચા થઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, સુશાંતના એક કોમન ફ્રેન્ડે જણાવ્યું છે કે, સુશાંતને ફિલ્મ ન મળતાં તે હેરાન હતો. સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યા મામલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક મોટા લોકો સામે બિહારના મુઝફ્ફરપુરની કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.

સુશાંત સિંહ રાજપુતના મૃત્યુ પછી બોલિવૂડમાં ફરીથી સગાવાદનો મામલો ઉઠ્યો છે અને સોશિયલ મીડિયા પર લોકોએ કરણ જોહર પર ભારે રોષ ઠાલવ્યો છે. સુશાંત અને કરણનો આ ફોટો દિવાળી પાર્ટીનો છે.

સુશાંત સિંહ રાજપુતનો એક જૂનો ઇન્ટર્વ્યૂ વાઇરલ થઈ રહ્યો છે જેમાં સુશાંતને તેમના મિત્રો વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, ‘મારા માત્ર બે મિત્રો છે.’ સુશાંતે તે ઇન્ટર્વ્યૂમાં એમ પણ કહ્યું કે, ‘બોલિવૂડમાં સામે તો દરેક લોકો સારું બોલે છે, પણ પછી કોઈ ફોન પણ રિસીવ કરતું નથી.’

આ ફોટોમાં કિયારા અડવાણી સાથે સુશાંતે વિતાવેલી સુંદર પળ જોવા મળી રહી છે.

આ ફોટોમાં જોવા મળે છે કે, ફરાહ ખાન સાથે પણ સુશાંતનું બોન્ડિંગ સારું હતું.

દીપિકા પાદુકાણ સાથે પણ સુશાંતનો આ ફોટો ફિલ્મ ‘એમ. એસ. ધોનીઃ ધી અનટોલ્ડ સ્ટોરી’ સમયનો હઈ શકે છે.

આ ફોટોમાં ઉર્વશી રૌતેલા અને સુશાંત સિંહ રાજપુત એક સાથે જોવા મળી રહ્યા છે.

સુશાંત સિંહ રાજપુતે આ ફોટો ફેન મોમેન્ટ લખીને શેર કર્યો હતો. એટલે કે સુશાંત તબ્બૂના મોટા ફેન હતા.

આ ફોટોમાં શાહરૂખ ખાન, ફરાહ ખાન અને સાનિયા મિર્ઝા સાથે સુશાંત પોઝ આપી રહ્યા છે.

આ ફોટોમાં જોઈ શકાય છે કે પાર્ટીમાં દરેક સાથે સુશાંત ભળી જતાં હતા. આ ફોટોમાં મનીષ મલ્હોત્રા, પ્રિયંકા ચોપરા, નેહા ધૂપિયા અને સોફી ચોધરી જોવા મળી રહ્યા છે.

સુશાંત સિંહ રાજપુત અને કૃતિ સેનન એકબીજાની ખૂબ જ નજીક રહી ચૂક્યા છે અને બંનેએ એક સાથે ફિલ્મમાં કામ પણ કર્યું છે.

આ ફોટોમાં પ્રીતિ ઝિન્ટા સાથે સુશાંત સિંહ રાજપુત જોવા મળી રહ્યા છે.

ગ્લેમરની આ દુનિયામાં ખબર જ ન પડી કે સુશાંત ક્યારે ખુદથી અલગ થઈ ગયા હતાં.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page