Only Gujarat

Bollywood

દોઢ કરોડના ઘરમાં મમ્મી સાથે રહે છે બબિતા, બે વર્ષ પહેલાં પિતાનું થયું હતું નિધન

મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલ જેની પર ઓળઘોળ છે, એ બબિતાજી માત્ર સીરિયલમાં જ નહીં પણ રિયલ લાઈફમાં પણ એટલી જ ગ્લેમરસ લાગે છે. બબિતાજી એટલે કે મુનમુન દત્તા મુંબઈમાં રહે છે. તમને ખ્યાલ નહીં હોય કે મુનમુન દત્તા મુંબઈમાં કઈ જગ્યાએ રહે છે? અમે તમને પહેલી જ વાર બબિતાજીના મુંબઈ સ્થિત ઘરની તસવીરો બતાવશે.

મુંબઈના પોશ એરિયામાં રહે છેઃ મુનમુન દત્તા મુંબઈમાં અંધેરીમાં રહે છે. મુનમુન દત્તા અંધેરી (વેસ્ટ)માં રહે છે. અહીંયા એક્ટ્રેસ પોતાની માતા સાથે રહે છે. ઉલ્લેખનીય છે કે એક્ટ્રેસના પિતાનું થોડા વર્ષ પહેલાં જ નિધન થયું હતું.

1.25 કરોડનો ફ્લેટઃ મુનમુન દત્તા અંધેરીના વીરાદેસાઈ રોડ પર આવેલા ટાવરના પાંચમા માળે રહે છે. 1BHK ઘરની કિંમત અંદાજે 1.25 કરોડની આસપાસ હોવાનું માનવામાં આવે છે. આ ઘર 340 સ્કેવરફૂટમાં ફેલાયેલું છે.

નવું ઘર લેવા ઈચ્છે છેઃ મુનમુન દત્તા પોતાનું આ ઘર વેચવા માગે છે અને નવું ઘર લેવાનું વિચારે છે. જોકે, એક્ટ્રેસને જે ભાવમાં ઘર વેચવું છે, તે ભાવ મળતો ના હોવાથી હજી સુધી ઘર વેચાયું નથી. એક્ટ્રેસ ઈચ્છે છે કે તેનું આ ઘર 1.25 કરોડમાં વેચાય પરંતુ હજી સુધી કોઈ આ રકમમાં ઘર ખરીદવા તૈયાર થયું નથી. મુનમુન દત્તા જે વિસ્તારમાં રહે છે, ત્યાં ટીવી જગતની ઘણી જ હસ્તીઓ રહે છે.

પૂનામાં ભણી છે મુનમુનઃ મુનમુન દત્તા મૂળ બંગાળી છે પરંતુ તેણે પૂનામાં તેણે અંગ્રેજીમાં માસ્ટર ડિગ્રી લીધી છે. અહીંયા તે ફેશન શોમાં ભાગ લેતી હતી. અહીંયા બબિતાએ ગ્લેડરેગ્સ માટે ઓડિશન પણ આપ્યું હતું. આ ઓડિશનને કારણે એક્ટ્રેસ મુંબઈ આવી હતી અને ગ્લેમર વર્લ્ડને ઓળખતી થઈ હતી.

શરૂઆતમાં જાહેરાતોમાં કામ કર્યું: મુંબઈ આવીને બબિતાએ શરૂઆતમાં કેટલીક જાહેરાતોમાં કામ કર્યું હતું. ત્યારબાદ તેને વર્ષ 2004માં ઝી ટીવીની ‘હમ સબ બારાતી’થી એક્ટિંગ કરિયર શરૂ કરી હતી. આ સીરિયલમાં તેની જેઠાલાલ એટલે કે દિલીપ જોષી તથા ભાવના બાલસવેરા પણ હતાં. જોકે, થોડો સમય બાદ જ આ સીરિયલ બંધ થઈ ગઈ હતી. સીરિયલ બંધ થતાં બબિતાએ ફરી પાછું ફેશન શો તથા જાહેરાતોમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું.

દિલીપ જોષીને કારણે મળી ‘તારક મહેતા…’ સીરિયલઃ વર્ષ 2008માં પ્રોડ્યૂસર અસિત મોદીએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલ બનાવવાની જાહેરાત કરી હતી. આ સીરિયલમાં જેઠાલાલના રોલમાં દિલીપ જોષીને લેવામાં આવ્યા હતાં. દિલીપ જોષીએ જ બબિતાજીના પાત્ર માટે મુનમુન દત્તાના નામનું સૂચન કર્યું હતું. આમ પણ મુનમુન દત્તા તથા દિલીપ જોષી એકબીજાને વર્ષ 2004થી ઓળખતા હતાં.

આ ત્રણ ફિલ્મ્સમાં પણ જોવા મળી છેઃ મુનમુન દત્તાએ કમલ હાસનની ફિલ્મ ‘મુંબઈ એક્સપ્રેસ’માં પણ કામ કર્યું છે. આ ફિલ્મ વર્ષ 2005માં રિલીઝ થઈ હતી. આ ઉપરાંત બબિતાએ ‘હોલિડે’ તથા ‘ઢીંચાક એન્ટરપ્રાઈઝ’ જેવી ફિલ્મ્સમાં પણ કામ કર્યું છે.

ડોક્ટર બનવાનું સપનું હતું: વર્ષ 2006માં એક ઈન્ટરવ્યૂ દરમિયાન મુનમુન દત્તાએ કહ્યું હતું કે તે ડોક્ટર બનવા માગતી હતી પરંતુ નસીબે તેને એક્ટ્રેસ બનાવી દીધી. મુનમુન દત્તા સોશિયલ મીડિયામાં ઘણી જ એક્ટિવ જોવા મળે છે.

સમાજસેવી પણ છે બબિતાઃ આટલું જ નહીં મુનમુન સામાજિક કામોમાં પણ એટલી પ્રવૃત્ત રહે છે. થોડાં સમય પહેલાં તેણે ઈન્ડિયન એજ્યુકેશન સિસ્ટમને લઈ ઓપન લેટર લખ્યો હતો અને તેમાં તેણે ભારતી શિક્ષણ પ્રણાલીની ટીકા કરી હતી. બબિતાએ પોતાના હેરડ્રેસરની દીકરી તથા કામવાળીના બાળકનો ભણવાનો તમામ ખર્ચ ઉપાડ્યો છે.

ફરવાની છે શોખીનઃ બબિતાને ફરવાનો ઘણો જ શોખ છે. શૂટિંગમાંથી બ્રેક લઈને બબિતા દર બે-ત્રણ મહિને ભારતમાં કે પછી વિદેશમાં ફરવા ઉપડી જાય છે. બબિતા સોલો ટ્રિપ કરવાનું વધુ પસંદ કરે છે. અત્યાર સુધી તેઓ યુરોપ, ગ્રીસ, ઈંગ્લેન્ડ, લાઓસ, લંડન, પેરિસ, ઈટાલી, આઈસલેન્ડ, લેહ-લદ્દાખ સહિત દેશનો પ્રવાસ કર્યો છે.

હાલમાં સિંગલ જ છેઃ 32 વર્ષીય બબિતા હાલમાં સિંગલ છે. એક સમયે બબિતાના સંબંધો ‘બિગ બોસ’ના પૂર્વ સ્પર્ધક અરમાન કોહલી સાથે હતાં. ઓસ્ટ્રેલિયામાં અરમાને મુનમુન દત્તાનું ગળું દબાવ્યું હતું અને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવ બાદ બંને વચ્ચેના સંબંધો તૂટી ગયા હતાં.

મુનમુન દત્તના ફ્લેટના બિલ્ડિંગની બહારની તસવીર

મુનમુન દત્તના ફ્લેટના બિલ્ડિંગની સામેના રોડની તસવીર.

You cannot copy content of this page