Only Gujarat

FEATURED Religion

13 ફેબ્રુઆરીના રોજ સૂર્ય બદલશે પોતાની રાશિ, આ ચાર રાશિઓના જીવનમાં ચાંદી જ ચાંદી

અમદાવાદઃ સૂર્યનું કુંભ રાશિમાં ગોચર 13 ફેબ્રુઆરીના રોજ થઈ રહ્યું છે. કુંભ રાશિમાં સૂર્ય 14 માર્ચ સુધી રહેશે. ત્યારબાદ સૂર્ય મીન રાશિમાં જશે. સૂર્યનું ગોચર ચાર રાશિના જાતકો માટે ઘણું જ સારુ રહેશે. સમાજમાં તેમનું માન-સન્માન તથા પ્રતિષ્ઠા વધશે.

મિથુનઃ સામાજિક જીવન સારું બનશે. માન-સન્માન વધશે. તમને ધન તથા ધાન્યનો લાભ મળશે અને કાર્યમાં સફળતા મળતા તમારો આત્મવિશ્વાસ સાતમા આસમાને પહોંચશે. સરકારી ક્ષેત્રમાં ઉત્તમ લાભના યોગ બને છે.

કર્કઃ તમને કોઈ પૈતૃક સંપત્તિ મળવાની સંભાવના છે પરંતુ આ સમયે પિતાની તબિયત ખરાબ થઈ શકે છે. આથી તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. કાનૂન વિરોધી કામ કરશો તો તમને દંડ થવાની શક્યતા છે.

સિંહઃ તમારા સ્વાસ્થ્યમાં તાજગી આવશે અને તમે પહેલાં કરતા વધુ ફિટ થશો. જૂની બીમારીથી છૂટકારો મળશે. બીજી બાજુ દાંપત્ય જીવનમાં કેટલીક સમસ્યા આવી શકે છે.

કન્યાઃ તમને વિવિધ કોર્ટ કચેરી સાથે સંકળાયેલી બાબતોમાં સારા પરિણામ મળી શકે છે અને તમે વિરોધીઓને ધૂળ ચાટતા કરી દેશો. તમે વધારાનો ખર્ચ કરતા અટકશો અને માત્ર આવશ્યક ખર્ચ જ કરશો. આ સમય દરમિયાન તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page