Only Gujarat

Bollywood FEATURED

એક સમયે એકદમ જાડીયો હતો આ એક્ટર, હવે લાગે છે એકદમ ફિટ એન્ડ ફાઈન

મુંબઈઃ બોલિવૂડ એક્ટર ફરદીન ખાન ફરી એકવાર એકદમ ફીટ થઈ ગયો છે. તે લાંબા સમય બાદ જોવા મળ્યો હતો. છેલ્લે તે 2018માં જોવા મળ્યો હતો. તાજેતરમાં જ ફરદીન ખાન કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાની વર્સોવા સ્થિત ઓફિસમાં જોવા મળ્યો હતો.

એક સમય હતો જ્યારે ફરદીન બોલિવૂડના હેન્ડસમ એક્ટર્સના લિસ્ટમાં સામેલ હતો. જોકે, 2016માં ફરદીન બહેન લૈલા તથા સહારાશ્રી સુબ્રત રોય સાથે જોવા મળ્યો હતો. આ સમયે ફરદીન એકદમ અલગ જ લુકમાં જોવા મળ્યો હતો.

ફરદીનનો ચહેરો એકદમ ગોળમટોળ હતો અને ફાંદ નીકળેલી હતી. તેની દાઢી સફેદ તથા વાળ લાંબા હતા. એક સમયે ફીમેલ ચાહકો ફરદીન પર ફિદા હતી. જોકે, તેને આવા લુકમાં જોઈને ચાહકોને ઘેરો આઘાત લાગ્યો હતો.

જોકે, હવે ફરદીન ફરીથી એકદમ ફી એન્ડ ફાઈન થઈ ગયો છે. ગ્રે ટી શર્ટ તથા બ્લેક જીન્સમાં એકદમ હેન્ડસમ હંક લાગતો હતો.

ફરદીન ખાન છેલ્લે 2010માં ‘દુલ્હા મિલ ગયા’માં જોવા મળ્યો હતો. ફરદીને 24 વર્ષની ઉંમરમાં બોલિવૂડ ડેબ્યૂ ‘પ્રેમ અગન’થી કર્યું હતું. ત્યારબાદ તે ‘જંગલ’, ‘પ્યાર તૂને ક્યા કિયા’, ‘હમ હો ગયે આપકે’, ‘ખુશી’, ‘દેવ’, ‘પ્યાર મોહન’, ‘લાઈફ પાર્ટનર’માં જોવા મળ્યો હતો.

ફરદીન ખાને વીતેલા સમયની લોકપ્રિય એક્ટ્રેસ મુમતાઝની દીકરી નતાશા સાથે લગ્ન કર્યાં છે. તેમને એક દીકરો તથા એક દીકરી છે.

You cannot copy content of this page