Only Gujarat

Bollywood

ઐશ્વર્યા રાયની દીકરી ઓનલાઇન ક્લાસીસમાં આ રીતે શીખી રહી છે હિન્દી

મુંબઈઃ આખરે 27 દિવસ પછી આખો બચ્ચન પરિવાર કોરોના સામેની લડાઈ જીતી ગયો છે. શનિવારે અભિષેક બચ્ચનનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો અને તેમને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તે ઘરે પહોંચી ગયા અને પરિવારે તેમનું હસતાં-હસતાં સ્વાગત કર્યું હતું. દીકરી આરાધ્યા તેના પિતાને જોઈ ખૂબ જ ખુશ થઈ હતી. ઉલ્લેખનીય છે કે, 10 દિવસ પહેલાં કોરોના જેવી ખતરનાક બીમારીને હરાવી આરાધ્યા તેની મમ્મી ઐશ્વર્યા રાય સાથે ઘરે આવી હતી. આરાધ્યા ઓનલાઇન ક્લાસીસમાં હિન્દી શીખી રહી છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાને લીધે અત્યારે દરેક સ્કૂલ બંધ છે. આ કારણે આરાધ્યા અત્યારે ઘરે ઓનલાઇન ક્લાસીસ કરી રહી છે.

કોરોનાકાળમાં સ્કૂલો દ્વારા ઓનલાઇન ક્લાસીસથી બાળકોને સ્ટડી કરાવવામાં આવી રહ્યું છે. આરાધ્યા પણ સ્કૂલ ટીચર્સ પાસેથી અલગ-અલગ સબજેક્ટ શીખી રહી છે.

4 મહિના પહેલાં 8 વર્ષની આરાધ્યાએ કોરોના વોરિયર્સનો આભાર વ્યક્ત કરતો એક ફોટો તૈયાર કર્યો હતો, જેને ઐશ્વર્યાએ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. દીકરીના પેઇન્ટિંગને શરૂ કરતાં ઐશ્વર્યાએ કેપ્શનમાં લખ્યું કે, ‘મારી ડાર્લિંગ આરાધ્યાનો આભાર અને પ્રેમ.’

આરાધ્યાએ પેઇન્ટિંગના માધ્યમથી મેડિકલ સ્ટાફ, ડૉક્ટર્સ, પોલીસ, સેના, સફાઈ કર્મચારી, ટીચર્સ, મીડિયાનો આ મુશ્કેલ સમયમાં લોકોની મદદ કરવા માટે આભાર વ્યક્ત કર્યો હતો.

આરાધ્યા ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં સ્ટડી કરે છે. અત્યારે લોકડાઉનને દરેક સ્કૂલો બંધ છે.

આરાધ્યાને ડાન્સ કરવાનો શોખ છે. તે ડાન્સિંગ ક્લાસ પણ એટેન્ડ કરે છે. જોકે, અત્યારે કોરોનાને લીધે ડાન્સ ક્લાસ પણ બંધ છે.

ઐશ્વર્યા રાય તેમની દીકરી અંગે ખૂબ જ પજેસિવ છે. તે આરાધ્યાને એકલી ક્યાંય પણ જવા દેતી નથી.

પિતા અભિષેકની લાડકી દીકરી આરાધ્યા ઘણીવાર તેમની સાથે પોઝ આપતી જોવા મળે છે.

આરાધ્યા તેના દાદા અમિતાભ બચ્ચની પણ ખૂબ જ નજીક છે.

You cannot copy content of this page