Only Gujarat

National

પિતા દસમાં ધોરણમાં ત્રણ વખત ફેલ થતા કરવા લાગ્યા હતા ખેતી, પુત્રએ પિતાનું નામ રોશન કર્યું

મુંબઈ: ફેબ્રુઆરીમાં CBSE બોર્ડની સાથે અન્ય બોર્ડની પરીક્ષા શરૂ થાય છે. સાથે જ બેંક, રેલવે, એન્જિનિયરિંગ, IAS-IPSની સાથે રાજ્ય સ્તરીય નોકરી માટે એપ્લાય કરનારા સ્ટુડન્ટ્સ પ્રોસેસ, પરીક્ષા, પેપરની પેટર્ન, તૈયારીની યોગ્ય પેટર્નને લઇને મુંજવણમાં છે. એવું પણ જોવા મળે છે કે રિઝલ્ટને લઇને ઘણા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ નિરાશા અને હતાશા તરફ ધકેલાય જાય છે. આ માટે એક્સપર્ટ, IPS-IASની પરીક્ષા આપનારા લોકો દ્વારા આપવામાં આવતી ટિપ્સ ખુબ કામ આવે છે. આવી જ કેટલીક ટિપ્સ 2006 બેંચના IPS ઓફિસર શિવદીપ વામનરાવ લાંડેના સંઘર્ષની કહાની છે. જેની મદદથી વિદ્યાર્થીઓને પ્રેરણા મળી શકે તેમ છે.

શિવદીપ વામનરાવ લાંડે 2006 બેંકના IPS ઓફિસર છે, તેમનો જન્મ મહારાષ્ટ્રના અકોલા જિલ્લાના પરસા ગામમાં થયો હતો. તેમના પિતા એક ગરીબ ખેડૂત હતા. શિવદીપ પોતાના ભાઇઓમાં સૌથી મોટા હતા.

શિવદીપના માતા-પિતા વધુ ભણેલા ન હતા. તેમની માતા સાતમું તથા પિતા હાઇસ્કૂલ ફેલ છે. તેમના પિતાએ હાઇસ્કૂલમાં ત્રણ વખત નાપાસ થતા અભ્યાસ છોડી દીધો અને ખેતરમાં કામ કરવાનું શરૂ કર્યું.

શિવદીપનું ભરણપોષણ ખુબ મુશ્કેલ પરિસ્થિતિમાં થયું. પરિવારની આર્થિક હાલત તો ખરાબ હતી જ સાથે જ ઘરમાં કોઇ શિક્ષિત ન હોવાને કારણે આગળનો રસ્તો દેખાડનારું કોઇ ન હતું. શિવદીપ અભ્યાસમાં હોશિયાર હતા. સ્કોલરશિપની મદદથી શિવદીપ લાંડેએ એન્જીનિયરિંગનું શિક્ષણ પૂર્ણ કર્યા બાદ મુંબઇમાં રહીને UPSCની તૈયારી કરી, ત્યારબાદ તેમની UPSCમાં પસંદગી થતા તેઓ બિહાર કેડરના IPS તરીકે પસંદ થયા. શિવદીપ હાલ DGP છે અને હાલ કેન્દ્રિય પ્રતિનિયુક્તિ પર છે.

શિવદીપ લાંડે જેટલા કડક પોલીસ ઓફિસર માનવામાં આવે છે એટલા જ દયાળું પણ છે. નોકરી મળતા જ તેઓ પોતાના પગારનો 60 ટકા ભાગ NGOને દાન આપે છે. જેનાથી ગરીબ બાળકોનું શિક્ષણ તથા તેમના રહેવા-ખાવાની વ્યવસ્થા થઇ શકે. લગ્ન બાદ જ્યારે ખર્ચ વધી ગયો તો તેઓએ પગારનો 30-35 ટકા ભાગ દાન આપવા લાગ્યા. આ સિવાય અનેક સામાજિક કાર્યોમાં પણ તેઓ મદદ કરે છે. શિવદીપે અનેક ગરીબ દીકરીઓના લગ્ન પણ કરાવ્યા છે.

શિવદીપ લાંડેનું પ્રથમ પોસ્ટિંગ મુંગેર જિલ્લાના નક્સલ પ્રભાવિત વિસ્તાર જમાલપુરમાં થઇ હતી. બિહારની રાજસ્થાની પટનાના SP તરીકે પોતાની અનોખી કાર્યશૈલીને કારણે શિવદીપ સમગ્ર દેશમાં જાણીતા થઇ ગયા. શિવદીપનું નામ સાંભળતા જ ગુનેગારો થરથર કાંપે છે.

શિવદીપના લગ્ન મહારાષ્ટ્રના શિવસેનાના કદાવર નેતા વિજય શિવતારેની દીકરી મમતા સાથે થઇ છે.

શિવદીપ અને મમતાની પ્રથમ મુલાકાત એક મિત્રના ઘરે પાર્ટીમાં થઇ, આ મુલાકાત આગળથી પ્રેમમાં બદલાઇ ગઇ અને પછી બંનેએ 2014માં લગ્ન કરી લીધા. બંને સંતાનમાં એક પુત્રી પણ છે.

You cannot copy content of this page