Only Gujarat

FEATURED National

નાની નાની વાતે પતિ મારતો હતો, અંતે કંટાળીને પત્ની પહોંચી પિયર ને પછી…

ઉત્તર પ્રદેશનાં કાનપુરથી એક અજબ પ્રેમની ગજબ કહાની આજકાલ ચર્ચામાં છે. કાનપુરનાં બર્રામાં બે બહેનપણીઓએ એક વર્ષનાં પ્રેમસંબંધ બાદ ઘરમાંથી ભાગી જઈને લગ્ન કરી લીધા હતા. તો એક યુવતીની માતાએ બીજી યુવતી અને તેના ભાઈ પર કિડનેપ કરવાનો આરોપ લગાવતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે.

આ મામલો બર્રાનાં ગુંજનવિહારનો છે. જ્યાં એક જ મોહલ્લામાં રહેતી રતિ તિવારી અને નંદિની ગૌતમ પ્રેમસંબંધમાં હતી. બંને એકબીજા સાથે લગ્ન કરીને સાથ રહેવા માંગતી હતી. જેથી બંનેએ ભાગીને લગ્ન કરી લીધા હતા.

આ બધા વચ્ચે નંદિની અને તેની માતા ગુડિયા દેવીએ પોલીસ સ્ટેશનમાં રતિ અને તેના ભાઈ વિરાટ પર રતિને કિડનેપ કરવાનો આરોપ લગાવ્યો છે. તો બીજી તરફ નંદિની ગૌતમનું કહેવું છે કે, તેણે રતિ તિવરી સાથે પોતાની મરજીથી લગ્ન કર્યા છે. તેની માતા રતિ ઉપર ખોટા આરોપો લગાવી રહી છે.

આ સાથે જ વિવાહ સંબધમાં નંદિની ગૌતમે જણાવ્યું કે, તેને છોકરાઓથી નફરત છે. એટવાં માટે તેણે પોતાની બહેનપણી રતિ તિવારી સાથે લગ્ન કરી લીધા હતા. તો રતિનું કહેવું છેકે, તેનો પતિ તેને બહુ જ મારતો હતો. જેનાંથી કંટાળીને તે ઓકટોબર 2019માં પોતાના પતિનું ઘર છોડીને પિયર આવી ગઈ હતી.

જ્યાં રતિની મુલાકાત પડોશમાં રહેતી નંદિની ગૌતમ સાથે થઈ હતી બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો અને તેમણે ઘરનાં લોકોની નારાજગીથી બચવા માટે ભાગીને લગ્ન કરી લીધા હતા. જેથી નારાજ થઈને નંદિનીની માતા એ તેની સામે ખોટા આરોપો લગાવ્યા હતા.

You cannot copy content of this page