Only Gujarat

National

તમને પ્રધાનમંત્રીની સહાય ન મળી હોય તો ચિંતા ન કરો, આ રીતે સમજો આખી પ્રોસેસ

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની મદદ માટે ઘણી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આ યોજનાઓ થકી જરૂરિયાતમંદ ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે. કોરોના વાઈરસ મહામારી અને લૉકડાઉનમાં આવી ઘણી યોજનાઓ સફળ થઈ રહી છે. PM Kisan (પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના) આવી જ યોજનામાંથી એક છે. આ યોજના હેઠળ સરકાર દ્વારા મદદ સીધા ખેડૂતના બેંક અકાઉન્ટમાં જ જમા થઈ જાય છે. જો તમને આ યોજના હેઠળ સહાય ના મળી હોય તો અંગે ચિંતા કરવાની જરૂર નથી.

સહાયના બીજા હપ્તા સાથે મળી જશે કુલ રકમ
PM Kisanની વેબસાઈટ અનુસાર, જો તમારા અકાઉન્ટમાં 2000 રૂપિયાનો હપ્તો ના આવ્યો હોય, તો આગામી હપ્તાની સાથે જ વધીને તમારા અકાઉન્ટમાં જમા થઈ જશે. લૉકડાઉન દરમિયાન અત્યારસુધી ખેડૂતોના ખાતામાં 19350.84 કરોડની રકમ થકી તેમને આર્થિક રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

બેંક ડિટેલ ચેક કરો
વેબસાઈટ અનુસાર, જો કોઈ કારણે સહાય જમા નથી થઈ તો આગામી હપ્તો જમા થાય ત્યાં સુધી રાહ જોવી જોઈએ. જો અગાઉનો હપ્તો રહી ગયો હોય તો બીજા હપ્તામાં ડબલ રકમ અકાઉન્ટમાં જમા થઈ જશે. તેમ છતાં પણ પૈસા ના આવે તો બેંક ડિટેલ્સ ચેક કરવી જોઈએ. આધાર નંબર કે અન્ય કોઈ ભૂલના કારણે પૈસા તમારા અકાઉન્ટમાં જમા ના થયા હોય તેવું બની શકે છે.

5 હપ્તામાં ખેડૂતોને પહોંચાડવામાં આવી મદદ
PM Kisan યોજના શરૂ થયા બાદ અત્યારસુધી ખેડૂતોને 5 હપ્તામાં આર્થિક સહાય પહોંચાડવામાં આવી છે. પરંતુ, આ યોજના હેઠળ હજુ સુધી એક પણ હપ્તો ના મળ્યો એવા ખેડૂતોની સંખ્યા પણ વધુ છે. આવુ કોઈ ટેક્નિકલ સમસ્યા કે ભૂલના કારણે બન્યું હોઈ શકે છે. જે ખેડૂતોના અકાઉન્ટમાં પૈસા નથી આવ્યા, તેમણે સંબંધિત વિભાગમાં જઈ વધુ માહિતી મેળવવી જોઈએ.

 

You cannot copy content of this page