Only Gujarat

FEATURED National

પ્રેમિકા સૂતી રહી ને પ્રેમી તેની ફૂલ જેવી બાળકીને ઉઠાવી લઈ ગયો પછી જે થયું તે ચોંકાવનારું હતું

ત્રણ વર્ષની માસૂમનું અપહરણ કરી તેની સાથે ગેંગરેપ કરનારા ત્રણ આરોપીઓને કોર્ટે સોમવાર 15 જુને સજા ફટકારી. આરોપીઓની ગેંગ રેપ બાદ માસૂમનું માથું કાંપી તેની નિર્મમ હત્યા કરી દીધી હતી. મુખ્ય આરોપી રિંકુ સાવને આજીવન કારાવાસની સજા અને 90 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. તો બીજા આરોપી મોનૂ મંડલને 10 વર્ષની સજા અને 20 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઘટના 25 જુલાઇ 2019ની છે. આરોપી માસૂમ બાળકીને ટાટાનગર રેલવે સ્ટેશનથી ઉઠાવી ગયા હતા. આરોપીઓને કોર્ટે 11 જુન 2020ના રોજ દોષિત ઠેરવ્યા હતા. આરોપીઓએ બાળકીની હત્યા કરી માથું અને ધડ અલગ-અલગ ફેંકી દીધું હતું. મોનૂ બાળકીની માતાનો પ્રેમી હતો.

ટાટાનગર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબગ-4થી આરોપી બાળકીને ઉઠાવીને લઇ ગયો હતો. તેનું માથું કાપેલી લાશ 9 ઓગસ્ટે રામાધીન બાગાન સ્થિત ફિલ્ટર પ્લાન્ટ પાસે મળી હતી. સૌથી મોટી હેરાની વાત એ છે કે પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે સૌથી પહેલા આરોપીની જ પુછપરછ કરી હતી.

આરોપી બાળકીને લઇ જતી વખતે સીસીટીવી કેમેરામાં કેપ્ચર થઇ ગયો હતો. આરોપી રિંકુ સાવ 29 જુલાઇએ જ પકડાઇ ગયો હતો. પરંતુ તે પોલીસને ગુમરાહ કરતો રહ્યો. અંદાજે 100 જવાનોની સર્ચિંગ બાદ 9 ઓગસ્ટે બાળકીની લાશ મળી હતી.

આરોપીએ પોલીસ પુછતાછમાં જણાવ્યું હતું કે તે બાળકીને ટેલ્કો રામાધીન બગિચાના રૂમમાં લઇ ગયો હતો. અહીં ત્રણેયે માસૂલ સાથે દુષ્કર્મ કર્યું. ત્યારબાદ કાપીને ફેંકી દીધી.

બાળકીની માતા અને આરોપી મોનુ પશ્ચિમ બંગાળના ઝાલદાથી ચાલી ઓડિશા જઇ રહ્યો હતા. ટ્રેનની રાહ જોવા માટે સ્ટેશન પર રોકાયા હતા. આરોપીઓએ બાળકીની માતાના પ્રેમી મોનુ પણ સામેલ હતો.

તપાસમાં સામે આવ્યું કે રિંકુ સાવ પહેલા પણ આ પ્રકારના કેસમાં જેલ જઇ ચૂક્યો હતો. તેના વિરુદ્ધ વર્ષ 2008 અને 2015માં બાળકના અપહરણ અને યૌન શોષણના બે અલગ અલગ કેસ દાખલ હતા. તમામ આરોપી હાલમાં જેલમાંથી જામીન પર છૂટ્યા હતા.

જ્યારે મુખ્ય આરોપી રિંકુની માતા ઝારખંડ પોલીસમાં કોન્સ્ટેબલ છે. તો બીજો આરોપી કૈલાશના પિતા સીઆરપીએફમાં છે. રિંકુએ જણાવ્યું કે તેઓ બાળકો ઉઠાવ્યા બાદ કૈલાશને આપી દેતા હતા.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page