Only Gujarat

National TOP STORIES

મહિલા વકીલ અને ડોક્ટરને ઘરમાં સાથે બેઠેલા જોઈને પત્નીએ ગુમાવ્યો પોતાનો પિત્તો ને…..

જમશેદપુરના બિરસાનગર થાના ક્ષેત્રની હાઇ પ્રોફાઇલ સોસાઇટીમાં એક અજીબ મામલો સામે આવ્યો છે. અહીં પતિના ઘરમાં મહિલા વકીલને જોયા બાદ અલગ રહેતી પત્ની રાતીચોળ થઇ ગઇ અને પતિની સાથે મહિલા વકીલની પણ જાહેરમાં ધોલાઇ કરી નાખી.

મહિલાએ પોતાના પતિની ચપ્પલથી પિટાઇ કરી અને ત્યારબાદ મહિલા વકીલને પણ માર માર્યો. આ ડ્રામા કલાકો સુધી ચાલતો રહ્યો બાદમાં પોલીસે સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.

મહિલાના પતિના ઘરમાં મહિલા વકીલ પોતાના બે બાળકો સાથે રહેતી હતી. અલગ રહેતી પત્નીથી આ જોવાયું નહીં અને પતિના ઘરમાં મહિલા વકીલ અને તેના બાળકોને જોયા બાદ તે રોષે ભરાઇ ગઇ હતી.

પત્નીએ પોલીસ બોલાવી એને પોલીસે મહિલા વકીલ પાસે બંધ દરવાજો ખોલાવ્યો તો ગુસ્સે થયેલી પત્નીએ પહેલા ડોક્ટર પતિને ચપ્પલથી માર માર્યો અને પછી મહિલા વકીલની જાહેરમાં ધોલાઇ કરી.

પતિ-પત્ની બંને ડોક્ટર છે અને બંને વચ્ચે ઘણા સમયથી દહેજ અને સંપત્તિને લઇને વિવાદ હતો જેના કારણે બંનેનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે.

મહિલાનું માનવું છે કે તેના પતિના આડાસંબંધ મહિલા વકીલ સાથે છે જે તેના પતિની સાથે રહે છે. મહિલા ઇચ્છે છે કે જ્યાં સુધી સંપત્તિના ભાગલા અને તેનાથી તલાક ન થયા ત્યાં સુધી તે કોઇ મહિલા સાથે ઘરમાં રહે નહીં.

પતિનું કહેવું છે કે મહિલા વકીલ તેના કેસની વકીલ છે અને આ બાબતે તે ઘરે આવી હતી. પત્ની તેનાથી અલગ રહે છે. અને તેની સાથે વિવાદ ચાલી રહ્યો છે જે મામલો કોર્ટમાં છે.

મહિલા વકીલે ડોક્ટરના ઘરમાં આવવાનું કારણ જણાવ્યું કે તેના ક્લાઇન્ટનું ઘર છે અને બાળકો સાથે તે ક્લાઇન્ટને મળવા કેસના કારણે જ ત્યાં ગઇ હતી.

આ મામલે બિરસાનગર પી મર્મુનું કહેવું છે કે બંને વચ્ચે પહેલાથી જ સંપત્તિ અને અન્ય વિવાદને લઇને કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.

એવામાં મહિલા જો પોતાના પતિ અને મહિલા વકીલ વિરુદ્ધ લેખિત ફરિયાદ કરે છે તો કાર્યવાહી જરૂર કરશું. હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page