Only Gujarat

National TOP STORIES

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યાના આઘાતમાં ભાભીએ તોડ્યો દમ

મુંબઈઃ બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે સ્યૂસાઇડ કર્યાનો આઘાત તેમની ભાભી સુધા દેવી સહન કરી શકી નહી અને તેમનું પણ મોત થયું છે. તેમનું મોત તે સમયે થયું જ્યારે, મુંબઈમાં સુશાંતના અંતિમ સંસ્કાર સંપન્ન થયા હતાં. સુધા દેવીને તેમના દીયરના મોતના સમાચાર મળતાં જ તેમને ખાવા-પીવાનું બંધ કરી દીધું હતું. તે સુશાંત સિંહ રાજપુતના પૈતૃક ગામ પૂર્ણિયાના મલહીડામાં રહેતા હતાં.

સુશાંત સિંહ રાજપુતે મુંબઈના બાંદ્રા સ્થિત તેમના ઘરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ પછી આખા દેશમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. બિહારના પૂર્ણિયા સ્થિત તેમના પૈતૃક ગામ મલડીહા તથા પટનાના રાજીવ નગર વિસ્તારના લોકો રડતાં પણ જોવાં મળ્યાં હતા. આ બંને જગ્યાએ સુશાંતના બાળપણની યાદો જોડાયેલી છે. તેમના ખગડિયા સ્થિત મોસાળમાં પણ માતમનો માહોલ છવાયેલો છે.

ઊંડા આઘાતમાં જતાં રહ્યા પિતા, ભાભીનું પણ થયું મોત
સુશાંતના મોતના સમાચાર મળ્યા પછી પટનામાં રહેતાં તેમના પિતા કે.કે.સિંહ ઊંડા આઘાતમાં જતા રહ્યા છે, તો પૂર્ણિયાના પૈતૃક ગામમાં રહેતી તેમની ભાભી સુધા દેવીએ પણ ખાવા પીવાનું બંધ કરી દીધું હતું. સુશાંત સિંહ રાજપુતના સમાચાર સાંભળ્યા પછી છેલ્લાં ઘણાં સમયથી બીમાર સુધા દેવીની હાલત બગડી ગઈ હતી. આઘાતમાં તે વાંરવાર બેભાન થતાં હતાં. સ્વજનોએ તેમને સાંત્વના પણ આપી અને ડૉક્ટરને પણ બતાવ્યું હતું પણ, તેમના પર કોઈ અસર થઈ નહોતી. ભાનમાં આવતાં જ તે સુશાંત વિશે પૂછતા કે, તેને સારું છે કે નહીં. પછી, ઘર જ્યારે લોકોની ભીડ જોઈ તો તે બેભાન થઈ જતાં હતાં. અને મોડી સાંજે તેમનું મોત થઈ ગયું હતું.

ભાઈએ કહ્યું, ‘પહેલાં સુશાંતનું મોત, હવે પત્નીનું પણ મોત
સુધા દેવીના પતિ અને સુશાંતન ભાઈ અમરેન્દ્ર સિંહે કહ્યું હતું કે, ‘સોમવારે સવારે સુધા દેવીની તબિયત વધારે બગડી હતી. સાંજે પાંચ વાગ્યે તેમને અંતિમ શ્વાસ લીધા હતાં.’ શોકાતુર અમરેન્દ્ર સિંહે રડતાં – રડતાં કહ્યું કે, ‘પહેલાં ભાઈએ સાથ છોડ્યો, હવે પત્ની પણ જતી રહી. હવે કોના સહારે જીવતો રહીશ.’

મુંબઈમાં સુશાંતના અંતિમ સંસ્કાર, મૃતદેહ જોઈ આઘાતમાં સરી પડ્યા પિતા
સોમવારે સુશાંત સિંહ રાજપુતના પિતા કે.કે. સિંહ પટનાથી મુંબઈ આવ્યા હતાં, જ્યાં તેઓ દીકરાનો મૃતદેહ જોઈ આઘાતમાં સરી પડ્યા હતાં. તેમની સાથે આવેલાં સુશાંતના કૌટુંબિક ભાઈ અને બિહારના છાતાપુરના ધારાસભ્ય નીરજ સિંહ બબૂલ સહિત અન્ય લોકોએ તેમને સંભાળ્યા હતાં. આ પછી સુશાંતના અંતિમ સંસ્કાર મુંબઈમાં સંપન્ન થયા હતાં.

પૈતૃક ગામમાંતી લોકો પૂછી રહ્યા છે સવાલઃ કોની નજર લાગી?
સુશાંત સિંહ રાજપુતનું મૃત્યુ થતાં તેમના પૈતૃક ગામ મલડીહામાં માતમ છે. દરેક લોકો મૂક બની આંખોથી આંખોમાં સવાલ પૂછી રહ્યાં છે કે, અમારા ગુલશન (સુશાંતનું નિક નેમ)ને કોની નજર લાગી હતી. ગામમાં લોકો સુશાંતને ગુલશનના નામથી બોલાવતા હતાં. તેમના મોતથી દરેકની આંખોમાં આંસુ છે. મલડીહા ગામમાં સુશાંતના મોતનો આઘાત તેમના ભાભીના મોતથી વધારે ઊંડો છે.

You cannot copy content of this page