Only Gujarat

National

પત્નીએ બે મહિનાની રજામાં ઘરે આવેલા પતિને ઘાતકી રીતે ફટકાર્યો

રાજસ્થાનમાંથી પતિ-પત્નીના વિવાદનો અનોખી ઘટના સામે આવી છે. જ્યાં રજાઓ પર ઘરે આવેલ સેનાના જવાનની પત્નીએ પોતાના ભાઈની સાથે મળીને ધોલાઈ કરી હતી. પતિની ફક્ત એટલી જ ફૂલ હતી કે તેની પત્નીને દિલ્હી ફરવા જવા માટે ના પાજી દીધી હતી. બસ આ વાતનું ખોટું લાગતાં તેણે પહેલા પતિને રૂમમાં બંધ કરી દીધો પછી લોખંડના સળિયા અને લાકડીથી ધોલાઈ કરી હતી.


જોકે, આ ઘટના બાડમેર શહેરની છે. જ્યાં ઈન્ડિયન આર્મીમાં નોકરી કરનાર ચૂનારામ જાન્યુઆરીમાં બે મહિના માટે ઘરે આવ્યો હતો. શુક્રવારે પત્ની નોજી દેવીએ પતિને દિલ્હી ફરવા લઈ જવા માટે કહ્યું અને 50 હજાર રૂપિયા તેના માટે માંગ્યા. પરંતુ જવાન બાળકોની પરિક્ષા ચાલી હતી એટલા માટે ના પાડી દીધી હતી. બસ આટલી જ વાતનું પત્નીને ખોટું લાગ્યું અને વીફરી હતી.


મહિલાએ પહેલા પોતાના પિયરમાં ફોન કરીને ભાઈઓને બોલાવી લીધા પછી બધાં સાથે મળીને જવાન ચૂનારામની બરાબરની ધોલાઈ કરવાનો પ્લાન બનાવ્યો હતો. આ માટે પત્નીએ પતિને રૂમમાં બંધ કરી દીધો હતો અને લોખંડના સળિયાથી ધોલાઈ કરી હતી. લગભગ ચાર-પાંચ કલાક સુધી ધોલાઈ કર્યા બાદ પત્ની અને તેના પિયરવાળા ત્યાંથી ભાગી ગયા હતાં.


યુવકે 12 માર્ચે પોલીસ સ્ટેશનમાં પત્ની સહિત 6 લોકોની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. યુવકે પોતાની ફરિયાદમાં લખાવ્યું હતું કે, તેની પત્ની ફોન પર કોઈની સાથે કરતી હતી. હું જ્યારે પર રજાઓમાં ઘરે આવતો હતો ત્યારે તે વારંવાર ઝઘડો કરતી હતી. જોકે હું ફોન પર વાત કરવાની ના પાડતો હતો તો મને દહેજના કેસાં ફસાવવાની ધમકી આપતી હતી.


મેં તેને અને તેના પિયરવાળાઓને 50 હજાર રૂપિયા આપ્યા નહીં તો તેણે તેના ભાઈઓને બોલાવીને મારી ધોલાઈ કરી હતી. ચૂનારામના લગ્ન 13 વર્ષ પહેલા નોજી દેવી સાથે થયા હતાં. તેમને 11 વર્ષનો એક પુત્ર અને અઢી વર્ષની એક પુત્રી પણ છે.

You cannot copy content of this page