આ મહિલાની સુસાઈડ નોટ વાંચી તમારી આંખોમાં આવી જશે આસું

ઈંદોરમાં ફાંસી લગાવી જીવનનો અંત લાવનાર કરૂણા શર્માનો જીવ બીસી ફંડના કારણે ગયો અને તેની મિત્રો મોના શર્મા, પ્રમિલા અત્રીવાલ, અને કૃષ્ણા સોનીએ જ તેને દેવાની જાળમાં ફસાવી હતી. 10 પાનાંની સુસાઈડ નોટમાં તેણે જણાવ્યું કે – મારું જીવન નર્ક બની ગયું છે. હવે પ્રેશર સહન નથી થતું. મને ખબર છે કે, મારા મૃત્યુ માટે જવાબદાર લોકોને સજા નહીં થાય, કારણકે તેમની પહોંચ ઊંચી છે.

જો એ લોકોને કોઈ સજા થશે તો તેનાથી મને સંતોષ મળશે કે, સિસ્ટમ જેવું કઈં તો છે. હું છેલ્લા એક વર્ષથી મૃત્યુની ભીખ માંગી રહી છું. હે ભગવાન મને આત્મહત્યા માટે મજબૂર કરનાર લોકોની સ્થિતિ મારા કરતાં પણ વધારે ખરાબ થાય. જે રીતે હું તડપી એ જ રીતે એ લોકો પણ તડપશે. હવે બધાં તૈયાર થઈ જાશો તમારા વારા માટે.

પરિચિતોના રૂપિયા બીસીમાં લગાવડાવ્યા હતા
કરૂણા છેલ્લાં ચાર વર્ષથી મહિલાઓના ગૃપની બીસીમાં જોડાયેલ હતી. કરૂણાએ ઘણાં પરિચિતોના લાખો રૂપિયા બીસીમાં લગાવડાવ્યા હતા. પરંતુ મોના અને પ્રેમિલા કરૂણાના પૈસા પાછા આપતાં નહોંતાં. કરૂણાએ જે લોકો પાસેથી રૂપિયા લીધા હતા, તેઓ પણ તેના પર દબાણ કરવા લાગ્યાં હતાં. તે લોકોને તે પોતાની પાસેથી પૈસા આપવા લાગી હતી. કરૂણા બેન્કની લોનના હપ્તા પણ ભરી શકતી નહોંતી. જેના કારણે તે તણાવમાં આવવા લાગી હતી.

રૂપિયા માંગતા લોકો કરૂણાના પતિની હત્યાની ધમકી આપતા હતા. થોડા દિવસ પહેલાં તેના ઘરે તોડફોડ પણ થઈ હતી. ત્યારબાદ કરૂણાએ તેના પતિને ભિલાઈ મોકલી દીધો હતો. બંને અલગ-અલગ રહેતાં હતાં. જે દિવસે કરૂણાએ ફાંસી લગાવી એ દિવસે તેનો પતિ ઉત્તમ ભિલાઈમાં હતો.

કરૂણાએ તેને ફોન કર્યો પરંતુ તેણે ફોન ન ઉપાડ્યો. તેણે ઘરમાં લાગેલ સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ મોબાઈલમાં જોયું. જેમાં કરૂણા ફાંસીના ફંડા પર તડપી રહી હતી. ઉત્તમે તરત જ પડોસીઓને તેની માહિતી આપી, પરંતુ ત્યાં સુધીમાં કરૂણાનું મૃત્યુ થઈ ગયું હતું. પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી દીધી છે. બહુ જલદી કરૂણાને આત્મહત્યા માટે મજબૂર કરનાર લોકો વિરૂદ્ધ કેસ દાખલ થઈ શકે છે.