Only Gujarat

National

આ ચોર છે MBA, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં આપ્યો છે ચોરીને અંજામ

બેંગલોર પોલીસે એક એવા શાતિર ચોરની ધરપકડ કરી છે કે, જેણે છેલ્લા ચાર વર્ષમાં ફક્ત બેંગલોરમાંથી 14 લક્ઝરી કારની ચોરી કરી છે. પોલીસે તેની પાસેથી એક ટોયોટા ફોર્ચ્યુનર અન એક ઓડી કાર ઝડપી છે. 41 વર્ષીય આરોપી સત્યેંદ્ર સિંહ શેખાવત રાજસ્થાનનો રહેવાસી છે અને તે અલગ-અલગ રાજ્યોમાં કાર ચોરીની ઘટનાને અંજામ આપી ચૂક્યો છે.


પોલીસેના જણાવ્યા પ્રમાણે સત્યેંદ્ર હંમેશા લક્ઝરી કાર અન એસયૂવી કારની જ ચોરી કરતો હતો. તે સ્માર્ટ ગેજેટ્સનો ઉપયોગ કરી ડુબ્લીકેટ ચાવીઓ તૈયાર કરતો અને આંખના પલકારામાં રસ્તા પરથી કાર ઉઠાવી લેતો હતો. શેખાવત પહેલીવાર વર્ષ 2003માં પોલીસની ઝપેટમાં આવ્યો હતો. અત્યાર સુધી ગુજરાત, કર્ણાટક, દિલ્હી, મહારાષ્ટ્ર, હૈદરાબાદ, તમિલનાડુ, દમણ, દીવ અને તેલંગાણામાં 40થી વધારે કાર ચોરી કરી ચૂક્યો છે.


આ રાજ્યોની પોલીસ પહેલા પણ તેની ધરપકડ કરી ચૂકી છે. પરંતુ દરેક વખત બહાર આવ્યા બાદ તે ચોરી કરવા લાગતો હતો. થોડા દિવસો માટે તેણે જગ્યા બદલી નાખી હતી અને જેલમાંથી છૂટ્યા બાદ થોડા મહિના સુધી તે રાજ્યમાં ચોરી કરતો નહતો.


પોલીસના જણાવ્યા પ્રમાણે, સત્યેંદ્ર સિંહ શેખાવત રાજસ્થાનના જયપુરનો રહેવાસી છે. તેણે એમબીએ (ફાયનેન્સ)ની ડિગ્રી મેળવી ચૂક્યો છે. એટલું જ નહીં તેને એક પુત્ર પણ છે જે કોમર્સ સ્ટ્રીમમાં અભ્સાય કરી રહ્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, ચોરીની આ ઘટનાઓમાં સત્યેંદ્રની પત્ની પણ સામેલ છે. સત્યેંદ્રની પત્ની ઓગસ્ટ 2021માં તેંલગાનામાં ચોરીની કાર વેચતાં પકડાઈ ગઈ હતી. ધરપકડ કર્યા પહેલા તેને રાજસ્થાનની કોર્ટમાં હાજર કરવામાં આવી હતી. પરંતુ બાદમાં સત્યેંદ્રે પોતાના વકીલ મારફતે પ્રાઈવેટ કન્મપલેન્ટ રિપોર્ટ પણ દાખલ કરી હતી. જેમાં તેલંગાના પોલીસ તરફથી તેની પત્નીની ધરપકડને લઈને ચેતવણી આપવામાં આવી હતી.


પરંતુ તેલંગાના પોલીસે પોતાના જવાબમાં દાવો કર્યો હતો કે, સત્યેંદ્રની પત્ની ચોરીની કાર વેચી રહી હતી અને તેનું સિમકાર્ડ ફેક આઈડી પર લેવામાં આવ્યું હતું. તે નંબરથી તેલાંગાના પોલીસને વ્હોટ્સએપ પર મેસેજ મોકલીને ચેતવણી આપવામાં આવી હતી કે, પકડી શકો તો પકડી લો.

You cannot copy content of this page