Only Gujarat

FEATURED National

કોરોનાવાઈરસ જાય ત્યારે આમના ત્યાગને જોજો ભૂલી ના જતાં, આંખોમાંથી આવી જશે પાણી

મુંબઈઃ કોરોનાને હરાવવા માટે પોલીસકર્મીઓ એક યૌદ્ધાની જેમ મેદાનમાં દિવસ-રાત ઊભા છે. તેઓ આ મહામારીને હરાવવા માટે પોતાના પરિવાર અને બાળકોને છોડી ડ્યુટી પર તહેનાત છે. આ દરમિયાન મહારાષ્ટ્રથી એક હજારો શબ્દોની ગરજ સારતી તસવીર સામે આવી છે. તસવીરમાં એક પોલીસ અધિકારી પોતાના બે વર્ષના પુત્ર સાથે છેલ્લા ઘણાં દિવસથી મળ્યા નથી. તેઓ માત્ર પોતાના માસુમ સાથે બારીની સામે ઊભા રહીને વાતો કરે છે.

આ માર્મિક કહાની મહારાષ્ટ્રના બીડ જિલ્લાના પોલીસમાં તહેનાત પોલીસકર્મી સુજીત વડેની છે, જે મહામારીને કારણે પોતાના પરિવાર અને દીકરાને મળી શકતા નથી. જ્યારે પણ તેઓ ઘરે આવે છે તો 10 ફૂટ દૂર રહીને વાતો કરે છે. તેમનો પુત્ર દૂરથી જ પાપા..પાપાની બૂમો પાડે છે અને તેઓ ઇચ્છતા હોવા છતા તેની પાસે જઇ શકતા નથી.

પોલીસ ઓફિસર સુજીત વડેનું કહેવું છે કે તે જ્યારે પત્ની સાથે ફોન પર વાત કરે છે ત્યારે પુત્ર અવાર નવાર કહે છે કે પાપા ઘરે ક્યારે આવશો. તમે ક્યાં રહો છો ઘરે કેમ નથી આવતા. આ સાંભળી તેમની આંખમાં આંસુ આવી જાય છે. પરંતુ ઇચ્છા હોવા છતાં તે ઘરે જઈ શકે તેમ નથી. આ સમયે તેમની સૌથી પહેલી જવાબદારી કોરોનાને હરાવવાની છે.

પોલીસ ઓફિસર સુજીત વડેનું કહેવું છે કે કોરોના એવી બીમારી છે, જે ટચ કરવાથી ફેલાઇ છે. તે દિવસભર એવા વિસ્તારોમાં જાય છે જ્યાં કોરોના સંક્રમિત લોકો રહે છે. સંક્રમણનો હંમેશા ખતરો રહે છે. આથી કોરોનાથી પરિવારને બચાવવા ઘરે જતાં નથી.

આ તસવીર જોઇને તમને અંદાજ તો આવી જ જશે કે કેવી રીતે માસુમ પોતાના પિતાને જોઇને ખુશ છે. પોલીસ ઓફિસર સુજીતનું કહેવું છે કે ટૂંક સમયમાં આપણે કોરોના સામેની આ જંગ જીતી જઇશું. પછી તે પુત્ર અને પરિવાર સાથે સમય વિતાવશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page