Only Gujarat

National

પત્ની બોલી પતિ નહોતો આપતો ટાઈમ એટલે તે બહાર લફરું કર્યું, અંતે પકડાઈ ગઈ તો પતિએ….

એક વ્યક્તિએ પોતાની પત્નીને મહોલ્લાના એક યુવક સાથે હોટેલમાં રંગરેલીયા મનાવતી રંગેહાથ પકડી હતી. પતિની બહેને ભાભીનો પીછો કર્યો હતો અને પછી આ આખી ઘટનાનો પર્દાફાશ થયો હતો. પોલીસે પત્નીના પ્રેમીની અટકાયત કરી છે. ત્યારબાદ બસ સ્ટેન્ડ ચોકી પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. પત્નીએ કહ્યું હતું કે તેનો પતિ તેને ટાઇમ આપતો નથી. તેથી જ તે પ્રેમી સાથે સમય પસાર કરે છે. તેણે સ્વીકાર્યું હતું કે પરિણીત હોવા છતાંય તેનું અફેર ચાલે છે. દંપતીને કોઈ સંતાન નથી.

પંજાબના જાલંધરનો આ કિસ્સો છે. અહીંના બસ સ્ટેન્ડની પાસે આવેલી હોટલમાં હોબાળો થયો હતો. મહિલાના પતિ રવિએ કહ્યું હતું કે તેની પત્નીએ પિયર ચોગિટ્ટી બાઇપાસ જવું છે. જોકે, પતિએ તેને ત્યાં જવાની ના પાડી હતી. પતિ બહાર જતાં પાંચ મિનિટ બાદ જ પત્ની પણ રિક્ષામાં બહાર નીકળી હતી. ત્યારબાદ તેની પાછળ પાછળ એક યુવક બાઇક પર આવ્યો હતો. તેની પાછળ રવિ (પતિ)ની બહેન પણ આવી હતી. તેણે પીછો કર્યો તો ભાભી બસ સ્ટેન્ડ નજીકની હોટલમાં રંગેહાથ પકડ્યા હતા.

પત્ની તથા યુવકની મેડિકલ તપાસ કરી કાર્યવાહી થાયઃ પતિએ માગણી કરી છે કે પત્ની તથા પ્રેમીની મેડિકલ તપાસ થવી જોઈએ અને તેમની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ, જેથી તેનું ઘર બરબાદ થતાં બચી જાય. પતિએ કહ્યું હતું કે તેને લાંબા સમયથી પત્ની પર શંકા હતી, પરંતુ પુરાવા ના હોવાને કારણે તે કંઈ કરી શકતો નહોતો.

ભાભી ઓટોમાં બેઠી, બાઇક પર યુવક આવ્યોઃ પતિની બહેને કહ્યું હતું કે તે તેની માતાને ફરવા માટે બહાર લઈ જવા માટે હતી તો તેના ભાઈએ પણ તેની પત્ની એટલે કે ભાભીને બહાર લઈ જાય. જ્યારે તે ભાઈના ઘર તરફ ગઈ તો તેણે હજી રોડ પણ ક્રોસ કર્યો નહોતો અને તેણે ભાભીને ઓટોમાં જોઈ અને ઓટોની પાછળ બાઇક પર યુવક જોવા મળ્યો હતો. તેણે બંનેનો પીછો કર્યો હતો. તે દોઢ કલાક હોટલની બહાર બેઠી હતી. પછી તેણે ભાઈને ફોન કરીને બોલાવ્યો હતો. જ્યારે પણ તેઓ ભાભીને કંઈ કહેવા જાય તો તેની પર જ આરોપો મૂકતી હતી. (તસવીરમાં નણંદ)

ભાઈ-બહેન બનીને હોટલમાં રોકાયાઃ પતિએ આરોપ લગાવ્યો છે કે તેની પત્ની પ્રેમી સાથે ભાઈ-બહેન બનીને હોટલમાં રોકાઈ હતી. જ્યારે તેમણે હોટલના મેનેજરને કહ્યું હતું કે તેની પત્ની પરપુરુષ સાથે હોટલના રૂમમાં છે. તો તેમણે એમ કહ્યું કે તે ભાઈ-બહેન છે. માત્ર 300 રૂપિયામાં હોટલનો રૂમ આપવામાં આવ્યો હતો. પતિનો આરોપ છે કે હોટલમાં ગોરખધંધા ચાલે છે. તેમના લગ્નને પાંચ વર્ષ થયા છે. પાંચ વર્ષમાં પત્ની ચાર વાર પ્રેગ્નન્ટ થઈ હતી, પરંતુ ચારેયવાર મિસકેરેજ થયું હતું.

પત્નીએ પતિ પર આરોપો મૂક્યાઃ પત્નીએ કહ્યું હતું કે તેનો પતિ તેને ટાઇમ આપતો નથી. પત્નીએ અફેર હોવાની વાત કબૂલી હતી. જોકે, તેણે એમ કહ્યું હતું કે પતિના ફોનમાં અનેક યુવતીઓના નંબર છે અને અનેક નંબર બ્લોક લિસ્ટમાં છે. પતિએ આ તમામ આરોપોનું ખંડન કર્યું હતું અને કૉલ ડિટેલ્સ ચેક કરવાની ખુલ્લી ચેલેન્જ આપી હતી. હાલમાં પોલીસ બંને પક્ષના નિવેદનને આધારે તપાસ કરે છે.

You cannot copy content of this page