Only Gujarat

FEATURED National

IAS પતિના ત્રાસથી છૂટવા પત્ની માગી રહી છે ભીખ, કરી આજીજી પણ કોઈ ના આવ્યું મદદે

જો કોઈ મહિલાને ન્યાય ન મળે તો તે પોલીસ પાસે જાય. જ્યારે તેની સુનાવણી ત્યાં પણ ન થાય, ત્યારે તે ડીએમ એટલે કે જિલ્લા કલેક્ટર પાસે જાય છે અને ન્યાયની માંગણી કરે છે. પરંતુ તે જ જિલ્લા અધિકારીની પત્નીએ ન્યાય માટે દરવાજે-દરવાજે ભટકવું પડે છે અને હિબકા ભરી-ભરીને રડે તો શું થાય. ઉત્તરપ્રદેશના લલિતપુરમાં પણ આવો જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં IASની પત્ની પિડિત બનીને આંસુ વહાવી રહી છે.

હિબકા ભરીને દુખ જણાવી રહી છે DMની પત્ની
વાસ્તવમાં, લલિતપુર જિલ્લાના DM એ.દિનેશ કુમાર પર તેની પત્ની રાજકુમારી દ્વારા દહેજની પજવણીનો આરોપ મૂકવામાં આવ્યો છે. તેના રડવાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં આઈએએસ અધિકારીની પત્ની રડતી-રડતી પોતાનું દર્દ વ્યક્ત કરતી જોવા મળી રહી છે. એટલું જ નહીં, તેમણે આરોપ લગાવ્યો કે, સાસરિયાઓએ તેમને માર માર્યો હતો અને પતિ સામે ઉભો ઉભો જોઈ રહ્યો હતો.

પત્નીને રૂમમાં બંધ કરીને ટોર્ચર કરે છે DM
DMની પત્ની વીડિયોમાં પોતાની તકલીફ જણાવી રહી છે કે, તેનો પતિ એ. દિનેશ કુમાર બીજા લગ્ન કરવાના છે. જ્યારે હું તેનો વિરોધ કરું છું, ત્યારે તે મારી સાથે મારપીટ કરવાનું શરૂ કરે છે. તે આટલો મોટો અધિકારી છે, તેથી તેની સામે ફરિયાદ પણ પોલીસમાં લખી રહી નથી. વીડિયોમાં તે ન્યાયની માંગણી કરી રહી છે. આ સિવાય તે હાથમાં થયેલી ઈજા બતાવી રહી છે કે મારા પતિ મને ઓરડામાં બંધ કરીને ખૂબ જ ટોર્ચર કરે છે. હાલમાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

IAS ઓફિસરે કોઈનો ફોન ઉઠાવ્યો નહી
લલિતપુર જિલ્લાના DM દિનેશ કુમાર ભારતીય વહીવટી સેવાના 2012 બેચના આઈએએસ અધિકારી છે. દિનેશ કુમારે આ વર્ષે એક મહિના પહેલાં જ લલિતપુર જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે ચાર્જ સંભાળ્યો હતો. પત્નીનો વીડિયો વાયરલ થયા પછી મીડિયાએ અધિકારીને ફોન કર્યો હતો, પરંતુ તેમણે કોઈ ફોન રિસીવ કર્યો ન હતો. તેમના સ્ટેનોએ ફોન ઉપાડ્યો અને કહ્યું કે ડીએમ મીટિંગમાં વ્યસ્ત છે.

 

You cannot copy content of this page