Only Gujarat

National TOP STORIES

મજૂરનું રાતોરાત ચમક્યું નસીબ, પાણીથી માટી કરી સાફ અને મળ્યો લાખોનો હીરો

પન્ના: ક્યારે કોનું નસીબ બદલી જાય અને તે રંકમાંથી રાજા બની જાય તે કોઇ નથી જાણતું. મધ્યપ્રદેશના પન્ના જિલ્લામાં એક શ્રમિકનું નસીબ હીરાએ ચમકાવી દીધું. મધ્યપ્રદેશના પન્ના જિલ્લામાં ક્યારે કોનું નસીબ ચમકી જાય તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. આ ધરા એવી છે કે, એક ઝટકામાં રંકને રાજા બનાવી દે છે. આ સમયે દુનિયા કોરોનાના સંકટ સામે ઝઝુમી રહી છે. લોકો નોકરીઓ ગૂમાવી રહ્યાં છે, ધંધા રોજગાર ઠપ્પ પડ્યાં છે. તો બીજી તરફ પન્નાની રત્નગર્ભા ધરતી કિંમતી રત્નની લ્હાણી કરી રહી છે.


પન્નાના જરુઆપુરની આ એક એવી ખાણ છે, જેમાંથી ક્યારે કિંમતી રત્ન મળી જાય તેનો કોઇ અનુમાન લગાવી શકાતો નથી. આ કારણથી જ આ ખાણમાં કામ કરવા માટે લોકો હંમેશા તત્પર રહે છે.

ગુરૂવારે (છ ઓગસ્ટ) જરૂઆપુર ઉથલી ખાણમાંથી શ્રમિક સુબલને એક સાથે ત્રણ કિંમતી હીરા મળ્યાં, જેનું વજન લગભગ સાડા સાત કેરેટ છે. સુબલ નામનો શ્રમિક જ્યારે ખાણમાંથી માટી સાફ કરતો હતો ત્યારે તેમને આ હીરા મળી આવ્યાં.

ત્રણેય હીરાનું વજન 4.45,216,093 કેરેટ છે. ત્રણેયનું કુલ વજન 7.52 કેરેટ છે. સામાન્ય રીતે એક કેરેટનો હીરો 5 લાખનો હોય છે. આ રીતે આ હીરાની કિંમત 30થી 35 લાખ આંકવામાં આવી છે. આ હીરાને શ્રમિક સુબલે હીરા કાર્યલયમાં જમા કરાવ્યો છે. હવે આ હીરાની હરાજી બાદ તેમને હીરાની કિંમત મળી જશે.

આ હીરાની કિંમત આગામી ઓક્શનમાં લગાવાશે, ઓક્શનમાં આ હીરાની જે પણ કિંમત આવશે. તેમાંથી હીરા અધિકારી 12 ટકા ટેક્સ કાપીને બાકીના 88 ટકા રકમ શ્રમિકને સોંપશે, જેથી તે રાતો રાત લાખો પતિ બની જશે.

આ પહેલા પણ શ્રમિકને 10.69 કેરેટનો કિંમતી હીરો મળ્યો હતો. જેની અંદાજિત કિંમત 50 લાખ રૂપિયા આંકવામાં આવી હતી.

You cannot copy content of this page