Only Gujarat

National TOP STORIES

ભારતમાં કોરોના વાયરસની નવી દવા થઈ લોન્ચ, કિંમત જાણી ખરેખર વિશ્વાસ નહીં થાય

કોરોના વાયરસના વધતા સંક્રમણ દુનિયા માટે ચિંતાનો વિષય બની ગયો છે. દેશમાં કોરોના સંક્રમણના રોજ હજારો કેસ સામે આવી રહ્યાં છે. જો કે રાહતની વાત એ છે કે મોટી સંખ્યામાં કોરોના દર્દી સાજા થઇ હોસ્પિટલમાંથી ઘરે પરત ફરી રહ્યાં છે. પહેલાથી ઉપલબ્ધ દવાઓના આધારે ઇલાજ થઇ રહ્યો હતો પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં ડેક્સામેથાસોન, ફેવિપિરાવિર વગેરે અનેક નવી દવાઓ પણ આવી ગઇ છે. આ દવાઓની મદદથી કોરોના દર્દીની સારવાર થઇ રહી છે. હવે દવા કંપની સન ફાર્માએ પણ કોરોના દર્દી માટે ફ્લૂગાર્ડ નામની દવા લોન્ચ કરી છે.

સન ફાર્માસ્યુટિકલ્સ ઇન્ડસ્ટ્રીઝે મંગળવારે કોરોના દર્દી માટે ફ્લૂગાર્ડ ટેબલેટ લોન્ચ કરી છે. ભારતીય બજારમાં તેની એક ટેબલેટની કિંમત 35 રૂપિયા છે. રિપોર્ટ પ્રમાણે ફ્લૂગાર્ડ ટેબલેટથી કોરોનાના હળવા લક્ષણોવાળા દર્દીની સારવાર કરી શકાશે. આ દવા ફેવિપિરાવિરનું જ વર્જન છે.

ફેવિપિરાવિર એક માત્ર એવી દવા છે જેને ભારતમાં એન્ટી-વાયરલ ટ્રીટમેન્ટ તરીકે કોવિડ-19ની સારવાર માટે અનુમતી આપવામાં આવી છે. આ ફ્લુગાર્ડ ટેબલેટમાં ફેવિપિરાવિરનો 200 એમજીનો ડોઝ છે. કહેવામાં આવે છે કે દવા સસ્તી હોવાને કારણે તેની પહોંચી વધુ દર્દી સુધી હશે.

ઉલ્લેખનીય છે કે જાપાની કંપની ફુજીફિલ્મ હોલ્ડિંગ કોર્પ ફેવિપિરાવિર ડ્રગને મોટા પ્રમાણે તૈયાર કરવામાં આવે છે. કંપની તેને એવિગનના નામથી બજારમાં વેચે છે. આ દવાનો ઉપયોગ ઇંફ્લુએન્જાની સારવાર માટે કરવામાં આવે છે. થોડા દિવસ પહેલા ટ્રાયલ દરમિયાન કોરોના દર્દી પર આ દવાની સારી અસર જોવા મળી હતી.

સન ફાર્મા કંપનીની સીઇઓ કિર્તી ગાનોરકરના જણાવ્યા પ્રમાણે દેશમાં કોરોનાના કેસ જે ગતિએ વધી રહ્યાં છે તે જોતા કોરોના દર્દીને તાત્કાલિક સારવારની જરૂર છે. તેઓએ કહ્યું કે કોરોના દર્દીની સારવારમાં લાગેલા સ્વાસ્થ્યકર્મીઓને પણ સારવારમાં નવા વિકલ્પ આપવા જોઇએ. આથી કંપનીએ ફ્લુગાર્ડ લોન્ચ કરી છે.

કંપનીનું કહેવું છે કે દવા સસ્તી હોવાને કારણે વધુમાં વધુ દર્દીની સારવાર સંભવ થઇ શકશે. કંપનીના જણાવ્યા પ્રમાણે સન ફાર્મા સરકાર અને સ્વાસ્થ્યકર્મીઓની સાથે મળી ફ્લૂગાર્ડને ઝડપથી ઉપલબ્ધ કરાવવા માટે પ્રયાસરતછીએ. બજારમાં આ સપ્તાહથી ફ્લૂગાર્ડનો સ્ટોક ઉપલબ્ધ થઇ જશે.

ઉલ્લેખનીય છેકે આ પહેલા ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સ કંપનીએ કોવિડ-19 માટે એન્ટીવાયરલ દવા ફેવિપિરાવિરને બજારમાં ઉતારી હતી. કંપનીએ ફેબિફ્લુનાનામથી આ દવાને ઉપલબ્ધ કરાવી છે. આ દવા ડોક્ટરની સલાહ પર જ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. 34 ટેબલેટના પત્તાની કિંમત 3, 500 રૂપિયા છે.

ફાર્મા કંપની હેટેરોએ પણ ફેવિપિરાવિરને ભારતીય બજારમાં ફેવિપિર નામથી ઉતારી છે. આ દવાની કિંમત 59 રૂપિયા પ્રતિ ટેબલેટ છે. ક્લિનિકલ ટ્રાયલમાં આ દવાનું સકારાત્મક પરિણામ સામે આવ્યા બાદ આ દવાને મંજુરી આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આજ કંપનીએ સૌથી પહેલા કોરોના સારવારમાં કારગર નીવડતી કોવિફોર લોન્ચ કરી છે. જે રેમડેસિવિરનું વર્જન છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page