Only Gujarat

National TOP STORIES

લગ્ને લગ્ને કુંવારી છે આ યુવતી, પતિઓ પાસેથી રૂપિયા લઈ બની ગઈ છે કરોડપતિ

નવી દિલ્હીઃ લૂંટેરી દુલ્હનના ઘણા કેસ દેશમાં બનતા રહ્યાં છે. આવા જ એક કેસમાં ઝારખંડની પ્રિયંકા કુમારી ચર્ચામાં આવી છે. જેણે એક મેટ્રોમોનિયલ સાઈટ થકી 3 યુવકોને ફસાવ્યા હતા. યુવકો પાસેથી મોટાપાયે પૈસા પડાવ્યા બાદ તે એક પતિ સાથે વિદેશ ભાગી ગઈ હતી.

પ્રિયંકા નામની યુવતીએ સૌપ્રથમ ગિરિડીહના નિલય કુમાર સાથે રાંચીમાં લગ્ન કર્યા હતા. 2 વર્ષ બાદ નિલય અને પ્રિયંકા વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા. આ દરમિયાન પ્રિયંકા નિલય પાસેથી 1 કરોડ રૂપિયા ખંખેરી ગુમ થઈ હતી.

લૂંટેરી દુલ્હને તે જ મેટ્રોમોનિયલ સાઈટ પરથી રાજકોટના અમિત મોદી નામના યુવકને ફસાવ્યો હતો અને તેની સાથે લગ્ન કરી રહેવા લાગી હતી. આ દરમિયાન આર્થિક સ્થિતિનો હવાલો આપી તેણે અમિત પાસે 40-45 લાખ પડાવ્યા હતા. અમિત સાથે અમુક મહિના પસાર કર્યા બાદ કોઈ બહાના સાથે પ્રિયંકા બહાર ગઈ અને પછી પાછી આવી નહોતી.

અમિતે પ્રિયંકા અંગે માહિતી મેળવવા માગી ત્યારે તેને જાણ થઈ કે પ્રિયંકાએ પુણેના સુમિત દશરથ પવાર સાથે લગ્ન કરી લીધા છે અને તેઓ કેલિફોર્નિયા રહેવા જતા રહ્યાં છે.

આ મામલે ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે સુમિતની માતાએ પ્રિયંકાના મોબાઈલમાં અમિતનો ફોન જોયો. સુમિતની માતાએ અમિત સાથે પ્રિયંકાની તસવીર પણ જોઈ હતી. જે પછી સુમિતની માતાએ દીકરાને પ્રિયંકાની વાસ્તવિકતા જણાવતા તેમણે પોલીસ ફરિયાદ કરી હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page