Only Gujarat

Business TOP STORIES

દેરાણી ટીના અંબાણીએ જેઠાણીબા નીતા અંબાણીને ખાસ અંદાજમાં કરી બર્થડે વિશ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી 57 વર્ષના થઈ ગયા છે. તેમનો જન્મ 1 નવેમ્બર, 1964માં મુંબઇમાં એક મધ્યમ વર્ગના કુટુંબમાં થયો હતો. અનિલ અંબાણીની પત્ની ટીના અંબાણીએ જેઠાણી નીતાનો થ્રોબેક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે અને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. તેણે ફોટો શેર કર્યો અને લખ્યું- એક સમર્પિત પત્ની અને માતાને જન્મદિવસની શુભેચ્છા. નીતા, અહીં હું તમને એક અદ્ભુત દિવસ, ખુશી, શાંતિ અને નવા સાહસોથી ભરપૂર વર્ષની ઇચ્છા કરું છું

ટીના અંબાણીએ નીતાને તેના ઇન્સ્ટાગ્રામ પર જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. અહીં તેણે ત્રણ ફોટા શેર કર્યા છે, જેમાં પહેલા ફોટામાં તે નીતા સાથે જોવા મળી રહી છે. બીજો ફોટો નીતાનો છે, જેમાં તે સૂટમાં જોવા મળી શકે છે. ત્રીજા ફોટામાં મુકેશ અંબાણી, અનિલ અંબાણી, નીતા અને ટીના અંબાણી નજરે પડે છે. આ એક થ્રોબેક ફોટો છે.

તમને જણાવી દઇએ કે, નીતા નાનપણથી ક્લાસિકલ ડાન્સની શોખીન છે. તેની માતા ઇચ્છતી હતી કે તે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બને. નીતાનો નૃત્ય પ્રત્યેનો જુસ્સો જોઈને તેની માતાએ 8 વર્ષની વયે જ તેમને ભરતનાટ્યમ શીખવવાનું શરૂ કર્યું. નીતાએ ટીચર અને ઇન્ટિરિયર ડિઝાઇનરની ડિગ્રી પણ મેળવી છે.

તમને જણાવી દઇએ કે, નીતા નાનપણથી ક્લાસિકલ ડાન્સની શોખીન છે. તેની માતા ઇચ્છતી હતી કે તે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બને. નીતાનો નૃત્ય પ્રત્યેનો જુસ્સો જોઈને તેની માતાએ 8 વર્ષની વયે જ તેમને ભરતનાટ્યમ શીખવવાનું શરૂ કર્યું. નીતાએ ટીચર અને ઇન્ટિરિયર ડિઝાઇનરની ડિગ્રી પણ મેળવી છે.

ઘણા વર્ષો પહેલા નીતાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેમણે મુકેશની સામે એક શરત મૂકી છે કે જો તે લગ્ન પછી પણ તેને શાળામાં ભણાવવાની મંજૂરી આપે છે, તો તે લગ્ન માટે હા પાડી દેશે.

મુકેશ અંબાણીએ હા પાડી તે પછી જ નીતા લગ્ન માટે સંમત થયા અને સમૃદ્ધ પરિવારની પુત્રવધૂ બન્યા પછી પણ નીતા એક ખાનગી શાળામાં ભણાવતા રહ્યા. બંનેને ત્રણ બાળકો આકાશ, ઇશા અને અનંત અંબાણી છે. ઇશા અને આકાશના લગ્ન થઈ ચૂક્યા છે.

You cannot copy content of this page