Only Gujarat

Gujarat TOP STORIES

કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલ પોતાના સંતાનોને શું આપી ગયા? જુઓ વીડિયો

પ્રશાંત દયાળ, અમદાવાદ: આપણે ત્યાં આપણે આપણા સંતાનોને વારસામાં મિલ્કત અને સંપત્તી આપવાની પ્રથા છે, પરંતુ ખરેખર ભારતીય સંસ્કુતિ પ્રમાણે દરેક પાલક પોતાના સંતાનો વારસામાં ઉત્તમ માણસ થવાના સંસ્કાર આપતો હતો, પરંતુ ભૌતિકવાદના પ્રવાહમાં આપણે ત્યાં સંતાનને સારો માણસ થવાની સલાહ અને તાલીમ આપવાનું લગભગ ભુલી જ ગયા છીએ,તેનું કારણ આપણે ત્યાં સારો માણસોને આપણે માન આપતા નથી પણ કોની પાસે કેટલી સંપત્તી અને સત્તા છે તેના આધારે તેને માન મળતુ હોય છે,આમ છતાં કોંગ્રેસના દિગ્ગજ નેતા જેમની પાસે અખુટ સત્તા અને સંપત્તી હતી તેવા અહેમદ પટેલનું થોડા દિવસ પહેલા જ અવસાન થયુ.

અહેમદ પટેલના પુત્ર અને પુત્રીએ શું કહ્યું? જુઓ વીડિયો

અહેમદ પટેલ પોતાના સંતાનમાં દિકરી મુમતાઝ અને દિકરા ફૈઝલ માટે જે સંપત્તી મુકી ગયા છે તે સાત પેઢી વાપરે તો પણ ખુટે તેમ નથી, પણ સંપત્તી કાયમી હોતી નથી, પણ સંસ્કાર કાયમી હોય છે.

અહેમદ પટેલ પોતાના સંતાનોને સારો માણસ થવાની તાલીમ આપી ગયા,તેના પરિણામ સ્વરૂપ અહેમદ પટેલની વિદાય પણ તેમની દિકરી મુમતાઝ અને દિકરો ફૈઝલ પોતાના પિતાના ગામ પિરામણ પહોંચ્યા હતા અને ત્યાંના આદિવાસીઓ જેમના માટે અહેમદ પટેલ કોઈ ફરિસ્તા કરતા કરતા પણ વધારે હતા કારણ આ વિસ્તારમાં અહેમદ પટેલે હોસ્પિટલ બનાવવા સહિત અને અનેક કામો ગરીબો માટે કરેલા છે. આ વિસ્તારના આદીવાસીઓને મળી કહ્યું, અમારા પિતા હવે રહ્યા નથી પણ તમે એકલા નથી અમે તમારી સાથે છીએ.

મુમતાઝે જુના દિવસોને યાદ કરતા કહ્યુ કે, અમે નાના હતા ત્યારે અહિયા ગરબા જોવા માટે આવતા હતા અને તમને મળવા આવતાં રહીશું. ફૈઝલે કહ્યું કે, મારા પિતા માટે પ્રાર્થના કરજો અને તમારે કોઈ પણ કામ હોય તો મને કહેજો અમે તમારી સાથે છીએ. આમ મુમતાઝ અને ફૈઝલે એક ઉત્તમ સંતાન હોવાનું અને અહેમદ પટેલની તાલીમ એળે ગઈ નથી તેવું સાબીત કર્યું.

અહેમદ પટેલના પુત્ર અને પુત્રીએ શું કહ્યું? જુઓ વીડિયો

You cannot copy content of this page