Only Gujarat

Religion TOP STORIES

આજે છે સૂર્ય-ચંદ્ર-કેતુનો અનોખો સંયોગ! કઈ રાશિના જાતકોને રહેવું પડશે સાવધાન

મેષઃ આજે આપને મનમાં ઉત્સાહ જણાય તેમજભાગીદારીના કાર્યોમાં લાભની તકો જણાય, ઉતાવળિયું પગલું ભરવું નહિ, સગા-સ્નેહી સાથે યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને તેમજ કાર્યક્ષેત્રમાં વ્યસ્તતા વધારે જણાય, દિવસ ધીરજાતાથી પસાર કરવો.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રે વાણી-સંયમ જાળવવો, નવી તકનું નિર્માણ સંભવ બને.
  • પરિવાર: દાંપત્ય જીવનમાં ઉમંગ અને ઉલ્લાસની અનુભૂતિ થાય, પિતૃપક્ષ તરફથી સારા સમાચારની પ્રાપ્તિ સંભવ.
  • નાણાકીય: કરજ- વ્યાજ કરવા નહિ, વધારાની આવક કરવાના પ્રયત્ન સફળ થાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિધ્યાભ્યાસુઓ ને મનોવાંછિત પરિણામ ની પ્રાપ્તિ સંભવ.
  • સ્વાસ્થ્ય: એકંદરે આરોગ્ય સારું જણાય.
  • આજનો મંત્ર: ॐ शिरोमात्राय नमः
  • વૃષભઃ આજે જીવનમાં સ્થિરતા માટે વ્યવહારિક પગલાં લેવાય, પારિવારિક મતભેદ-મનભેદ ટાળવા તથા કાયદાકીય બાબતોનો ઉકેલ જણાય તેમજ મિત્રવર્તુળનો સાથ સહકાર મળી રહે, બિનજરૂરી ખર્ચ ટાળવો અને નકામી ચિંતાથી દૂર રહેવું.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં વ્યસ્તતા વધારે જણાય અને કાર્યક્ષેત્રમાં નવા કરાર સંભવ બને.
  • પરિવાર: ગૃહજીવનની બાબતો વધુ ગુંચવાતી જણાય, પ્રિય વ્યક્તિથી મુલાકાત સંભવ બને.
  • નાણાકીય: આજે મળેલી તક હાથતાળી આપતી જણાય, આર્થિક પ્રશ્નો ઉદ્ભવે.
  • વિદ્યાર્થી વર્ગ: આપના મહેનતનું ફળ ચાખવા મળશે.
  • સ્વાસ્થ્ય: આરોગ્યને લગતા કોઈપણ લક્ષણની અવગણના ના કરવી.
  • આજનો મંત્ર: ॐ ध्वजाकृतये नमः

    મિથુનઃ આજે મધ્યાહન બાદ સામાજિક વ્યસ્તતા વધારે જણાય, પરિવારનું ઉલ્લાસમય વાતાવરણ આપની માનસિક શાંતિ બમણી કરશે, કારકિર્દીમાં સ્થિતિ મજબુત જણાય, સામાજિક માન-સમ્માનમાં વૃદ્ધિ જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્ય ઉપર વધારે ફોકસ રાખવું હિતકારી રહેશે, સહયોગી સાથેના અણબનાવથી દૂર રહેવુ.
  • પરિવાર: પરિવારમાં આનંદનું વાતાવરણ સર્જાય, ગેરસમજ મનદુઃખ ટાળવા.
  • નાણાકીય: સ્વજનથી નાણાંનો સહકાર મળી રહે, આવકના સ્ત્રોત વધે.
  • વિદ્યાર્થી વર્ગ: વિધાર્થીઓને લક્ષાંક મેળવવા વધુ મહેનત કરવી પડે.
  • સ્વાસ્થ્ય: નાની ઈજાથી સાચવવું.
  • આજનો મંત્ર: ॐ स्थूलशिरसे नमः

    કર્કઃ આજે કેટલીક અનિવાર્ય પરિસ્થિતિ આપને બેચેન કરી શકે છે, વિનમ્ર વ્યવહાર રાખવો, બિનજરૂરી બાબતોની દલીલબાજી ટાળવી, આપની પારિવારિક શાંતિ જળવાઈ રહે સાથે જ આર્થિકરીતે ઉતાર ચઢાવ સંભવ બને.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્ર માં દિવસ આનંદમય પસાર થાય, ઉતાવળીયો નિર્ણય નુકસાન કરાવી શકે છે.
  • પરિવાર: સામાજિક કાર્યો આગળ વધતા જણાય, ગૃહજીવન ની પરિસ્થિતિ મધુર જણાય.
  • નાણાકીય: નાણાકીય વ્યય વધારે જણાય, મિલકત અંગેના પ્રશ્નો ધેરાતા જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: સકારાત્મક દ્રષ્ટિકોણ આપના સફળતા આપાવે.
  • સ્વાસ્થ્ય: દિવસભર શારીરિક ઊર્જા સારી જણાય.
  • આજનો મંત્ર: ॐ महोदराय नमः

    સિંહઃ આજે આપની સામાજિક વ્યવહારિક કામગીરી ક્ષેત્રે સાનુકૂળતા જણાય, પારિવારિક મતભેદ ટાળવા, આર્થિક નવી તક સંભવ તેમજ મનમાં ઘડેલી યોજનાઓને અમલમાં મૂકી શકાશે તથા કૌટુંબિક મકભેદનું નિરાકરણ જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં આત્મા રેડી દઈને કાર્ય કરશો, ભાગીદારીનાં કાર્યોમાં સાવધાની રાખવી.
  • પરિવાર: પારિવારિક નિર્ણય વિચારી ને કરવો, સામાજિક કાર્યમાં મધુર ફળ ચાખવા મળે.
  • નાણાકીય: આર્થિક આયોજનનો પાર પડતા જણાય તથા આર્થિક ક્ષેત્રમાં લાભ જોવા મળે.
  • વિદ્યાર્થી વર્ગ: સફળતા પ્રાપ્ત કરવા વધારે મહેનત કરાવી પડે.
  • સ્વાસ્થ્ય: તબિયતની કાળજી લેવી હિતાવહ.
  • આજનો મંત્ર: ॐ तीक्ष्णदंष्ट्राय नमः

    કન્યાઃ આજે માંગલિક પ્રસંગોનું આયોજન પારિવારિક સુગમતાથી સંભવ બને, કાર્યક્ષેત્રમાં કોઈ ના સાથે અણબનાવ ન થાય તેની તકેદારી રાખવી, સાહસલક્ષી મુસાફરી સંભવ બને તેમજ પારિવારિક પ્રશ્નોમાં આપની કોઠાસૂઝ થી નિરાકરણ લાવવું.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં પોતાનો હક માંગવામાં સંકોચ ન રાખવો તેમજ પ્રગતિકારક તકનું નિર્માણ સંભવ.
  • પરિવાર: જીવનસાથી સાથે મતભેદ ટાળવા, સ્નેહીજનોથી મુલાકાત સંભવ.
  • નાણાકીય: રોકાણ કરતાં પહેલાં તેનો પૂર્વ અભ્યાસ જરૂરી, આર્થિક સહાય મળી રહે.
  • વિદ્યાર્થી વર્ગ: લક્ષાંક મેળવવા વધુ મહેનત કરવી પડે.
  • સ્વાસ્થ્ય: તબિયતની વિશેષ તકેદારી રાખવી જરૂરી.
  • આજનો મંત્ર: ॐ महासुराय नमः

    તુલાઃ આજે આપની સામાજિક તેમજ વ્યવસાયિક કામગીરીમાં સાનુકુળતા જણાય સાથે સામાજિક સંબંધમાં મીઠાશ વધે, ખર્ચ વધવાના પરિણામે નાણાંકીય ભીડ જણાય સાથે આધ્યાત્મિક કાર્યોમાં સમય પસાર થાય.

  • કાર્યક્ષેત્ર: અણધારી તક આવતી જણાય તથા હિતશત્રુઓ પર વિજય મળે.
  • પરિવાર: સામાજિક જવાબદારીમાં વધારો જણાય, પારિવારિક મતભેદ-મનભેદ ટાળવા.
  • નાણાકીય: આપના વ્યવહારિક પ્રશ્નોનું નિરાકરણ સંભવ, અણધાર્યો ખર્ચ થવાની સંભાવના.
  • વિદ્યાર્થી વર્ગ: જાતકોને સામાન્ય મૂંઝવણ જણાય.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્યમાં સામાન્ય ફેરફાર જણાય.
  • આજનો મંત્ર: ॐ तीव्रकोपाय नमः

    વૃશ્રિકઃ આજે આપની સામાજિક તેમજ વ્યવસાયિક કામગીરીમાં સાનુકુળતા જણાય તેમજ આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી હિતાવહ, દિવસભર નેગેટીવ વિચારોથી દુર રહેવું સાથે આધ્યાત્મિક કાર્યોમાં સમય પસાર થાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યસ્થળમાં સહ કર્મચારીઓ તરફનો સહકાર આપનું મનોબળ વધારશે, કળથી કામ લેવુ.
  • પરિવાર: માંગલિક પ્રસંગોનું આયોજન સ્નેહીજનો ની મદદથી સંભવ બને.
  • નાણાકીય: નાણાકીય રોકાણ નું ધાર્યું ફળ ન જણાય, કરજ- વ્યાજ કરવા હિતાવહ નથી.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસક્ષેત્રે સાનુકૂળતા જણાય.
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીથી સાચવવું.
  • આજનો મંત્ર: ॐ सूर्यारये नमः

    ધનઃ આજના દિવસે ગેરસમજ-મનદુઃખ ટાળવા હિતાવહ તેમજ આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી હિતાવહ, કાર્યક્ષેત્રમાં પરિશ્રમનો મધુર સ્વાદ ચાખવા મળે, કાર્યપૂર્ણ કરવામાં ધીરજતા રાખવી તેમજ આર્થિક પ્રશ્નોનું નિરાકરણ જણાય.

  • કાર્યક્ષેત્ર: સામાજિક ક્ષેત્ર વિકસિત થાય, વર્તમાનમાં જીવવાનો પ્રયત્ન કરવો.
  • પરિવાર: પારિવારિક શાંતિ જળવાઈ રહેશે તેમજ કૌટુંબિક જરૂરિયાતોની અવગણના ન કરવી.
  • નાણાકીય: ખર્ચ ઓછા થાય તેવા પ્રયત્નો કરવા, આર્થિક રોકાણમાં સાહસ અનિવાર્યપણે જ કરવુ.
  • વિદ્યાર્થી વર્ગ: સફળતા પ્રાપ્ત કરવા વધારે મહેનત કરાવી પડે.
  • સ્વાસ્થ્ય: બીમારીનું નિરાકરણ જણાય.
  • આજનો મંત્ર: ॐ महाशीर्षाय नमः

    મકરઃ આજે નાણાકીય વ્યવહાર સાચવીને કરવો સાથે જ પારિવારિક મતભેદ-મનભેદ ટાળવા, વાતચીતમાં કોઈના સાથે ગેર સમજ ના થાય તેની તકેદારી રાખવી, કાર્યક્ષેત્રમાં પોતાનો હક માંગવામાં સંકોચ ના કરવો, આપના નવા કર્યોનો શુભારંભ સંભવ.

  • કાર્યક્ષેત્ર: ધાર્યા પ્રમાણે ફળ ન મળે તો નિરાસ ના થવું, કાર્યક્ષેત્રનો બોજ ઓછો કરવામાં આપની ચતુરાઈથી કામ લેવું.
  • પરિવાર: દાંપત્યજીવનમાં મધુરતા જણાય, અંગત જીવનનાં મતભેદ દૂર થતા જણાય.
  • નાણાકીય: જૂના રોકાણથી લાભ જણાય, આર્થિક સમસ્યા વધુ ધેરાતી જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસ પ્રગતિ માં જણાય.
  • સ્વાસ્થ્ય: તંદુરસ્તી એકંદરે ઠીક જણાય.
  • આજનો મંત્ર: ॐ घोराय नमः

    કુંભઃ આજે દામ્પત્ય જીવનમાં શાંતિ જળવાઈ રહેશે તેમજ પ્રિયજન સાથે સારો સમય પસાર થાય, આવકનું પ્રમાણ વધે, સ્થાવર મિલકત અંગેની સામાન્ય ચિંતા જણાય, સાયંકાળમાં એકાએક આવી પાડેલો પ્રશ્ન આપની બેચેનીમાં વધારો કરશે.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં પ્રતિસ્પર્ધાથી દૂર રહેવું હિતાવહ, ધંધાકીય પ્રવાસો મિશ્રફળદાયી રહે.
  • પરિવાર: પરિવારમાં આર્થિક પ્રશ્નોના કારણે મનભેદ-મતભેદ જણાય, અંગત સંબંધોમાં નવો વળાંક આવી શકે.
  • નાણાકીય: આર્થિક બાબતોમાં નવીન તક જણાય, સંપત્તિનાં પ્રશ્નોનું નિરાકરણ આવતુ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: નવી તકને ઝડપવામાં વિલંબના કરવો.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય અંગે ચિંતાહળવી થતી જણાય.
  • આજનો મંત્ર: ॐ चित्ररथाय नमः

    મીનઃ આજે વિચારોને સકારાત્મક રાખવા હિતાવહ, આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જોવા મળે, કાર્યક્ષેત્રમાં આપને મનગમતી તક મળતી જણાય, રાજકીયક્ષેત્રે સફળતા જણાય, દિવસ આનંદમય રીતે પસાર થાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં નવા કરાર સંભવ અને મહત્વના કાર્યમાં સફળતાનો સ્વાદ ચાખવા મળે.
  • પરિવાર: સામાજિક – વ્યવસાયિક કામગીરી અંગે સાનુકૂળતા જણાય, વિસરાયેલા સંબંધો ફરીથી તાજા થતા જણાય.
  • નાણાકીય: આર્થિક રોકાણમાં સાહસ અનિવાર્યપણે જ કરવુ, વડીલોથી આર્થિક મદદ મળી રહે.
  • વિદ્યાર્થી વર્ગ: નવી તકને ઝડપવામાં વિલંબના કરવો.
  • સ્વાસ્થ્ય: તબિયતની કાળજી લેવી હિતાવહ.
  • આજનો મંત્ર: ॐ शिखिने नमः
  • You cannot copy content of this page