Only Gujarat

Religion

વેલેન્ટાઈન-ડે સ્પેશ્યલ: રાશિ મુજબ જાણો તમારા પ્રેમી કે પ્રેમિકાનો લવ-નેચર

અમદાવાદ: 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન-ડે છે. આખી દુનિયામાં આને પ્રેમનો દિવસ કહેવામાં આવે છે. પ્રેમનો પાયો વિશ્વાસ પર ટકેલો છે. દરેક પ્રેમી કે પ્રેમિકાના મનમાં એક સવાલ જરૂર ઉભો થાય છે કે તેના લવ પાર્ટનરનો સ્વભાવ કેવો છે. પ્રેમી કે પ્રેમિકા પોતાનો નેચર જેવો દેખાડવાનો પ્રયત્ન કરે છે, ખરેખરમાં પણ એવો છે કે નહીં. વ્યક્તિનો સ્વભાવ તેમના નામ એટલે કે રાશિથી પ્રભાવિત હોય છે. પોતાના પ્રેમી કે પ્રેમિકાના રાશિથી તેમનો સ્વભાવ સરળતાથી જાણી શકો છો. તો આવો નજર કરીએ રાશિ મુજબ પ્રેમી કે પ્રેમિકનો સ્વભાવ પર….

મેષ રાશિ (અ, લ, ઇ)
આમની પર્સનાલિટી મર્દાના હોય છે. જેના કારણે છોકરીઓ તેમના તરફ જલ્દી આકર્ષિત થઈ જાય છે. આ રાશિવાળા ઉતાવળમાં પ્રેમ કરે છે અને તેમનો પ્રેમ વધુ દિવસ સુધી ટકી શકતો નથી. આ લોકો રોમાન્ટિક વ્યક્તિત્વવાળા હોય છે. આ જેટલાં ઝડપથી કોઈને પ્રેમ કરે છે, એટલા જ ઝડપથી તેને ભૂલી પણ જાય છે.

વૃષભ રાશિ (બ,વ,ઉ)
આ ઉત્તમ કક્ષાના પ્રેમી હોય છે. તેમને પ્રેમસંબંધ બનાવવામાં મહારથ હાંસલ હોય છે. આ પ્રેમમાં ખૂબ ભાવુક હોય છે. પોતાના પ્રેમી કે જીવનસાથી પ્રત્યે તેઓ પ્રેમની કોઈ સીમા રાખતા નથી. આ રાશિના જાતકો જીવનભર સંબંધ નિભાવે છે. તેમનું વૈવાહિક જીવન પણ સારું રહે છે.

મિથુન રાશિ (ક,છ,ઘ)
આ રાશિના લોકોના જીવનમાં ઘણા પ્રેમસંબંધ હોય છે. આ લોકો દીલો સાથે રમવાનું સારી રીતે જાણે છે. આ રાશિના મોટાભાગના લોકો લગ્નને વધુ મહત્વ આપતાં નથી અને પ્રેમ સંબંધમાં ખોવાયેલા રહે છે. આ જાતકો કોઈ જગ્યાએ બંધાઈને નથી રહેતા અને તેમનું મન જ્યાં-ત્યાં ભટક્યા કરે છે.

કર્ક રાશિ (ડ,હ)
આ લોકો પ્રેમના મામલામાં ખૂબ મૂડી હોય છે. આ પોતાના સંબંધ પ્રત્યે વફાદાર હોય છે અને તેને જવાબદારી સાથે નિભાવે છે. પોતાના જીવનસાથીની ભાવનાઓની કદર કરે છે. મોટાભાગના કર્ક રાશિવાળાઓનો ભાગ્યોદય લગ્ન પછી થાય છે.

સિંહ રાશિ (મ,ટ)
આ સારા પ્રેમી હોય છે અને તેમનો પ્રેમ સંબંધ ઘણી હદ સુધી સફળ રહે છે. સિંહ રાશિવાળા જાતકોને આદર્શ પ્રેમી કહેવામાં આવે છે. આ લોકો ભાવુક અને પોતાના જીવનસાથી કે પ્રેમી પ્રત્યે ખૂબ વફાદાર રહે છે. આ રાશિના જાતકો પોતાના પ્રેમ સંબંધને છેલ્લે સુધી નિભાવે છે.

કન્યા રાશિ (પ,ઠ,ણ)
આ રાશિના જાતકોને સારા પ્રેમીઓની કક્ષામાં રાખવામાં આવે છે. તેમનું લગ્નજીવન ખૂબ મજબૂત હોય છે. પોતના જીવનસાથી પ્રત્યે ઉંડો લગાવ હોય છે. પોતાની આ જ વિચારસરણીના કારણે પોતાના પ્રેમ સંબંધોને ગંભીરતાથી લે છે અને છેલ્લે સુધી નિભાવે છે.

તુલા રાશિ (ર,ત)
આ રાશિના લોકોની ગણતરી ઉત્તમ પ્રેમીઓમાં કરવામાં આવે છે. કેમ કે આ રાશિના લોકો પ્રેમના ઉંડાણને સારી રીતે જાણે છે. દુ:ખની સ્થિતિમાં તેને કોઈ મિત્ર કે પ્રેમીના સાથની જરૂરત હોય છે. આમના માટે પ્રેમ એક પવિત્ર વસ્તુ છે.

વૃશ્ચિક રાશિ (ન,ય)
આ રાશિના લોકો પોતાના પ્રેમ માટે કંઈ પણ કરી શકે છે. પોતના પ્રેમી કે જીવનસાથીની રક્ષા માટે હંમેશા તૈયાર રહે છે. તેઓ પોતાના સાથી પ્રત્યે ખૂબ ઈમાનદારીથી રહેવાનો પ્રયત્ન કરે છે. તેમની પર્સનાલિટીથી લોકો જલ્દી તેમના તરફ આકર્ષિત થઈ જાય છે.

ધન રાશિ (ભ,ધ,ઢ,ફ)
આ રાશિના લોકો સારા પ્રેમ હોય છે, પણ લાંબા સમય સુધી તેમનો પ્રેમ સંબંધ ટકતો નથી. તેમને હંમેશા નવા ચહેરા આકર્ષિત કરે છે. આ રાશિવાળા લોકો દગો મળતાં દુ:ખી જરૂર થાય છે, પણ જલ્દી જ પોતાનો નવો સાથી શોધી લે છે. આ રાશિના જાતકો સાચા પ્રેમની શોધમાં રહે છે.

મકર રાશિ (ખ,જ)
આ રાશિના લોકો પોતાના જીવનસાથીને ખૂબ પ્રેમ કરે છે. તેમના સારા પ્રેમીઓની કક્ષામાં રાખવામાં આવે છે. આ રાશિના જાતકો એક વખત જેને પોતાના માની લે છે, તેના પ્રત્યે પૂરી ઈમાનદારીથી સંબંધ રાખે છે. આ તેમનો ખાસ ગુણ છે.

કુંભ રાશિ (ગ,સ,શ,ષ)
આ રાશિના પ્રેમી ભાવુક અને દરેક કામ દીલ દઈને કરનારા હોય છે. આ લોકો કોઈ અજાણ્યા સાથે પણ નિસ્વાર્થ પ્રેમ કરી લે છે. આ પોતાના જીવનસાથી પર પૂરો વિશ્વાસ રાખે છે, પણ ક્યારેક-ક્યારેક પોતાના સાથી પ્રત્યે લાપરવાહ પણ થઈ જાય છે. આ લોકો થોડાં મૂડી હોય છે.

મીન રાશિ (દ,ચ,ઝ,થ)
આ રાશિના જાતકો પ્રેમમાં અતૂટ સંબંધ બનાવવા માંગ છે, પણ તેમનું દીલ ઘણી વખત તૂટે છે. આમ તો તેમની લવ લાઈફ સામાન્ય જ રહે છે. તેમનું માનવું છે કે તેમનો લવ પાર્ટરન તેના પ્રત્યે પૂર્ણ સહાનુભૂતિ રાખે અને સમજદાર હોય. આ રાશિના લોકો જલ્દીથી પ્રેમમાં પડી જાય છે.

You cannot copy content of this page