Only Gujarat

FEATURED Religion

શનિ વક્રી થતાં કઈ 4 રાશિઓની મુશ્કેલીમાં થશે વધારો, જાણો કઈ રાશિને કેટલી અસર થશે?

ન્યાયના દેવતા શનિ 11 મેએ વક્રી થશે. વક્રી થયાં પછી શનિદેવ 29 સપ્ટેમ્બર સુદી આ સ્થિતીમાં રહેશે. શનિ વક્રી થતાં જ દરેક રાશિઓ પર સારી ખરાબ અસર થવાની શરૂ થશે. જ્યોતિષ મુજબ, વૃષભ, સિંહ, ધન અને કુંભ રાશિના જાતકો માટે શનિ વક્રી થવું અશુભ રહેશે. તો જાણો કઈ રાશિને શું ફાયદો અને નુકસાન થશે.


મેષઃ શનિદેવ વક્રી થવાથી મેષ રાશિના જાતકોને મોટો ફાયદો થશે. જીવનમાં ચાલી રહેલા આર્થિક સંકટોથી છુટકારો મળી શકે છે. વેપાર અને નોકરીમાં શનિ વક્રી થવાથી લાભ કરાવી શકે છે. દરેક કામમાં સફળતા હાથ લાગી શકે છે. દેવું, રોગ જેવી સમસ્યામાંથી મુક્તિ મળી શકે છે. પાર્ટનર સાથે પણ સારું રહેશે.


વૃષભ- શનિ વક્રી થતો હોવાથી વૃષભ રાશિના જાતકોએ સંભાળીને રહેવું જોઈએ. કેટલીક બાબતોમાં તમને નુકસાન થઈ શકે છે. લાભાન્વિત યાત્રાઓ વિશે વિચારીને નિર્ણય લેવો. અત્યારે યાત્રા કરવી તમારા માટે યોગ્ય નથી. સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું.


મિથુન- શનિ વક્રી થતાં મિથુન રાશિના જાતકો માટે શુભ રહેશે. વેપારી વર્ગના જાતકો માટે શનિ વક્રી થવાથી લાભના દ્વાર ખોલશે. નોકરીયાત વર્ગના લોકોને પણ સમાનરૂપે ફાયદો થશે. ઇજાઓ ન થાય તેનું ધ્યાન રાખવું. લવ લાઇફ પણ સારી રહેશે.


કર્ક- શનિ વક્રી થતાં લાંબા સમયથી હતાશ કર્ક રાશિના જાતકોનો સારો સમય શરૂ થશે. શનિ વક્રી થતાં કરિયરમાં લાભકારી સિદ્ધી મળશે. તમે તમારા હરિફોને પાછળ છોડી સફળતા મેળવી શકશો. સ્ટડી કરતાં વિદ્યાર્થીઓ માટે આ સારો સંકેત છે.


સિંહ- શનિ વક્રી થવાથી સિંહ રાશિના જાતકોને નુકસાન થઈ શકે છે. નોકરીયાત વર્ગના લોકો માટે આ મુશ્કેલ સમયછે. પરિવાર આર્થિક તંગીથી ઘેરાઈ શકે છે. તમારે ધીરજ સાથે કામ કરવાની જરૂર છે અને હિંમત સાથે પડકારનો સામનો કરવો પડશે.


કન્યા- કરિયરની બાબતે કન્યા રાશિના લોકો માટે શનિનું વક્રી થવું ફાયદાકાર રહેશે. દેવું લેણ દેણની બાબતોમાં સાથ રહેશે. રોકાયેલાં નાણાં હાથમાં આવશે. જમીન અને પ્રોપર્ટી સાથે જોડાયેલું રોકાણ લાંબા સમય સુધી ફાયદો કરાવશે. અજાણ્યા વ્યક્તિથી સંભાળીને રહેવાની જરૂર છે અને કોઈપણ નિર્યણ લેતાં પહેલાં તમારા શુભચિંતકોનો મત લેવો જોઈએ.


તુલા- શનિ વક્રી થવાથી તુલા રાશિના જાતકોનો ભાગ્યોદય થશે. શનિ વક્રી થવાથી સામાજિક અને આર્થિક રીતે મજબૂત બનશો. મુશ્કેલ સમયમાં તમે શનિ પર મહેરબાન રહેશો. તમામ મુશ્કેલીઓથી દૂર થઈ કામ કરશો. ખર્ચ સંતુલિત રહેશે અને સ્વાસ્થ્ય પણ સારું રહેશે.


વૃશ્વિક- શનિ વક્રી થવાથી વૃશ્વિક રાશિના જાતકો પર કોઈ પ્રભાવ પડશે નહીં. જાન્યુઆરીમાં શનિના રાશિ પરિવર્તન પછી તમારી સ્થિતી જેવી હતી, તેવી જ રહેશે. જોકે, ઓફિસ અને ઘરની બાબતોમાં પહેલાં કરતાં વધુ સમજદારીથઈ કામ લેવું હિતાવહ રહેશે. શનિ તમને કોઈ રીતે નુકસાન પહોંચાડી શકશે નહીં.


ધન- શનિ વક્રિ થવાથી ધન રાશિના જાતકોની મુશ્કેલી વધી શકે છે. તમારે ધનની બાબતોમાં સંઘર્ષ કરવો પડી શકે છે. વેપારમાં નુકસાન અને નોકરીમાં મુશ્કેલી વધી શકે છે. પિતા અથવા સાસરી પક્ષ તરફથી આર્થિક મદદ મળી શકે છે. માનસિક રીતે તમે ઘેરાઈ શકો છો. સફળતા માટે ખૂબ જ મહેનત કરવી પડશે.


મકર- શનિ વક્રી થવું મકર રાશિના જાતકો માટે ફાયદાકારક રહેશે. તમારી આર્થઇક સ્થિતિમા સુધારો થઈ શકે છે. દેવમાંથી મુક્તી મળશે અને ખર્ચો પણ ઓછો થશે. જો કે, સ્વાસ્થ્ય અને વાહનની બાબતોમાં થોડી સાવધાની રાખવી. આવા સમયે વિદેશ યાત્રા કરવાથી મોટું નુકસાન થઈ શકે છે.


કુંભ- શનિ દેવ વક્રી થવાથી કુંભ રાશિના જાતકોએ સાવધાની રાખવાની જરૂર છે નહીં તો મોટું નુકસાન થઈ શકે છે. જમીનનો સોદો, નવો વેપાર અને નવું વાહન ખરીદતાં પહેલાં નજીકના લોકોની સલાહ લેવી. પારિવારીક ક્લેશની સાથએે આર્થિક બાબતોમાં પણ ઉતાર-ચઢાવ જોવા મળશે.


મીન- શનિ વક્રી થવાથી મીન રાશિના જાતકોને લાંબા સમયથી ચાલી રહેશે રૂપિયાની તંગી દૂર થઈ શકે છે. વૈવાહિક જીવનમાં પણ આવાનારા 143 દિવસ સારા રહેશે. સામાજિક દાયરો વધશે. લોકો વચ્ચે સારી છબિ બનશે. જોકે, આળસ તમને થોડી મુશ્કેલીમાં મૂકી શકે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page