મેષ રાશિના જાતકોને શ્રીહનુમાનજી ઉપાસનાનું વિશેષ ફળ મળશે, વાંચો તમામ રાશિનું ફળ

રાશિફળ: 29-09-2020: આજે મંગળવારના દિવસે શ્રીશનિદેવ થશે માર્ગી, તો જાણો આપણી રાશિ ઉપર શું થશે અસર…

મેષઃ આજના દિવસે શ્રીહનુમાનજી ઉપાસના વિશેષ ફળદાયી જણાય તેમજ આર્થિકક્ષેત્રે સાનુકુળ તક મળે, પારિવારિક મતભેદ-મનભેદ ટાળવા તથા ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો હિતાવહ, વિચારોને સકારાત્મક રાખવા હિતાવહ.

 • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં જરૂરથી વધારે વ્યસ્તતા જણાય, કાર્યક્ષેત્રે લાભની સંભાવના.
 • પરિવાર: દાંપત્ય જીવનમાં ઉમંગ અને ઉલ્લાસની અનુભૂતિ થાય, સામાજિક કાર્યોમાં દિવસ પરોવાયેલો રહે.
 • નાણાકીય: નવા આર્થિક સ્રોતની તક મળતી જણાય અને નાણાંકીય ભીડ દૂર થતી જણાય.
 • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસક્ષેત્રે સાનુકૂળતા જણાય.
 • સ્વાસ્થ્ય: તબિયતની વિશેષ તકેદારી રાખવી જરૂરી.
 • આજનો મંત્ર: ॐ सुखप्रदाय नमः

વૃષભઃ આજે આપને સ્થાવર મિલકત અંગેની સામાન્ય ચિંતા જણાય, જમીન-મકાનને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય, કાર્યક્ષેત્રમાં આપની મહેનત રંગ લાવતી જણાય, નાણાંની લેવડ-દેવડ વિચારીને કરવી.

 • કાર્યક્ષેત્ર: પડતર કાર્ય આગળ વધે, વાદ વિવાદથી દૂર રહેવું હિતાવહ.
 • પરિવાર: પારિવારિક માંગલિક કાર્ય વધે, કૌટુંબિક મતભેદ દૂર થતા જણાય.
 • નાણાકીય: નવા આર્થિક સ્રોતની તક મળતી જણાય અને આર્થિક સ્થિતિ સુધારતી જણાય.
 • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસ ક્ષેત્રે સફળતા જણાય.
 • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીથી સાવધ રહેવું હિતાવહ.
 • આજનો મંત્ર: ॐ वरेण्याय नमः

મિથુનઃ આજે વિચારોને સકારાત્મક રાખવા હિતાવહ, આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જોવા મળે, કાર્યક્ષેત્રમાં આપને મનગમતી તક મળતી જણાય, પારિવારિક વાતાવરણ ઉલ્લાસમય રહેશે, વડીલથી મળેલ મદદ ફાયદાકારક પુરવાર થાય.

 • કાર્યક્ષેત્ર: નવી તકનું નિર્માણ સંભવ અને તમારી કાર્યક્ષમતામાં વધારો થતો જણાય.
 • પરિવાર: સામાજિક માન સમ્માન વધે અને પરિવારમાં ખુશીનું વાતાવરણ સર્જાય.
 • નાણાકીય: સંપત્તિનાં પ્રશ્નોનું હકારાત્મક પરિણામ જોવા મળે, રોકાણ કરવામાં સાચવવું.
 • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસક્ષેત્રે નવા પડાવ સર થાય.
 • સ્વાસ્થ્ય: તબિયતની કાળજી લેવી હિતાવહ.
 • આજનો મંત્ર: ॐ वरदाय नमः

કર્કઃ આજે નિર્ણય અને વાયદામાં સાવધ રહેવુ હિતાવહ, કાર્યક્ષેત્રમાં આશાઓ ફળતી જણાય તેમજ નવસર્જનના વિચારો આવે, સામાજિક સંબંધમાં મીઠાશ વધે, રાજકીયક્ષેત્રે સફળતા જણાય, દિવસ આનંદમય રીતે પસાર થાય.

 • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં નવો પ્રોજેક્ટ મળી શકે છે, કાર્યક્ષેત્રમાં દિવસ સામાન્ય રહે.
 • પરિવાર: વ્યક્તિગત સંબંધો મધુર ફળ આપશે, પ્રિય વ્યક્તિની સાથે મુલાકાત સંભવ.
 • નાણાકીય: વ્યવહારિક પ્રશ્નોનું નિરાકરણ જણાય, ખર્ચાઓનું પ્રમાણ વધતુ જણાય.
 • વિદ્યાર્થી વર્ગ: ઉચ્ચ અભ્યાસના પ્રયત્નમાં સફળ થતા જણાય.
 • સ્વાસ્થ્ય: તબિયતની વિશેષ તકેદારી રાખવી જરૂરી.
 • આજનો મંત્ર: ॐ सुखिने नमः

સિંહઃ આજે આપને પ્રયત્નનાં ફળ ખાટા ચાખવા મળે, માંગલિક પ્રસંગોનું આયોજન સંભવ, આર્થિક નવા માર્ગો મળતા જણાય તેમજ મનની મુરાદો પૂરી થતી જણાય, અતિ ભાવુકતાથી સાવધ રહેવું, યાત્રા-પ્રવાસનું આયોજન સંભવ.

 • કાર્યક્ષેત્ર: ધારેલું કાર્ય સફળ થતું જણાય, તમારા કરેલા કાર્યનું મધુર ફળ મળતું જણાય.
 • પરિવાર: પરિવાર તરફથી સહકાર મળી રહે, પિતૃપક્ષ તરફથી સારા સમાચારની પ્રાપ્તિ સંભવ.
 • નાણાકીય: સ્વજનથી નાણાંનો સહકાર મળી રહે, આવકના સ્ત્રોત વધે.
 • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસમાં સામાન્ય અળચન જણાય.
 • સ્વાસ્થ્ય: આરોગ્ય અંગેની બેકારદારી બીમારીને નોતરી શકે છે.
 • આજનો મંત્ર: ॐ विभावसवे नमः

કન્યાઃ આજે મંગળવારના દિવસે કોઈ ઉતાવળિયો નિર્ણય નુકશાન કરાવી શકે છે, આર્થિક માર્ગોમાં કઠિન સમય હળવો બનતો જણાય, કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી મળી શકે છે, સાંજ સુધી માં કોઈ સારા સમાચાર ની પ્રાપ્તિ સંભવ.

 • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં હરિફ વર્ગથી સાવધાન રહેવું, તમારા કરેલા કાર્યનું મધુર ફળ મળતું જણાય.
 • પરિવાર: સ્વજનથી મિલન સંભવ, દાંપત્ય જીવનમાં ઉમંગ અને ઉલ્લાસની અનુભૂતિ થાય.
 • નાણાકીય: નાણાકીય સાહસમાં પત્નિની સલાહ અવશ્ય લેવી, જૂના રોકાણથી ફાયદો જણાય.
 • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસ સારો જણાય.
 • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીથી સચેત રહેવું.
 • આજનો મંત્ર: ॐ क्षत्रपाय नमः

તુલાઃ આજે આપના મકાન-જમીનને લગતા પ્રશ્નોનું નિરાકરણ જણાય સાથે જ પડતર કાર્યમાં પ્રગતિ જણાય, મધ્યાહન બાદ કોઈ નવી તકનું નિર્માણ સંભવ, જૂની બીમારીનું નિરાકરણ આવતું જણાય, સત્કાર્યમાં દિવસ પસાર થતો જણાય.

 • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં પોતાની ક્ષમતા પર શંકા ના કરવી, કાર્યક્ષેત્રમાં ફરીફવર્ગથી સાથ-સહયોગ સારો મળે.
 • પરિવાર: પારિવારિક સહયોગ સારો પરંતુ ગૃહજીવનની બાબતો વધુ ગુંચવાતી જણાય.
 • નાણાકીય: નાણાકીય વ્યવહાર સાચવીને કરવો તેમજ આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જોવા મળે.
 • વિદ્યાર્થી વર્ગ: તમારા કરેલા પ્રયત્નોનું મધુર ફળ મળતુ જણાય.
 • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્યમાં સામાન્ય ફેરફાર સંભવ.
 • આજનો મંત્ર: ॐ क्षमायुक्ताय नमः

વૃશ્રિકઃ આજે આપને ઇષ્ટદેવની આરાધના વિશેષ ફળદાયી જણાય તેમજ જૂની ચિંતાઓ દૂર થતી જોવા મળે, પારિવારિક અશાંતિના વાદળો વિખરતા જણાય, આર્થિક પરિસ્થિતિ વિકટ બનતી જણાય, મુસાફરી ટાળવી.

 • કાર્યક્ષેત્ર: આજે કાર્યક્ષેત્રમાં વ્યસ્તતા જણાય પરંતુ મહત્વ ના નિર્ણયો લેવાય.
 • પરિવાર: કોઈ સામાજિક કાર્યોમાં દિવસ પરોવાયેલો રહે, સામાજિક કાર્યોમાં સફળતાનો સ્વાદ ચાખવા મળે.
 • નાણાકીય: નાણાકીય વ્યય વધારે જણાય, મિલકત અંગેના પ્રશ્નો ધેરાતા જણાય.
 • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસમાં સાચવીને આગળ વધવું.
 • સ્વાસ્થ્ય: આરોગ્ય નરમ-ગરમ જણાય.
 • આજનો મંત્ર: ॐ वीतभयाय नमः

ધનઃ આજે આપના પારિવારિક અવરોધો દુર થતા જણાય તેમજ મધ્યાહન બાદ કોઈ સમાચારની પ્રાપ્તિ સંભવ બને, પડતર કાર્યમાં પ્રગતિ જણાય, શુભ કાર્યોની શરૂઆત થતી જણાય, વિચારોને સકારાત્મક રાખવા.

 • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રનો પ્રવાસ વિશેષ ફળદાયી નિવડે તેમજ કાર્યક્ષેત્રમાં અધિકારીઓ આપના ઉપર મહેરબાન રહેશે.
 • પરિવાર: સામાજિક કાર્યો પુરા થતા જણાય તથા અંગત જીવન માં મધુરતા જળવાઈ રહેશે.
 • નાણાકીય: નવા સાહસો વિચારીને કરવા, આર્થિક સમસ્યાનો હલ જોવા મળે.
 • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસક્ષેત્રે મધુર પરિણામ જણાય.
 • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીથી સચેત રહેવું.
 • આજનો મંત્ર: ॐ दयासाराय नमः

મકરઃ આજે વિરોધી સામે પ્રગતિ જણાય સાથે મકાન-મિલકત અંગેનાં પ્રશ્નોનું નિરાકરણ આવે, કૌટુંબિક ગેરસમજ મનદુઃખ ટાળવા હિતાવહ, કામકાજમાં વ્યસ્તતા જણાય, કાર્યક્ષેત્રમાં જવાબદારી વધી ના જાય તેની તકેદારી રાખવી.

 • કાર્યક્ષેત્ર: સહયોગી સાથે પ્રેમથી વ્યવહાર કરવો, કાર્યને પૂરું કરવામાં ધૈર્ય જાળવવું.
 • પરિવાર: જીવન સાથી તરફથી સ્નેહ – સહયોગ સારો જણાય, મોસાળ પક્ષથી સારા સમાચારની પ્રાપ્તિ સંભવ.
 • નાણાકીય: ઉઘરાણી કર્જની ચિંતા જણાય, આવકના સ્ત્રોત વધે.
 • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસ ક્ષેત્રે સાનુકૂળતા જણાય.
 • સ્વાસ્થ્ય: તબિયતની વિશેષ તકેદારી રાખવી જરૂરી.
 • આજનો મંત્ર: ॐ भयघ्नाय नमः

કુંભઃ આજે કોઈ નવા નિર્ણયો લઈ શકાય તેમજ મનમાં ઘડેલી યોજનાઓને અમલમાં મૂકી શકાશે, કાયદાકીય બાબતોનો ઉકેલ જણાય, મતભેદ ટાળવા, નવા સાહસો વિચારીને કરવા હિતાવહ, આર્થિક ક્ષેત્રમાં મનોવાંછિત પરિણામ જણાય.

 • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં સાવધ રહેવું જરૂરી અને જોખમ લેવામાં સંકોચ ના કરવો.
 • પરિવાર: દાંપત્યજીવનનાં પ્રશ્નો ઉદ્દભવે, મિત્રો-સ્નેહીજનથી વિવાદ ટાળવો.
 • નાણાકીય: આવક વધે, આર્થિક મુંઝવણ દૂર થાય.
 • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાર્થી વર્ગ માટે સમય અનુકૂળ.
 • સ્વાસ્થ્ય: તબિયતની કાળજી લેવી હિતાવહ.
 • આજનો મંત્ર: ॐ शत्रुहन्त्रे नमः

મીનઃ આજે મંગળવારના દિવસે વધારાની આવક કરવાના પ્રયત્ન સફળ થાય, નકારાત્કમ લાગણીને મનમાં પ્રવેશવા ના દેવી હિતાવહ, પોતાની વાતની વાત રજુ કરવામાં ઉતાવળના કરાવી, થોડો સમય ધ્યાન-યોગમાં પસાર કરવો.

 • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં પરિવર્તન કે સ્થાન ફેર જણાય તથા હાર્ડવર્કથી સફળતાનો સ્વાદ ચાખવા મળે.
 • પરિવાર: ભાઈ – બહેનના સંબંધ માં મધુરતા જણાય, વિવાદ ટાળવો.
 • નાણાકીય: આર્થિક પરિસ્થિતિ સુધરતી જણાય, જાવકનું પ્રમાણ વધુ જણાય.
 • વિદ્યાર્થી વર્ગ: આપના મહેનતનું ફળ ચાખવા મળશે.
 • સ્વાસ્થ્ય: તબિયતની વિશેષ તકેદારી રાખવી જરૂરી.
 • આજનો મંત્ર: ॐ साधवे नमः