Only Gujarat

Bollywood

એક્ટ્રેસ કામ્યા પંજાબીના ડાન્સ કરતાં ફોટો વાઈરલ, લોકોએ કરી ભદ્દી કમેન્ટ્સ

મુંબઈ: ટીવી એક્ટ્રેસ કામ્યા પંજાબી લગ્ન બંધનથી જોડાઈ ગઈ છે. તેણે પોતાના લોંગ ટાઈમ બોયફ્રેન્ડ શલભ દાંગ સાથે 10 ફેબ્રુઆરીએ સાત ફેરા લીધા હતા. મંગળવારે દિલ્હીમાં કામ્યા અને શલભનું વેડિંગ રિસેપ્શન હતું. રિસેપ્શન શરૂ થતાં પહેલા કામ્યા રોડ પર પતિ અને ફ્રેન્ડ્સ સાથે ઢોલના તાલે નાચતી જોવા મળી હતી. ડાન્સ કરતાં તેના ફોટો સોશ્યલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યા છે.

નવીનવેલી દુલ્હનને આ રીતે રોડ પર નાચતા જોઈને અમુક લોકો ભડક્યા હતા. કેટલાક લોકોએ કહ્યું કે નવી દુલ્હનમાં થોડીક શરમ-સંકોચ હોવા જોઈએ. આ જ રીતે અન્ય લોકોએ પણ ખરાબ કમેન્ટ્સ કરી હતી.

નવી નવેલી દુલ્હન કામ્યા પંજાબીના ઓલઅવર લૂક જોઈને લોકો મજાક ઉડાવી રહ્યા છે. એક યુઝર્સે કહ્યું, આ કામ્યાએ આ શું પહેરી લીધું અને તેના વાળને શુ થયું છે.

અન્ય એક યુઝર્સે કહ્યું, આટલું બધુ સિંદુર. જ્યારે અન્ય કમેન્ટમાં લખ્યું, જરાક તો શરમ હોત દુલ્હનમાં. બીજા એક યુઝરે કહ્યું, અંતે આન્ટીજીના લગ્ન થઈ જ ગયા.

એક તો મજાક કરતાં કહ્યું, લગ્ન કરવાની આટલી ઉતાવળ શું હતી, થોડીક મેચ્યોર થઈ જાત પછી લગ્ન કરવા હતા. એક વ્યક્તિએ તો કામ્યાને તેની ઉંમર પણ પૂછી લીધી.

કામ્યા પંજાબી અને શલભ બંનેના આ બીજા લગ્ન છે. બંનેને એક-એક બાળક છે. કામ્યાને દીકરી છે અને શલભને દીકરો છે.

કામ્યા અને શલભે ગયા વર્ષે ડેટ કરવાનું શરૂ કર્યું હતું અને થોડાક મહીના પછી અંતે બંનએ લગ્ન કરવનો નિર્ણય લીઈ લીધો હતો.

કામ્યાનો પતિ દિલ્હીનો રહેવાશી છે અને હેલ્થકેર ઈન્ડસ્ટ્રિઝ સાથે જોડાયેલો છે.

You cannot copy content of this page