Only Gujarat

Bollywood FEATURED

પ્રેગ્રેન્સીમાં વધુ નિખરી ઉઠી અનુષ્કા શર્મા, પ્રેગ્નેન્ટ હોવા છતાં સતત સાત દિવસ સુધી કરશે શૂટિંગ

મુંબઈઃ અનુષ્કા શર્મા પ્રેગ્નન્સિ દરમિયાન પણ કામ કરવા માટે સેટ પર પાછી આવી ગઈ છે. દુબઈમાં પોતાના પતિ વિરાટ કોહલી સાથે થોડો સમય પસાર કર્યાં પછી અનુષ્કા પાછી મુંબઈ આવી ગઈ છે અને ફરીથી શૂટિંગ શરૂ કરી દીધું છે. એક રિપોર્ટ મુજબ આગામી સાત દિવસો સુધી તે બેક ટૂ બેક શૂટિંગ કરશે. એવામાં અનુષ્કા શર્માના કેટલાક ફોટો સામે આવ્યાં છે, જે સોશિયલ મીડિયા પર વાઇલ થઈ રહ્યાં છે.

આ ફોટોમાં અનુષ્કાને વેનિટી વેનથી બહાર નીકળતા જોઈ શકાય છે. જોકે, એક્ટ્રસ આ દરમિયાન સેફ્ટીનું પુરું ધ્યાન રાખી રહી છે. બેબી બંપ ફ્લોન્ટ કરતા અનુષ્કા શર્માના આ ફોટો તેમના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યાં છે. બ્લૂ ડ્રેસમાં અનુષ્કાને બેબી બંપ સાથે જોઈ શકાય છે.

સાથે જ અનુષ્કાએ રવિવારે ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી, તે ફોટોમાં અનુષ્કા તેમની ટીમ પાસે મેકઅપ કરાવતી જોવા મળી હતી. તેમણે શેર કરેલી સ્ટોરીના કેપ્શનમાં લખ્યું હતું કે, ‘હાય’

એક્ટ્રસે હાલમાં જ એક ફોટો પોસ્ટ કર્યો હતો, જેમાં તે આરામ કરતી જોવા મળી હતી. અનુષ્કા-વિરાટ જાન્યુઆરીમાં તેમના પહેલાં બાળકની આશા રાખી રહ્યાં છે. બંને કપલે ડિસેમ્બર 2017માં ઇટાલીમાં લગ્ન કર્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ અત્યારે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે. જેમાં ત્રણ વનડે, ત્રણ T-20 અને ચાર ટેસ્ટ મેચ રમશે. કોહલી વનડે, T-20 સિરિઝ અને પહેલી ટેસ્ટ મેચ રમ્યા પછી પોતાના પહેલા બાળકના જન્મ માટે ભારત આવી જશે. BCCIએ તેમની પેટરનિટી લિવ મંજૂર કરી દીધી છે.

You cannot copy content of this page