Only Gujarat

Bollywood

આ બોલિવૂડ સ્ટાર્સ પહેલી ફિલ્મથી જ કમાયા મોટું નામ, પછી નીકળી ગઈ હવા

મુંબઈઃ કહેવાય છે કે, બોલિવૂડમાં દર શુક્રવારે બોક્સ ઓફિસ પર સેલેબ્રિટિઝનું નસીબ નક્કી થાય છે. આ વાત સો ટકા સાચી છે. જે સેલેબ્રિટિઝની આજે અમે વાત કરી રહ્યાં છીએ તેમનું નસીબ પણ બોક્સ ઓફિસે જ નક્કી કર્યું હતું. આ તે સેલેબ્રિટિઝ છે જેમની પહેલી ફિલ્મ તો સુપરહિટ સાબિત થઈ પણ આ પછી સતત ફ્લોપ ફિલ્મોને લીધે તે ઇન્ડસ્ટ્રીથી ગાયબ થઈ ગયાં હતાં.

કુમાર ગૌરવ
બોલિવૂડમાં જુબલી સ્ટારના નામથી ફૅમશ રાજેન્દ્ર કુમારના દીકરા કુમાર ગૌરવે પોતાની પહેલી ફિલ્મ ‘લવ સ્ટોરી’થી જ સફળતા મેળવી લીધી હતી. એકવાર માટે એવું લાગ્યું હતું કે, ઇન્ડસ્ટ્રીને નવો સુપરસ્ટાર મળી ગયો છે, પણ કુમાર ગૌરવ દર્શકોના દિલમાં ખાસ સ્થાન મેળવી શક્યા નહીં અને ફ્લોપ સાબિત થવાને લીધે તેમને ઇન્ડસ્ટ્રીમાં ‘વન ફિલ્મ વંડર’ના નામથી ઓળખવવા લાગ્યાં હતાં.

ભૂમિકા ચાવલા
એક્ટ્રસ ભૂમિકા ચાવલા ફિલ્મ ‘તેરે નામ’થી રાતોરાત ફૅમશ થઈ ગઈ હતી. આ ફિલ્મમાં સલમાન ખાન અને ભૂમિકાની જોડી દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. જોકે, આ સુપરહિટ ફિલ્મ જેવી સક્સેસ ભૂમિકાને અન્ય કોઈ ફિલ્મથી મળી નહીં અને તે ધીરે-ધીરે ઇન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગઈ હતી.

રાહુલ રૉય
ફિલ્મ ‘આશિકી’થી રાતોરાત સ્ટાર બનેલા રાહુલે ઘણી ફિલ્મોમાં કામ કર્યું પણ, આશિકી જેવી સફળતા મળી નહીં. સમય પસાર થતાં તે વન ફિલ્મ વંડર સાબિત થઈ ગયાં.

સ્નેહા ઉલ્લાલ
બોલિવૂડમાં ઐશ્વર્યા રાયની ડુપ્લીકેટના નામથી ફૅમશ થયેલી સ્નેહા ઉલ્લાલ વર્ષ 2005માં આવેલી ફિલ્મ ‘લકઃ નો ટાઇમ ફોર લવ’થી રાતોરાત ફૅમશ થઈ હતી. જેનું કારણ હતું કે, એકદમ ઐશ્વર્યા જેવી દેખાતી હતી. જોકે, આગળ જતાં તેમની લગભગ દરેક ફિલ્મ ફ્લોપ રહી હતી અને તેમને પણ ‘વન ફિલ્મ વંડર’ માની લેવામાં આવી હતી.

જુગલ હંસરાજ
વર્ષ 1983માં આવેલી ફિલ્મ ‘માસૂમ’માં બાળકલાકારનો રોલ પ્લે કરી ચૂકેલા જુગલ વર્ષ 1996માં આવેલી ફિલ્મ ‘પાપા કહેતે હૈ’માં જોવા મળ્યા હતાં. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ ચાલી નહોતી. આ પછી વર્ષ 2000માં આવેલી ફિલ્મ ‘મોહબ્બતે’ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. જોકે, ‘મોહબ્બતે’ની સક્સેસ જુગલને કોઈ ખાસ મદદ કરી શકી નહીં અને તેમની મોટાભાગની ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી, જેને લીધે તેમને ‘વન ફિલ્મ વંડર’ કહેવા લાગ્યાં હતાં.

You cannot copy content of this page