Only Gujarat

Bollywood

‘સુશાંતની બહેને રડતાં રડતાં ભાઈને પાછો આવી જવા કહ્યું, આ દર્દ વર્ણવી શકાય એમ નથી’

મુંબઈ: સોમવારે સુશાંત સિંહ રાજપૂતના અંતિમ સંસ્કાર મુંબઇના વિલે પાર્લે ખાતે કરવામાં આવ્યા, જ્યાં તેના પિતા કે કે સિંહ, કઝિન નીરજકુમાર બબલુ સહિતના તેમના પરિવારના થોડા જ લોકો જઇ શક્યા. સુશાંતને અંતિમ વિદાય આપવા માટે ઈન્ડસ્ટ્રીના કેટલાક એક્ટર્સ પણ જોડાયા હતા, જેમાં વિવેક ઓબેરોય પણ હતા.

 

સુશાંતની અંતિમ યાત્રા માંથી પરત આવ્યા બાદ વિવેક ઓબેરોયે બોલિવૂડને એક ખુલ્લો પત્ર લખ્યો છે. તેમણે ટ્વિટ કર્યું હતું કે ”સુશાંત સિંહ રાજપૂતની અંતિમયાત્રામાં ભાગ લેવાનું મારા માટે માર્મિક હતું. કાશ હું મારો અનુભવ તેની સાથે શેર કરી શક્યો હોત અને તેની પીડા ઓછી કરી શકાઈ હોત. મારી પોતાની યાત્રા પણ પીડાદાયક રહી છે.”

વિવેકે આગળ લખ્યું, ”એકલતા ખૂબ પીડાદાયક હોઈ શકે છે. પરંતુ આત્મહત્યા એ પ્રશ્નોના જવાબ ક્યારેય ના હોઈ શકે. કાશ કે તે તેના કુટુંબ, તેના મિત્રો અને ચાહકો વિશે વિચારતા જે આજે આ મોટી ખોટ અનુભવી રહ્યા છે. તેમને સમજાયું હોત કે લોકો તેની કેટલી સંભાળ રાખે છે.”

વિવેકે લખ્યું, ”આજે જ્યારે મેં તેના પિતાને તેની ચિતાને મુખાગ્નિ આપતા જોયા ત્યારે તેની આંખોમાં રહેલું દર્દ મારા માટે પીડાદાયક હતું. જ્યારે મેં તેની બહેનને રડતા રડતા સુશાંતને પાછો આવી જવા માટે કહેતા જોઈ ત્યારે મારા મનના ઊંડાણમાં મને કેવું લાગ્યું તે કહી શકું તેમ નથી. હું આશા રાખું છું કે આપણી ઈન્ડસ્ટ્રી, જે પોતાને એક પરિવાર કહે છે, તે પોતાનું ગંભીરતાથી અવલોકન કરશે.”

વિવેકે લખ્યું,”વધુ સારા બનવા માટે અમારે પરિવર્તન લાવવાની જરૂર છે. અહમ વિશે ઓછું વિચારતા, પ્રતિભાશાળી અને પાત્રતા ધરાવનારા લોકો તરફ ધ્યાન આપવાની જરૂર છે. આ આપણા બધા માટે એક વેકઅપ કોલ છે. હું સદૈવ હસતા રહેતા સુશાંતને હંમેશાં યાદ કરીશ, હું પ્રાર્થના કરીશ કે ભગવાન એ બધું દુઃખ લઈલે જે તે મેહસૂસ કર્યું હતું મારા ભાઈ. આશા છે કે તમે હવે વધુ સારી જગ્યાએ હશો. કદાચ અમે તારા લાયક જ નહોતા.”

You cannot copy content of this page