Only Gujarat

Bollywood

47 વર્ષથી બિગીબી સાથે છે આ શખ્સ, અમિતાભે આ રીતે આપી સરપ્રાઇઝ

મુંબઈ: અમિતાભ બચ્ચનને ‘શહેનશાન’નો ખિતાબ ફક્ત તેની એક્ટિંગ માટે જ નહીં પણ તેની દરિયાદિલી માટે પણ આપવામાં આવે છે. ઘણા એવા પ્રસંગોએ અમિતાભે એવું કામ કર્યું છે, જેની આશા માયાનગરના સિતારાઓ પાસેથી ઓછી હોય છે. હાલમાં જ બોલિવૂડ અભિનેતા બચ્ચને એવું જ કંઈક કામ કર્યું કે લોકો તેના વખાણ કરતાં થાકતાં નથી. આ અંગેની તસવીરો પણ સોશ્યલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહી છે.

અમિતાભ બચ્ચને પોતાના મેકઅપ-મેન દીપક સાવંતના સલૂનના એક કાર્યક્રમમાં પહોંચીને બધાને ચકિત કરી દીધા હતા. દીપક સાવંત અંદાજે છેલ્લાં પાંચ દાયકાથી અમિતાભ બચ્ચનને મેકઅપ કરી રહ્યા છે. હાલમાં દીપકે પોતાના સલૂનના 40 વર્ષ પૂરા થવાના પ્રસંગે એક કાર્યક્રમ રાખ્યો હતો. પણ કોઈને આશા નહોતી કે અમિતાભ બચ્ચન આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

અમિતાભ બચ્ચનની ખૂબ નજીક રહેનાર દીપક પણ પોતાના સલૂનમાં ‘બિગબી’ને જોઈને દંગ રહી ગયો હતો. તેણે પોતાનો આનંદ વ્યક્ત કરતાં કહ્યું, ‘‘મેં જ્યારે બચ્ચન સાહેબને કાર્યક્રમમાં આવતા જોયા તો હું મારી આંખો પર વિશ્વાસ ન કરી શક્યો. તેમણે જિંદગીભર માટે મને આ ગિફ્ટ આપી છે. હું અને મારો પરિવાર તેને ક્યારેય નહીં ભૂલી શકીએ. અમે આનાથી વધુ કોઈ વસ્તુની પ્રાર્થના ન કરી શકીએ. અમે બચ્ચન સાહેબ અને તેના પરિવારનો આભાર વ્યક્ત કરવા માંગીએ છીએ. તેમણે અમને હંમેશા એક પરિવારની જેમ રાખ્યા છે. તેમના કારણે જ આજે હું સફળ છું.’’

અમિતાભ બચ્ચને પણ આ તસવીરો પોસ્ટ કરી છે. જેમાં તેમણે લખ્યું, ‘‘દીપક, 47 વર્ષથી મારો મેકઅપ મેન. પોતાની કમાણીથી તેણે મરાઠી અને ભોજપુરી ફિલ્મો બનાવી. પોતાની પત્ની માટે એક નાનું પાર્લર શરૂ કર્યું. આજે આ પાર્લરને 40 વર્ષ થઈ ચૂક્યા છે. ત્રણ સ્ટોરી બિલ્ડિંગમાં 40થી વધુ કર્મચારી છે, પણ મારા મેકઅપ વર્કમાઁથી તેણે ક્યારેય રજા લીધી નથી.’’


અમિતાભ બચ્ચન અને દીપક સાવંતે વર્ષ 1973માં પહેલી વખત સાથે કામ કર્યું હતું. દીપકે અમિતાભના મેકઅપ અને હેર સ્પેશ્યલિસ્ટ તરીકે પોતાની સેવા આપવાની શરૂઆત કરી હતી. મીડિયા રિપોર્ટ મુજબ જ્યારે વચ્ચે થોડાક દિવસો માટે અમિતાભે ફિલ્મોમાંથી બ્રેક લઈ લીધો હતો તે સમયે પણ તેઓ દીપકનું ધ્યાન રાખતા હતા. એટલું જ નહીં દીપક સાવંત દ્વારા નિર્મિત એક ફિલ્મમાં અમિતાભે બીમાર હોવા છતાં કામ કર્યું હતું અને તેમણે આ ફિલ્મ માટે કોઈ મહેનતાણું પણ લીધું નહોતું.

અમિતાભ બચ્ચન આ વર્ષે ‘ઝૂંડ’, ‘ચેહરે’, ‘ગુલાબો સિતાબો’ અને ‘બ્રહ્માસ્ત્ર’ જેવી ફિલ્મોમાં જોવા મળશે. ‘ચેહરે’ રૂમી જાફરી નિર્દેશિત ફિલ્મ છે. આ મિસ્ટ્રી થ્રિલર ફિલ્મમાં અમિતાભ બચ્ચન ઉપરાંત ઈમરાન હાશમીનો પણ મહત્નનો રોલ છે. ફિલ્મમાં બચ્ચન એક વકીલના રોલમાં જોવા મળશે.

You cannot copy content of this page