Only Gujarat

Bollywood

આમિર ખાનની પુત્રીએ બોયફ્રેન્ડ સાથે વિતાવ્યો ‘મી ટાઈમ’, ફોટો જોઈ ચાહકો ચોંક્યા

ઈદની ઉજવણી દુનિયાભરમાં ધામધૂમથી કરવામાં આવી હતી. ત્યારે બોલિવૂડ ફિલ્મજગત સાથે સંકળાયેલા કલાકારોએ પણ ઈદની ભવ્ય ઉજવણી કરી હતી. હાલ આ કલાકારોની ઈદ ઉજવણીની ફોટોસ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.

સુપરસ્ટાર આમિર ખાનની પુત્રી ઇરા ખાને પણ ઇન્સ્ટાગ્રામ દ્વારા પોતાની ઇદની ઉજવણીની એક ઝલક ચાહકો સાથે શેર કરી છે. ઇરાએ પોતાના મિત્રો અને બોયફ્રેન્ડ સાથે ઇદની ઉજવણી કરી હતી અને હાલ તેની ફોટોસ વાયરલ થઇ રહી છે. હંમેશાની જેમ ઈદ પર પણ ઈરા પોતાના બોયફ્રેન્ડના હાથમાં ખૂબ જ રોમેન્ટિક કોઝી સ્ટાઈલમાં દેખાઈ રહી હતી. ઇરાની આ હોટ સ્ટાઇલ ચાહકોને ખૂબ જ હેરાન કરી રહી છે.

આ ફોટોઝમાં આમિરનો ભત્રીજો ઇમરાન ખાન પણ જોવા મળી રહ્યો છે, જેને જોઇને ચાહકો ચોંકી ગયા હતા અને અત્યાર સુધી તે ક્યાં હતા તે અંગે સવાલો પૂછવા લાગ્યા હતા. તમને જણાવી દઇએ કે ઇમરાન લાંબા સમયથી કોઇ ફિલ્મમાં દેખાયો નથી અને લાઇમલાઇટથી દૂર રહે છે. અચાનક આમિરની પુત્રીની ઇદ પાર્ટીમાં તેને જોઇને સૌ કોઇ ચોંકી ગયા હતા. સામે આવેલા ફોટામાં તેમને ઓળખવા પણ મુશ્કેલ છે. આ સાથે જ ઘણા લોકોએ ઈરાની ડ્રેસિંગ સેન્સ પર પણ સવાલ ઉઠાવ્યા હતા.

આ ઉજવણી દરમિયાન ઇરા અને નૂપુરે એકસાથે પોઝ આપ્યો હતો અને તે ખૂબ જ ખુશ દેખાતા હતા. આયરાએ આ ફોટા શેર કરીને ઈદી વિશેના કેટલાક તથ્યો પણ શેર કર્યા છે. તેમણે લખ્યું કે, ‘શું તમે જાણો છો કે, તમે લગ્ન ન કરો ત્યાં સુધી તમે ઇદી માટે પાત્ર છો? મેં વિચાર્યું કે, એકવાર પુખ્ત વયના થયા પછી તમે ઈદી ના મેળવી શકો પણ મારી આ ગેરસમજણ દૂર થઈ. આ સાથે જ તેણે કહ્યું, તમે દરરોજ કંઈક નવું શીખો છો. ઈદ મુબારક.”

ચાહકો આ ફોટોસ પર કમેન્ટ કરી રહ્યા છે. ઘણાએ તો ઇરાના લુકના વખાણ પણ કર્યા તો કેટલાકે આયરાના બોલ્ડ આઉટફિટ પર કમેન્ટ કરીને તેને કપડાં પહેરવાની સલાહ આપી. વાસ્તવમાં ઈદ પર ઈરાએ લહેંગો કેરી કર્યો હતો. જે લહેંગા સાથે તેણે બ્લાઉઝ પહેર્યું હતું જેમાં ક્લીવેજ બતાવવામાં આવ્યું છે, જે ચાહકોને પસંદ આવ્યું ન હતું.

You cannot copy content of this page