Only Gujarat

Bollywood

બોલિવૂડમાં સફળ હોવા છતાંય સુશાંતે શા માટે શરૂ કરી હતી 3-3 કંપનીઓ?

મુંબઈઃ બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધનનું રહસ્ય હજુપણ ઉકેલાયું નથી. એવામાં ઘણા સવાલના જવાબ મળવાના બાકી છે, સુશાંતના મોતની સાથે એક સવાલ એ પણ હતો કે શું સુશાંતને આર્થિક સમસ્યાઓ પણ હતી? શા માચે તેણે 3 કંપનીઓ શરૂ કરવી પડી? સુશાંત સાથેના સવાલોના જવાબ તેમની વકીલ પ્રિયંકા ખિમાનીએ એક ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં આપ્યા હતા.

શું રિયાના સુશાંત સાથે સંબંધ એક બિઝનેસ રિલેશનશિપ પણ એક કારણ હતું, કારણ કે 3 કંપનીઓ સુશાંતે સેટઅપ કરી હતી. એક કંપની 2018માં આવી જેમાં ઓગમેન્ટેડ રિયાલિટીનું કામ હતું. બીજી કંપની 2019માં આવી જેનું નામ વિવિડલિઝ રિયાલિટી એક્સ હતું અને ત્રીજી કંપની ફ્રન્ટ ઈન્ડિયા ફોર વર્લ્ડ ફાઉન્ડેશન હતી જેને તે સેટઅપ કરવા માગતો હતો. શું ત્રણેય કંપનીમાં રિયાની દખલગીરી હતી?

આ સવાલોના જવાબમાં પ્રિયંકાએ કહ્યું કે,‘આપણે સવાલોના જવાબ અંગે ચર્ચા કરીએ એ પહેલા જાણવું જરૂરી છે કે સુશાંત કેવો વ્યક્તિ હતો. જેથી સવાલોના જવાબને સારી રીતે સમજી શકાય. તે અમારા એવા ક્લાઈન્ટ્સમાંથી હતો જેનું કરિયર સંપૂર્ણ રીતે અલગ હતું. તે એવી વ્યક્તિ હતો જેની પાસે ઘણી બાબતો અંગે માહિતી અને તેને વિવિધ વિષયોમાં રસ હતો.’

‘જે વાતો સુશાંત કહેતો હતો, તેનું પ્લાનિંગ બોલિવૂડથી ઘણું આગળ રહેતું હતું. તેના માટે માત્ર એક્ટર તરીકે કરિયર બનાવવા સુધી વાત સીમિત નહોતી. આપણે તેને એક એક્ટર તરીકે જ ના જોવો જોઈએ. વાત રહી કંપનીઓને જે તેણે બનાવી હતી, વર્ષ 2018માં તેણે પ્રથમ કંપની બનાવી જેનો સંબંધ રિયા અને શૌવિક સાથે નહોતો. આ ત્યારની વાત છે જ્યારે હું સુશાંતને ઓળખતી પણ નહોતી. જોકે મને નથી લાગતું કે તે કંપનીનો આઈડિયા સફળ રહ્યો હશે. મારી સુશાંત સાથે મુલાકાત થઈ ત્યારે મેં તેને કહ્યું હતું કે તેણે ફરીવાર કંપની મુદ્દે કામ કરીને જોવું જોઈએ. તેની પાસે બિઝનેસ સેન્સ હતી. તે વર્ચ્યુઅલ અને ઓગમેન્ટેડ રિયાલિટી વિશે વિચારતો હતો. તેને એક્ટિંગનો શોખ હતો. સ્પેસ અંગે તેને ચિંતા રહેતી હતી. બાળકોને ભણાવવા હોય કે સ્કૉલરશિપ અપાવવી તેના મગજમાં ઘણા વિચારો રહેતા હતા.’

પ્રિયંકાએ કહ્યું,‘જ્યાં સુધી વિવિડરેઝની સ્થાપ્નાની વાત હોય તો અમારે ઓછામાં ઓછા 2 લોકોની જરૂર હોય. જે પ્રમોટર અને ડિરેક્ટર તરીકે કંપનીમાં કામ કરે છે. મને નથી લાગતું કે તે સમયે બિઝનેસ પાર્ટનર બનાવવા જેવી કોઈ વાત હતી. સુશાંત માત્ર પોતાનું સ્વપ્ન આગળ ધપાવવા માગતો હતો. તેના જીવનમાં અમુક લોકો હતા, જેમની મદદથી આ વસ્તુઓને સેટઅપ કરવી સરળ વાત સાબિત થઈ શકત.’

સુશાંત જાતે પોતાના નિર્ણય લેતોઃ ‘જો તમે કંપનીની ડિટેલ્સ જોશો જે સરળતાથી ઓનલાઈન મળી જશે તો તેમાં જોવા મળશે કે ત્રણ લોકો છે અને તેમની પાસે સરખી સંખ્યામાં શેર છે. એવું નહોતું કે વસ્તુઓને કોમ્પિલિકેટેડ કરવામાં આવી હોય અને બહુ વધારે પડતા ટ્રાન્ઝેક્શન થયા હોય. સુશાંત જાતે જ પોતાના નિર્ણય લેતો હતો. તે સલાહ જરૂર લેતો. હું પોતાનું કામ કરી આપતી બાકીના નિર્ણયો એના પોતાના જ રહેતા હતા.’

You cannot copy content of this page