Only Gujarat

Bollywood FEATURED

ચુલબુલી નેહા કક્કર આ સિંગર સાથે ફરશે સાત ફેરા, જાણો આખરે કોણ છે આ પંજાબી મુંડા?

મુંબઈઃ બોલિવૂડ સિંગર નેહા કક્કરના લગ્ન અંગે ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. એક અહેવાલ અનુસાર, નેહા 24 ઓક્ટોબરે પંજાબી સિંગર રોહનપ્રીત સિંહ સંત સાથે સાત ફેરા ફરશે. તાજેતરમાં બંનેએ એક વીડિયો પણ સાથે બનાવ્યો હતો. અમે તમારી સમક્ષ રોહનપ્રીત અંગેની તમામ માહિતી અહીં રજૂ કરી રહ્યાં છીએ.

રોહનપ્રીત સિંહ, પંજાબી સિંગર છે. તે ઘણા રિયાલિટી ટીવી શોઝમાં ભાગ લઈ ચૂક્યો છે. 2018માં આયોજીત ‘રાઈઝિંગ સ્ટાર 2’માં રોહનપ્રીત ફર્સ્ટ રનરઅપ રહ્યો હતો. તેના કરતા પણ વધુ રસપ્રદ વાત એ છે કે, 13 વર્ષ અગાઉ 2007માં રોહનપ્રીતે ‘સારેગામાપા લિટલ ચેમ્પ્સ’માં ભાગ લીધો હતો. અહીં પણ તેના અવાજનો જાદૂ છવાયો હતો અને તે ફર્સ્ટ રનર-અપ રહ્યો હતો.

આટલા વર્ષોમાં રોહનપ્રીત હવે ઘણો બદલાઈ ગયો છે. 2017માં તેણે પોતાનું પ્રથમ ગીત ‘બેંગ ગેંગ’ રીલિઝ કર્યો હતો. જે પછી ‘તકલીફ’, ‘પહલી મુલાકાત’, ‘હેલો હાય’ સહિતના ઘણા ગીત રીલિઝ કર્યા. રોહનપ્રીત આ વર્ષે રિયાલિટી ટીવી શો ‘મુજસે શાદી કરોગે’માં પણ જોવા મળ્યો હતો.

શોમાં તે શહનાઝ ગિલને મનાવવા પહોંચ્યો હતો, જોકે શો ચાલ્યો નહીં અને અધવચ્ચે જ તેને બંધ કરવાનો વારો આવ્યો. હવે નેહા કક્કર સાથે લગ્ન અંગે રોહનપ્રીત ફરી ચર્ચામાં છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની રિપોર્ટ અનુસાર, નેહા કક્કર અને રોહનપ્રીત ટૂંકસમયમાં લગ્ન કરવાના છે. જ્યારે રોહનપ્રીતના મેનેજરે પણ આ અંગે કોઈ માહિતી હોવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો.

તેણે કહ્યું કે, રોહનપ્રીતનો હાલ લગ્ન કરવાનો કોઈ જ પ્લાન નથી. નેહાએ તાજેતરમાં રોહનપ્રીત સાથે એક મ્યૂઝીક વીડિયો બનાવ્યો હતો. જેમાં નેહાએ તેની પાસે ડાયમંડ રિંગ માંગતા લૉકડાઉનમાં લગ્ન કરવાની વાત કરી હતી.

તેણે કહ્યું કે, રોહનપ્રીતનો હાલ લગ્ન કરવાનો કોઈ જ પ્લાન નથી. નેહાએ તાજેતરમાં રોહનપ્રીત સાથે એક મ્યૂઝીક વીડિયો બનાવ્યો હતો. જેમાં નેહાએ તેની પાસે ડાયમંડ રિંગ માંગતા લૉકડાઉનમાં લગ્ન કરવાની વાત કરી હતી.

You cannot copy content of this page